________________
કે નગરમાં કે જ્યાં સાધુઓનાં ચાતુર્માસ થતાં નથી અને દરિયા પારના દેશમાં કે જ્યાં સાધુઓનું આવાગમન થઈ જ શકતું નથી ત્યાં વસતા જનબંધુઓ આ વ્યાખ્યાનને લાભ લઈ ધર્મબોધ પામી શકે અને સામાયિકમાં નિવૃત્તિજીવનનો સદુપયોગ કરી શકે એ દૃષ્ટિએ પણ આ પ્રકાશન પ્રકાશિત કરવામાં આવ્યું છે. આશા છે કે પ્રકાશનના હેતુને બર લાવવામાં આ પુસ્તક થોડું કે ઘણું સહાયભૂત નીવડશે તો પણ તેની પાછળ સેવવામાં આવેલો શ્રમ સાર્થક જ છે.
- - આ જે વ્યાખ્યાનસંગ્રહ જનસમાજ સમક્ષ મૂકવામાં આવે છે તે કાંઈ તૈયાર કરેલ વ્યાખ્યાન નથી પરંતુ રાજકોટ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીએ જે વ્યાખ્યાને ફરમાવેલ, તેની હિંદી નોંધ શ્રી રતલામ હિતેષુ શ્રાવક મંડલ તરફથી પંડિત શંકરપ્રસાદજી દીક્ષિતે લીધેલ તે ઉપરથી તેનો ગુજરાતી અનુવાદ શ્રી શાન્તિલાલ વનમાળી શેઠ ન્યાયતીર્થદ્વારા કરાવી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એટલે વ્યાખ્યાનોની મૂળ નોંધ લેવામાં કઈ કઈ જગ્યાએ વિચારબદ્ધતા જળવાઈ ન હોય કે પ્રાસંગિક કહેવામાં આવેલાં વિષયના ભાવની પરિરપુટતા થઈ શકી ન હોય તો તે સ્વાભાવિક છે. " તેમ છતાં શ્રી શાન્તિલાલે ખંત અને શ્રમપૂર્વક અનુવાદનું કાર્ય કરી પૂજ્યશ્રીના મૂળ ભાવને જાળવી, વ્યાખ્યાનને સ્પષ્ટતાપૂર્વક જનસમાજ સમક્ષ રજુ કરવા બનતું કરેલ છે તેની નોંધ લેતાં આનંદ થાય છે,
આ પુસ્તકના પ્રકાશન અંગેની વ્યવસ્થા કરવામાં શ્રી હરખચંદ કેશવજી વોરાએ તથા મફશોધન કરવામાં શ્રી વાડીલાલ કાકુભાઈ સંઘવીએ ઉમંગભેર સહકાર આપી જે સંતોષ આપે છે, તેની નેંધ લેતાં હર્ષ થાય છે.
આ પ્રકાશનમાં વ્યાખ્યાની નોંધ લેવામાં દૃષ્ટિદોષથી કે સમજફેરથી કઈ ભૂલ રહેલી માલુમ પડે છે તે માટે પ્રકાશક ક્ષમાર્થી છે. 1. શ્રાવણ સુદ પૂનમ
ચુનીલાલ નાગજી વોરા . સંવત ૧૯૯૩ રાજકોટ
વ્યવસ્થાપક
-
-
-