________________
વદ ૪]
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૫
જાય છે. આ પ્રમાણે કોઈ ઉપાય મળી જાય છે તે કામ પણ પાર પડે છે. જેમકે કઈ બહેન પાસે રોટલી બનાવવાનાં સાધને જ ન હોય તે જેટલી કેવી રીતે બનાવી શકે ? પણ બધાં સાધને પાસે હોય તે રોટલી બનાવવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. માને કે, કોઈને બધાં સાધન અને ઉપાય મળી ગયાં, છતાં જે તે ઉદ્યોગ ન કરે તે તેનું કાર્ય સિદ્ધ થશે ? એટલા માટે તમે તમારો વિચાર કરે કે, તમારે શું કરવું જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર એ જ મળશે કે, ગફલતની નિદ્રા છેડી જાગ્રત થવું અને મળેલાં સાધનોને ઉપયોગ કરે. તમને આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ અને દુર્લભ મનુષ્યજન્મ મળેલ છે તે શું ઓછાં સાધનો છે ? વળી તમે સિદ્ધાન્તતવને સમજી શકો એટલી ઉંમર પણ છે તે પછી આ ઉંમરમાં મળેલાં સાધનને જેટલો ઉપયોગ થઈ શકે તેટલો કરી લેવો જોઈએ. કારણ કે બાળવયમાં તે સિદ્ધાંતતત્વને સમજી શકાય એટલી બુદ્ધિ વિકસિત થએલી હતી નથી અને વૃદ્ધાવસ્થામાં શક્તિ ક્ષીણ થઈ જાય છે એટલે જ્ઞાનીઓ કહે છે કે, “ઓ ! ગાફિલ મુસાફરે ! નિદ્રાને છોડી, જાગે. ક્યાંસુધી સુતા રહેશો?” જેમ માતા પિતાના પુત્રને સૂર્ય ચડી ગયો છે માટે બેટા ! જાગ, ક્યાં સુધી સૂતે રહેશે ! એમ કહી ઢંઢોળે છે, તેમ જ્ઞાનીઓ પણ સુતેલાં જીવોને જગાડતાં કહે છે કે,
मा सुवह, जग्गियव्वं, पल्ला हयवंमि किस्स विस्समिह ।
ઉતરન ના સપુત્રા નો જપ મઘુપ / ૩ // -વૈરાગ્ય શતક. “હે ! જીવાત્માઓ ! રેગ, જરા અને મૃત્યુ તમારી પાછળ પડયા છે, તે તમે કેમ હજી ગફલતમાં પડયા છે. જાગો ! સુતા રહો નહિ ! ” આ વાત બહુ જ વિચારવા જેવી છે, માટે એક કથાદ્વારા એ વાતને સરલ કરી તમને સમજાવું છું –
એકવાર બે મિત્રો જંગલમાં જઈ રહ્યા હતા. રસ્તામાં એક મિત્ર થાકી ગયો અને થાક ઉતારવા માટે તેને આશરો પણ મળી ગયો. તેણે જોયું કે, જંગલમાં ખૂબ ઘટાદાર સુંદર વૃક્ષો છે. નદી પણ કલકલ કરી વહી રહી છે, ઠંડી હવા ચાલી રહી છે અને સુવા માટે પત્થર પણ પથરાએલા છે. આ બધું જોઈ પે'લો થાકેલો મિત્ર ત્યાં વિશ્રામ લેવા લલચાયો અને વિચારવા લાગ્યું કે, અહીં ખાવા માટે સુંદર ફળ છે, સુંઘવા માટે સુગંધી ફૂલ છે, પીવા માટે નદીનું મીઠું પાણી છે, હવા પાણી સારા છે. વાતાવરણ પણ શાન્ત છે માટે આ સ્થાન ખાવા-પીવા-સુવા દરેક રીતે અનુકૂળ છે. આ પ્રમાણે વિચાર કરી પેલે થાકેલો મિત્ર ત્યાં વિશ્રામ લેવા બેઠે, પણ બીજે મિત્ર પ્રકૃતિને જ્ઞાની હતા. અહીંના હવાપાણી કેવાં છે, ફળફૂલ કેવાં છે વગેરે તે જાણતો હતો એટલે તે પેલા થાકેલા મિત્રને કહેવા લાગ્યો કે, “ભાઈ! અત્રે વિશ્રામ કે યોગ્ય નથી, કારણ કે આ સ્થળ ઉપદ્રવી છે. અત્રે એક ક્ષણ પણ વિશ્રામ લે લાભપ્રદ નથી. માટે અને વિશ્રામ ન લેતાં જલ્દીથી આગળ જવું જોઈએ કારણ કે આપણું જીવનના ત્રણ શત્રુઓ આપણું પાછળ પડયા છે. આ જે સુંદર ફળફૂલ ઉપર તમે લલચાયા છે તે ઝેરી છે અને તેથી અહીંની હવા પણ ઝેરીલી થઈ ગઈ છે. અત્યારે ફળ ફૂલ દેખાવમાં તે બહુ સુંદર લાગે છે પણ થોડીવારમાં જ તમને બેભાન કરી દેશે, પછી તમે ચાલી પણ નહિં શકે ! આ કલકલ અવાજ કરતી વહેતી નદી પણ