________________
૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
એ જ શિક્ષા આપે છે કે, જે પ્રમાણે મારું પાણી વહેતું ચાલ્યું જાય છે તેમ તમારું આયુષ્ય પણ વહેતું ચાલ્યું જાય છે! માટે હે ભાઈ! અને વિશ્રામ ન કરતાં આગળ જલદી ચાલે.” કયા સેવે ઉઠ જાગ બાઉરે. અંજલિ જલ જો આયુ ઘટત હૈ, દેત પહેરિયા ઘરિય ઘાઉ રે-કયા ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર મુનીન્દ્ર ચલે કેણ, રાજાપતિ સાહ રાઉ રે; ભમત ભમત ભવજલધિ પાયકે, ભગવન્ત ભક્તિ સુભાઉ નાઉ -કયા કયા વિલંબ કરે અબ બાઉરે, તર ભવજલનિધિ પાર પાઉ રે, આનન્દઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે-કયા
શાસ્ત્રકાર, ગ્રંથકારે, કવિઓ, મહાત્માઓ વગેરેનું એ જ કહેવું છે કે, “હે ! જીવાત્માઓ! કેમ સુતા છો ? ઉઠો ! જાગો !”
તમે કહેશે કે, શું અમને સાધુ બનાવવા છે ! પણ શું સાધુતા કાંઈ ખરાબ વસ્તુ છે? જે તે ખરાબ હોય તે તમે સાધુનું વ્યાખ્યાન જ શા માટે સાંભળો ! સાધુતા તે શક્તિ હોય તે જ ધારણ કરી શકાય છે. પણ આપને ઉપર્યુંકત સાધનો સાંપડયા છે તે તેને ઉપયોગ કરજે પણ નિંદ્રામાં પડ્યા રહેશે નહિ. જે લોકે દીક્ષા લઈ શકતા નથી તેઓને માટે જ્ઞાનીજને કહે છે કે –
“ભગવન્ત ભક્તિ સુભાઉ નાઉ રે અર્થાત–તમને ભગવદ્ભક્તિની નૌકા મળી છે તે તેમાં શા માટે બેસતા નથી ? બીજે મિત્ર પે'લા થાકેલા મિત્રને કહે છે કે, તમે આ પાસે ઉભેલી નકામાં બેસી જાઓ, તમારે ચાલવું પણ નહિ પડે. હું હેડીને હંકારીશ અને આ નદીના પાણીની સહાય હાડીને નદી પાર લઈ જઈશ. હવે તો થાકેલા મિત્રને ચાલવું પણ પડે એમ નથી તેમ છતાં જે તે હોડીમાં બેસે નહિ અને ચેતવણી આપવા છતાં ત્યાં સૂતે રહે તેના જેવા બીજે ક્ષણ અભાગી ! આ જ પ્રમાણે તમારી સામે ભગવાનની ભક્તિરૂપ હોડી ઉભેલી છે. તમે બીજું કાંઈ કરી શકે એમ ન હૈ તો એ હેડીમાં બેસી જાઓ, પણ નિદ્રામાં પડયા ન રહે ! - સાધુનું સ્થાન સારું છે, પણ જે સ્થાન સારું ગણવામાં આવે છે તે સાધુના સ્થાને જવા છતાં પણ જે ખરાબ વિચાર આવે છે તે કેટલું બધું ખરાબ કહેવાય ! કદાચિત ટલી વાર સાધુની પાસે બેઠા હો તેટલે સમય જે સવિચાર રાખવામાં આવે અને પછી બહાર જતાં જ વિચારને એક બાજુ મૂકવામાં આવે છે તેથી શો લાભ ! તમે કહેશે કે, એટલી અમારી અપૂર્ણતા છે, પણ હું કહું છું કે, એ મારી જ અપૂર્ણતા છે. કારણ કે તમે મારી કહેલી વાતને ભૂલી જાઓ છે. હું મારી અપૂર્ણતાને દૂર કરવાને પ્રયત્ન કરીશ, પણ હું તો નિમિત્ત માત્ર છું, પણ ઉપાદાન કારણ તમે છે. જે ઉપાદાન કારણ સારું હશે તે નિમિત કારણથી લાભ પહોંચી શકશે પણ જે ઉપાદાન કારણ સારું ન હોય તે નિમિત્તે કારણથી શું લાભ થઈ શકે? નિમિત્તની સાથે ઉપાદાન પણ શુદ્ધ