________________
શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ
[૪૧૧ થતી તે પછી તેને ત્યાગ શા માટે કરવામાં નથી આવત? તમે ભગવાનના કથનને ન માને તે તમે તમારી વાત જાણે પણ અમે સાધુઓ તે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે જ નીકળ્યા છીએ એટલા માટે અમારે તો ભગવાનની આજ્ઞાનુસાર જ ચાલવું જોઈએ. ભગવાન કઈ સાધુને ખાવા-પીવાથી તદ્દન રોકતા નથી પણ તેઓ તે એમ કહે છે કે, “હે!. સાધુઓ ! તમે ખાવા-પીવા વગેરેના પ્રભમાં ન પડે. કદાચિત પ્રલોભને ઉપર વિજય મેળવવામાં તમને કષ્ટ જણાય તે કોને સહિષ્ણુતાપૂર્વક સહી લે. આ પ્રમાણે જે તમે કષ્ટોને સહીને પ્રલોભને ઉપર વિજય મેળવશો તે તમને મેક્ષપ્રાપ્તિ થશે. વાસ્તવમાં ત્યાગમાં દુઃખ તે નથી જ પણ લેકે પિતાની કાયરતાથી જ એને દુઃખ માને છે. જે સહિષ્ણુતાપૂર્વક કોને સહન કરવામાં આવે તે સુદર્શનની શુળી જેવા કષ્ટથી પણ ગભરામણ ન થાય.. સુદર્શન ચરિત્ર–૪૪
સુદર્શનને શૂળીએ ચડાવવાનો હુકમ કરવામાં આવ્યો. આ કષ્ટ શેઠ ઉપર હતું કે શેઠાણી ઉપર? જે લેકે પતિ-પત્ની વચ્ચે ભેદ માને છે તેમની દષ્ટિએ તે શોઠ ઉપર જ એ કષ્ટ હતું પણ મનેરમા અને સુદર્શન વચ્ચે ભેદભાવ ન હત; એટલા માટે જે કષ્ટો શેઠ ઉપર હતાં તે જ કષ્ટો શેઠાણી ઉપર પણ હતાં, છતાં પણ મારા પિતાના ધર્મમાં કેવી દઢ રહે છે તે જુઓ. મનોરમા વિચારે છે કે, “મારે ધર્મને જ વિચાર કરે જઈએ. કવળ લેકેના કહેવા ઉપર ઢળી જવું ન જોઈએ. જો કે આ સંસાર ભયંકર છે પણ મને સંસારની ભયંકરતામાં પણ અદ્દભુતતા દેખાય છે. જે પ્રમાણે સમુદ્ર બીજાઓને તે ભયંકર જણાય છે પણ ડૂબકી મારનાર ખારવાઓને તે તે ભયંકર સમુદ્ર પણ રત્નાકર-રત્નની ખાણ-જણાય છે. આ જ પ્રમાણે અજ્ઞાનીઓને તે આ સંસાર ભયંકર લાગે છે પણ જેઓ જ્ઞાની છે. તેમને તે અદ્દભુતતા જ જણાય છે.” આ પ્રમાણે વિચાર કરી શેઠાણી પિતાના પુત્રને સાથે લઈ ધર્મધ્યાન કરવા બેસી ગઈ.
બાળકે જો કે બાળક જ છે; પણ એ બાળકે જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કામ કરે છે તેવી શ્રદ્ધા અને તેવો વિશ્વાસ જ બધામાં આવી જાય તે પછી જોઈએ જ શું ? જ્ઞાનીજનો બાળકની ભાવના પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરે છે અને બાલભાવમાં જ મગ્ન રહે છે. બાળક જ્યારે દૂધભર હોય છે ત્યારે જે માતા ક્યાંય બહાર ગઈ હોય અને તે વખતે બીજી કોઈ સ્ત્રી તેની સામે આવે તો તે બાળક તે સ્ત્રીને પણ પોતાની માતા જ માને છે. આ જ પ્રમાણે સાધુઓને સ્ત્રી માત્ર અને ગૃહસ્થને પરસ્ત્રી માત્ર માતા સમાન જ જોવામાં આવવી જોઈએ. બાળકોની સરલતાથી આ શિક્ષા લેવી જોઈએ, અને બાળકેની સમાન, વિશુદ્ધ બનવા પ્રયત્ન કરવો જોઈએ.
પુત્ર સહિત શેઠાણી ધર્મધ્યાન કરવા બેઠી. જે લેકે શેઠાણીને સમજાવી સુદર્શનની પાસે લઈ જવા આવ્યા હતા તે લેકે ઠાર ઉપર બેસી એમ વિચારતા હતા કે, હજી સુધી શેઠાણી બહાર કેમ ન આવ્યાં ? આટલી બધી વાર કેમ થઈ ? કેઈએ કહ્યું કે, ચાલો. જોઈએ, શેઠાણી શું કરે છે ? આ પ્રમાણે કહી એક માણસ અંદર ગયો. અને જોઈને પાછો આવી કેને કહેવા લાગ્યો કે, ચાલો ! ચાલો! આખરે શેઠાણું પણ શેડની જ પત્ની છે ને? શેઠ ડગે તે શેઠાણી ડગે ! તે તે ધર્મધ્યાન કરવા બેઠી છે. માટે ચાલે. ચાલો