________________
વિદ ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ
[ ૫૧ ભગવાન મહાવીરના સમયમાં ચંપાના રાજા તરીકે કણિક અને દધિવાહન બન્નેને કહેવામાં આવે છે, એટલા માટે ચંપાનગરી એક હતી કે બે, એ વિષે કાંઈ નિશ્ચિત કહી શકાતું નથી. આ ઇતિહાસ કહેવાતો નથી, પણ ધર્મકથા કહેવાય છે. ધર્મકથામાંથી અનેક ઇતિહાસ નીકળે છે એટલા માટે ધર્મકથામાં ઈતિહાસને નહિ પણ તત્વને જુઓ.
જિનદાસ ચંપામાં રહેતો હતો. તે શ્રાવક હતો. તેની સ્ત્રી અર્વાસી શ્રાવિકા હતી. આ બન્ને નામો વાસ્તવિક છે કે કલ્પિત એ વિષે કાંઈ નક્કી કહી શકાતું નથી, પણ આ બને નામો અવશ્ય સાર્થક છે. પહેલાંના લોકો નામ પ્રમાણે ગુણવાળા હતા અને તેથી જ તેમને ત્યાં સુદર્શન જે ચારિત્રવાન પુત્ર પેદા થયો હતો. “બાપ તેવા બેટા અને વડ જેવા ટેટા ” એ લોકોક્તિ પ્રસિદ્ધ જ છે. તમે પણ જે સુદર્શન જેવો સુપુત્ર ચાહે તે જિનદાસ અને અર્વદ્દાસી જેવા શુદ્ધાત્મા બનો. આમ કરશો તો તેમાં તમારું કલ્યાણ જ છે.
દાસ સુભગ બાલક અતિ સુંદર, ગાવે ચરાવનાર;
શેઠ પ્રેમસે રખે નેમ, કરે સાલ સંભાર- રે. . ધન છે ? સુદર્શનના પૂર્વભવનું ચરિત્ર જે કથામાં વર્ણવવામાં આવ્યું છે તે ઉપરથી પિતાનું ચરિત્ર સુધારવાની શિક્ષા લેવી જોઈએ. સુદર્શનને પરિચય આપવા માટે તેમના માતાપિતાને તે પરિચય આપે પણ તેને પૂર્વભવને પરિચય પણ આપવામાં આવે છે. આજના અનેક તરુણોને પૂર્વ ભવની વાત ઉપર એછી શ્રદ્ધા બેસે છે. તેમને શ્રદ્ધા બેસે કે ન બેસે પણ પૂર્વભવ કે પુનર્જન્મ છે એ વાત નિર્વિવાદ છે. શાસ્ત્રમાં તે પુનર્જન્મની પુષ્ટિ કરવામાં આવી જ છે પણ અત્યારે પુનર્જન્મને સિદ્ધ કરનારાં પ્રત્યક્ષાદિ અનેક પ્રમાણો પણ મળે છે. આ કામમાં પણ જાતિસ્મૃતિનું જ્ઞાન થયું હોય અને પૂર્વજન્મનું વૃત્તાન્ત કહ્યું હોય એવાં દાખલાઓ પણ મળે છે. હમણાં જ દિલ્હીમાં એક કુમારીએ પિતાના પૂર્વજન્મની વાત કહી હતી એવાં વૃત્તાન્ત બહાર આવ્યાં છે.
| ચંપાનગરીમાં જિનદાસ નામને શેઠ રહેતો હતો. તેની પત્નીનું નામ અર્વાસી હતું. બન્નેની જોડી કેવી હતી એ કહેવાને અત્યારે સમય નથી. જ્યાં એક અંગમાં તે ધર્મ હોય અને બીજા અંગમાં ન હોય તે જીવન અધૂરું જ રહે છે. તમારે બે હાથ છે અને તે દ્વારા બધું કામ કરી શકે છે છતાં વિવાહ કરી ચતુર્ભુજ કેમ બને છે ! એટલા જ માટે કે જીવનને પૂર્ણ બનાવવા. ઈશ્વરને પણ ચતુર્ભુજ કહેવામાં આવે છે. જે જીવનને પૂર્ણ બનાવવા વિવાહને ઉદ્દેશ સમજવામાં આવે છે, જીવન પૂર્ણ બની શકે છે અને ચતુર્ભુજ શબ્દ સાર્થક થઈ શકે છે પણ જે જીવનને પૂર્ણ બનાવવાનો વિવાહનો ઉદ્દેશ ભૂલાઈ જવામાં આવે તો, જીવન ચતુર્ભુજ જેવું બનવાને બદલે ચતુષ્પદ જેવું બની જાય છે. અર્થાત જીવન ઉન્નત થવાને બદલે વિષયવાસનામાં જ લુપ્ત બની અવનતિને પામે છે.
જિનદાસ અને અર્હદ્દાસી બન્નેનું ધાર્મિક જીવન ચતુર્ભુજ જેવું ઈશ્વરીય હતું. બને પ્રેમપૂર્વક ધર્મારાધન કામ કરતા હતા. એક દિવસ અહંદાસીને મનમાં ચિન્તા થવા લાગી કે, મારે દરેક વાતનું સુખ છે પણ એક વાતની ખામી છે. આજે તે અમે આ ઘરમાં ધર્મનું પાલન કરીએ છીએ પણ અમારા મૃત્યુ બાદ ધર્મનું પાલન કોણ કરશે ! મારા ઘરમાં મારે ધર્મ રહેવો જ જોઈએ ! પુરુષોની અપેક્ષાએ સ્ત્રીઓમાં ધર્મની લાગણું વધારે