________________
૫૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ સુદર્શન ચરિત્ર–પ
હવે પરમાત્મરૂપ માનીને પરમાત્માનું ભજન કરનાર એક ભક્તની વાત કહું છું.
ચંપાનગરીનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે. તે નગરીના રાજા-પ્રજા વિષે ઘણું કહી શકાય પણ અત્યારે એટલું જ કહું છું કે, તે નગરી જેવી બહારથી હતી તેવી જ અંદરથી પણ સુંદર હતી.
વર્તમાન સમયમાં નગરને બહાર દેખાવ તે બહુ સારો હોય છે પણ અંદર. ખાને બહુ ખરાબ હોય છે. પ્રાચીન સમયમાં મેટર, ટ્રામ, વીજળી વગેરે સાધનો ન હતાં . તેમ છતાં તે વખતની સ્થિતિ બહુ સારી હતી. તમે કહેશે કે, પ્રાચીન સમય કરતાં અત્યારે સુખસાધને વધારે છે, તે પછી ત્યારે અત્યાર કરતાં વધારે સુખ કેમ હોઈ શકે? જે અત્યારનાં સુખસાધનોનું પરિણામ જોશે અને અત્યારની સ્થિતિ ઉપર દષ્ટિપાત કરશે. તે તમને સ્પષ્ટ જણાશે કે, અત્યારનાં સુખસાધને ભયંકર દુઃખરૂપ છે. અત્યારનાં બાહ્ય ભપકાઓ સુખની છાયા બતાવે છે, પણ વાસ્તવમાં તે સુખ નહિ પણ દુઃખનું જ કારણ
છે. જેમકે એક સ્ટીમરમાં બાગ, મકાન, નાચરંગ, તથા મોજશોખનાં બધા સાધને છે, આ પણ જ્યારે તે સ્ટીમર મધ્ય દરીએ પહોંચી ત્યારે તેનું એજીન બંધ થઈ ગયું; તે વખતે
સ્ટીમરમાં બેઠેલા લોકોની સ્થિતિ કેવી યભીત બને ? મોજશોખ અને નાચરંગ ત્યારે કેવા ખરાબ લાગે ! એક સ્ટીમર તે આવી મોજશેખનાં સાધનોવાળી છે પણ તેનું એજીન ખરાબ થઈ ગયું છે અને બીજી સ્ટીમર તે એવી છે કે તેમાં માજશેખનાં સાધન નથી પણ તેનું એજીન બરાબર કામ કરે છે ! તમે આ બે સ્ટીમરોમાં કઈ સ્ટીમરને પસંદ કરશે ?
બરાબર આ જ સ્થિતિ અત્યારનાં સુખસાધનની છે. આજની પાશ્ચાત્ય સભ્યતાને લોકો આનંદનું કારણ માને છે પણ એ સભ્યતાનું એન કેવું ખરાબ છે એ જોતા નથી. એ પાશ્ચાત્ય સભ્યતા માનવજીવનને કેટલો બધે હાસ કરી રહી છે એનું પરિણામ લોકે જેતા નથી. જે દેશમાં વ્યભિચારને પાપ જ માનવામાં આવતું નથી તે દેશની સભ્યતા કેટલી બધી યંકર હશે ! પેરિસ બહુ સુંદર શહેર માનવામાં આવે છે પણ તે શહેરની સભ્યતા વિષે એવું સાંભળવામાં આવે છે કે, જે પોતાની સ્ત્રીને કોઈ બહારનો બીજો પુરુષ મળવા આવ્યો હોય તે તેના પતિને બહાર ચાલ્યા જવું પડે ! અમેરિકા દેશ ઘણો સુધરેલો દેશ ગણવામાં આવે છે પણ તેના વિષે પણ એવું સાંભળવામાં આવે છે કે ત્યાં સોમાંથી પંચાણું લગ્ન તૂટી જાય છે. આ તે પાશ્ચાત્ય દેશની સભ્યતા છે !
ચંપાનગરી જેવી બહારથી રમણીય હતી તેવી અંદરથી પણ રમણીય હતી. જેમ કઈ ખાણમાંથી એક હીરો નીકળવાથી તે હીરાની ખાણ કહેવાય છે, તેમ કોઈ નગરમાં એક જ મહાપુરુષ પાકો હેય તે તે નગર પણ પ્રસિદ્ધ થઈ જાય છે. અવતારે વધારે થતા નથી પણ એક જ અવતાર આખા સંસારને પ્રસિદ્ધ કરી દે છે.
તિન પર શેઠ શ્રાવક દ્રઢ ધમ. યથા નામ જિનદાસ,
અહદાસી નારી અતિ ખાસી, રૂપ શીલ ગુણ ખાસ. ધન આપો
ચંપાનગરીમાં જિનદાસ નામને શેઠ રહેતું હતું. આ નગરીને ભગવાન મહાવીરે પણ અનેકવાર પાવન કરી હતી. કાણિક જેવો ભક્ત રાજા પણ ચંપામાં જ થયો હતો.