________________
પર ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ હોય છે ! એટલા જ માટે અમારા મૃત્યુ બાદ અમારા ઘરમાં ધર્મનું પાલન કોણ કરશે ' એવી અદ્દાસીને ચિન્તા થઈ
આ પ્રમાણે અહદ્દાસી ચિન્તાને કારણે તેને બધી ચીજો ખરાબ લાગવાથી ઉદાસ રહેવા લાગી. શેઠે ઉદાસ રહેવાનું કારણ પૂછ્યું પણ શેઠાણીએ તે કારણ ન બતાવ્યું. શેઠ તેને પ્રસન્ન રાખવા માટે બાગબગીચામાં લઈ ગયા અને એવાં બીજાં અનેક પ્રયત્ન કર્યો પણ તેનું કાંઈ પરિણામ ન આવ્યું. શેઠાણી ચિન્તા વધવાના કારણે કુશ થવા લાગી.
વિદ્વાનેનું કથન છે કે, સ્ત્રીઓને ઉદાસ રાખવી ન જોઈએ. સ્ત્રીઓને ઉદાસ રાખવી એ પિતાના અંગને જ ઉદાસ રાખવા સમાન છે. આ વિચારને મનમાં રાખી શેઠે પણ શેઠાણીને પ્રસન્ન રાખવા અને તેની ચિન્તા દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા પણ બધાં નકામાં ગયાં. આખરે શેને લાગ્યું કે, આને રેગ બીજે છે માટે એને શી ચિન્તા છે એ તેની પાસેથી જ જાણવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી શેઠે શેઠાણીને પૂછયું કે, આજે તું આટલી બધી ઉદાસ કેમ જણાય છે તે મને સમજાતું નથી. ઉદાસ થવાનું જે કારણું હોય તે મને જણાવે.
શેઠનું આ કથન સાંભળી શેઠાણીથી રહેવાયું નહિ! મને આવા સુયોગ્ય પતિ ભળ્યા છે એટલે જ મને ઉદાસ થવાનું કારણ પૂછે છે, નહિ તે એવા પણ પતિ હોય છે કે, જેઓ સ્ત્રીઓના દુઃખ તરફ જોતા પણ નથી !
આજે પણ એવા અનેક પતિઓ હોય છે કે જેઓ પોતાની સ્ત્રીને ઉદાસ જોઈને તેની ચિન્તા દૂર કરવાને બદલે નાટક-સીનેમા જોવા ચાલ્યા જાય છે અને એમ વિચારે છે કે, સ્ત્રીઓને ઉદાસ રહેવાને એ સ્વભાવ જ હોય છે.
શેઠાણી શેઠને કહેવા લાગી કે, મને એક ચિન્તા છે. તે ચિન્તા કપડાંલત્તાં કે ઘરેણાંની નથી પણ આપણું મૃત્યુ બાદ આપણા ઘરની સંભાળ રાખનાર અને આપણું ધર્મનું પાલન કરમારે કોઈ કુળદીપક નથી એની ચિન્તા છે ! કુળદીપક વિના બધું સૂનું સૂનું લાગે છે.
શેઠાણીની વાત સાંભળી જિનદાસ વિચારવા લાગ્યું કે, આ મારી ચિંતા કરે છે. પણ હું તે જિનભક્ત છું એટલે મારે તે મારા યોગ્ય જ કામ કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી શેઠ શેઠાણીને કહ્યું કે, “પ્રિયે! એ કાંઈ આપણા હાથની વાત નથી કે તે "વિષે તમે ચિન્તા કરે છે ! આપણે જિનભક્ત છીએ એટલા માટે આવી ચિન્તા કરવી
એ ઠીક નથી, માટે એ ચિન્તા છડી ધર્મધ્યાન કરો અને આપણી સમ્પત્તિને દાનાદિ સત્કાર્યોમાં વાપરે. જે સંતાન વિષયક અંતરાય તૂટવાની હશે તે તૂટી જશે! નહિ તે આપણી ધનસંપત્તિને કઈ નાલાયકના હાથમાં જવા ન દેવી પણ દાનાદિ સત્કાર્યોમાં વાપરી તેનો સદુપયોગ કરે અને પહેલાં કરતાં અધિક ધર્મધ્યાન કરવું. માટે ઉઠે અને ચિન્તા છોડો !”
( આ પ્રમાણે કહી શેઠે શેઠાણીની ચિન્તા દૂર કરી અને બન્ને જણા ખૂબ ધર્મધ્યાન કરવા લાગ્યા તેમને ઘેર જે સુભગ દાસ છે તે જ ભાવિ સુદર્શન થવાનું છે. તે શું કરે છે અને કેવી રીતે સુદર્શન બને છે તે વાત યથાવસરે કરવામાં આવશે.