________________
વદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ
[૫૦૭ બનાવી આપે પણ શું જેવી આંખ આ શરીરમાં છે તેવી બનાવી આપશે ખરા ? જે નહિ તે પછી એને જરા વિચાર કરો કે, જેમણે આ આંખ, કાન, નાક વગેરે શરીરનાં અવય બનાવ્યાં છે તે બનાવનાર કેવો કારીગર હશે ? સ્ત્રીને જોઈ તેની સુંદરતાની તે પ્રશંસા કરવા લાગે છે પણ આ સુંદર શરીર કોણે બનાવ્યું છે તેને વિચાર કરતા નથી.
જે કંચન તિહું કાલ કહી જે, ભૂષણ નામ અનેક રે પ્રાણ,
ત્ય જગજીવ ચરાચર જેનિ, હે ચેતન ગુણ એક રે પ્રાણ.
જેમ સોનાને ઘાટ જોઈ લેકે સેનાને ભૂલી જાય છે તેમ લોકે ઉપરની વાતે જોઈ- સાંભળી આત્માને પણ ભૂલી જાય છે. આ જ મોટી ભૂલ છે.
કોઈ એમ કહે કે, આત્માને ભૂલી જવાની ભૂલ કોણ કરે? પણ આ વાત કોઈ બીજા ઉપર ન ઘટાવતાં પહેલાં અમારી ઉપર જ ઘટાવું છું. કારણ કે સાધુઓ ઉપર વધારે જવાબદારી છે. અને એટલા જ માટે આત્મા પિતાને કેવી રીતે ભૂલી રહ્યો છે એ વાત સાધુઓ ઉપર જ અનાથી મુનિ પણ ઘટાવી રહ્યા છે. જે આત્માને જાણે છે તેણે પિતાનાં કૃત્ય જોવાં જ જોઈએ. હું શું કરું છું તેને વિચાર આત્મશધકને આવો જ જોઈએ. ક્રિયાથી અરુચિ કે પાસFાપણું આવવાથી જ આજે જૈનધર્મ અવનત થઈ રહ્યો છે. માને કે તમારો બી. એ. પાસ થએલ પુત્ર પરસ્ત્રીને માટે ગલીઓમાં ભટકતે ફરે તો તેને તમે શું કહે છે એ જ કે, હાય ! આ છોકરે કેવો છે ? આ પ્રમાણે જ્ઞાનીઓ કેવલ વિદ્યાને જ મહત્વ આપતા નથી પણ તેની સાથે ક્રિયાને પણ જુએ છે અને ક્રિયાયુક્ત વિદ્યાને જ પ્રશસ્ત ગણે છે. આ પ્રમાણે સાધુઓને માટે પણ કેવલ જ્ઞાનની જ આવશ્યકતા નથી, પણ ક્રિયાની. પણ આવશ્યકતા છે. અનાથી મુનિને અધિકાર–પ૬ - અનાથી મુનિએ રાજા શ્રેણિકની સામે જે ઉદ્દગાર કાઢયા અને ગણધરેએ આપણું હિત માટે જે ઉદ્દગારોને શાસ્ત્રમાં ગુંથીને રાખ્યા છે એ ઉદ્દગારોને સાંભળીને તમે પણ આત્માને પવિત્ર બનાવો. અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તે મુનિ ઉપર કહ્યું છે પણ મુનિના સાક્ષીરૂપ તે તમે પણ છો. અનાથી મુનિએ રાજા શ્રેણિકને સાક્ષી બનાવ્યા હતા એટલા માટે તમે સાક્ષીદાર છે પણ કેટલાક લેકો લાલચ લઈને પણ સાક્ષી આપવા તૈયાર થઈ જાય છે. તમે એવા સાક્ષીદાર ન બને પણ સાચા સાક્ષીદાર બને છે તેમાં મુનિઓનું પણ કલ્યાણ છે અને સાથે તમારું પણ કલ્યાણ છે.
वीसं तु पीयं ज़ह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं ।
एसो वि धम्मो विसओववन्नो, हणाइ वेयाल इवाविवन्नो ॥४४॥ આ ગાથામાં માર્મિક ઉપદેશ આપવામાં આવ્યા છે. અનાથી મુનિ કહે છે કે, જે એનાથતામાંથી નીકળી સનાથ થવા માટે તૈયાર થયો છે અને જેણે ધર્મને આધાર લીધે છે છતાં પણ જો તેની વિષયની લાલસા છૂટી નથી પણ વિષયની લાલસાથી જ ધર્મને ધારણ કર્યો છે તે તે જીવનેચ્છક-જીવવાને ચાહનાર, કાલકૂટ વિષનું પાન કરે એના જેવું કરે છે. જીવિત રહેવા તે ચાહે છે, અને તે માટે તે કાલકૂટ વિષનું પાન કરે છે. આ બન્ને વિરેાધી વાતે