________________
શુદી ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ
. [ ૧૬૫ વ્યવહારમાં રહેવા છતાં પિતાને જીવનવિકાસ કેવી રીતે સાધી શકાય છે એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું.
વૃક્ષ ઉપર વાંદરાઓ પણ બેસે છે અને પક્ષીઓ પણ બેસે છે. કદાચિત વૃક્ષ તૂટી પડે તે દુઃખ કોને થાય ! વાંદરાને જ દુ:ખ થાય. કારણ કે પક્ષીઓનો આધાર કાંઈ વૃક્ષ જ નથી, પણ તેને પાંખે હેવાથી જ્યાં સુધી વૃક્ષ હોય છે ત્યાં સુધી તેના ઉપર બેસે છે, પણ જ્યારે તે પડવા લાગે છે ત્યારે તે ઉડી જાય છે. આ જ પ્રમાણે સંસારવૃક્ષ ઉપર એક ધર્મને જાણનાર અને બીજો ધર્મને નહિ જાણનાર બન્ને બેસે છે; પણ ધર્મને જાણનારને આ સંસારવૃક્ષ પડી જવાથી હું દબાઈ જઈશ એવો ભય રહેતો નથી. તે તો એમ જ વિચારે છે કે “આ સંસારવૃક્ષ જ મારે આધાર નથી તે કદાચિત આ સંસારવૃક્ષ પડી જશે તે ધર્મરૂપી પાંખોદ્વારા હું ઉડી જઈશ,” આ પ્રમાણે ધર્મને આધાર રાખવાથી કોઈ પ્રકારનો ભય રહેતું નથી. તમે પણ આ પ્રમાણે સંસારનો નાશ માની અને આ ધન-ધાન્ય આદિ પદાર્થો સદાને માટે રહેવાનાં નથી એમ સમજી ધર્મની સેવા કરશો તે આ સંસાર પણ તમને ભારરૂપ લાગશે નહિ.
ધર્મને આધાર કેટલો બધે સહાયભૂત નીવડે છે એ વાત નીચેની કથાદ્વારા સમજાવું છું. સુદર્શન ચરિત્ર–૧૭
કલા બહેત્તર અહ૫કાલમેં, સીખ હુઆ વિદ્વાન પ્રૌઢ પરાક્રમી જાન પિતાને, કિયા વિવાહ વિધિ કાન. છે રે ધન છે ૧૬ છે
સંસારની બધી ઋદ્ધિ મળે પણ શીલની સિદ્ધિ ન મળે તો એ બધી ઋદ્ધિમાં ધૂળ છે. આથી વિરહ શીલની સિદ્ધિ મળે અને કોઈ પ્રકારની ઋદ્ધિ ન મળે તે કાંઈ વાંધો નહિ! કોઈને ચિંતામણિ રત્ન મળી જાય તે શું તેને શેર કે બે શેર ચણાની ખામી રહી શકે? પરંતુ આજના લોકે શીલને મેટું માનતા નથી પણ ભોગને મોટું માને છે. આ કારણે ભેગની સામગ્રી ન મળવાને કારણે લેકે રડવા લાગે છે.
શીલને અર્થ સદાચાર થાય છે. પાપથી બચવું એ સદાચારને અર્થ છે. સંક્ષેપમાં હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, મદિરાપાન એ બધાં પાપે છે. આ પાંચ દુર્ગુણોમાં પ્રાયઃ બધાં પાપને સમાવેશ થઈ જાય છે. જેમાં આ દુર્ગણે નથી તેમાં કોઈ પ્રકારનું પા૫ રહી શકતું નથી. જેમ દીપકના પ્રકાશની આગળ અંધકાર રહેતા નથી તેમ શીલના પ્રકાશની આગળ પાપનો અંધકાર રહી શકતો નથી ! પણ પાપને અંધકાર દૂર કરવા અને શીલનો પ્રકાશ પ્રગટાવવા માટે પુરુષાર્થ કરવાની પણ જરૂર છે. પુરૂષાર્થથી જ પાપથી બચી ધર્મનું આરાધન થઈ શકે છે. આ વાત પ્રસ્તુત કથાથી વધારે સ્પષ્ટ થશે. સુદર્શન પૂર્વભવમાં થોડા જ સમયમાં પિતાને ઘણે વિકાસ સાધી લીધો હતો. ઉપલક દૃષ્ટિએ તે નવકારમંત્ર ઉપર વિશ્વાસ રાખવાથી તેને મરવું પડયું, પણ આગળ જે ઋદ્ધિનું વર્ણન છે, તે ઋદ્ધિ નવકારના પ્રતાપથી જ તેને મળી હતી.
પાંચ ધાત્રીઓ અને અઢાર દેશની દાસીઓના સંરક્ષણ નીચે સુદર્શન વૃદ્ધિ પામવા લાગ્યો. થોડા સમયમાં તે અઢાર દેશની ભાષા, રહેણું કરણ વગેરેથી પરિચિત થઈ ગયે.