________________
૧૬૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
જ્યારે તે આઠ વરસની ઉંમરને થયો ત્યારે તેના પિતાએ વિચાર્યું કે, સુદર્શનને હવે નિશાળમાં ભણાવવા મેલ જોઇએ કે જેથી તે ભણીગણી હોશિયાર થાય અને જીવન નને સુખમય બનાવવા માટે સંસારને ભાર વહન કરવા માટે તથા ધર્મદ્વારા આત્માનું કલ્યાણ કરવા સમર્થ થાય ! એક કવિએ કહ્યું છે કે –
माता शत्रु पिता वैरी, येन बालो न पाठयते ।
જ શમિતે તમામ દંતમ વ ાથા ! –હિતોપદેશ અર્થાત–તે માતાપિતા શત્રુ છે કે જેઓ પોતાના બાળકોને ભણાવતા નથી. જેમ હંસોની સભામાં બગલાએ શોભતા નથી તેમ વિદ્વાનોની સભામાં અભણ બાળકો પણ શોભતા નથી. તમે હંસ જેવા પુત્રો ચાહે છે કે બગલા જેવા? તમે કહેશે કે, અહીં રાજકોટમાં પ્રાયઃ બધા ભણેલા છે; તે પછી અહીં એ પ્રશ્ન જ ઉભો થતો નથી ! પણ જેઓ ભણેલા છે તેમની શિક્ષાદીક્ષા કેવી છે તે જરા જુઓ. સાચી શિક્ષા કેવી હોવી જોઈએ એ વિષે કહ્યું છે કે – વિઘા જા વિમુકત અર્થાત-જે બંધનોથી મુક્ત કરે તે જ વિદ્યા છે. શું આજકાલની શિક્ષા આવી છે? આજકાલની શિક્ષા વ્યવહારમાં પણ રક્ષા કરવાને માટે સમર્થ નથી, તે પછી બીજી વાત વિષે કહેવું જ શું? આજે દશ બી. એ. ડિગ્રી પાસ થએલ વિદ્યાર્થીઓ ફરવા જતા હોય અને રસ્તામાં કોઈ ચારબદમાશ મળી જાય તે શું તેઓ પિતાની પણ રક્ષા કરી શકશે ? ભાગી તે નહિ જાય ને ? સાંભળ્યું છે કે, એક સાપના ભયથી આઠ માણસે મરણ પામ્યા. જે તેમાંથી એક પણ સર્પને પકડવાને આત્મભોગ આ હેત તો બધાને સર્પના ભયથી મરી જવું ન પડત ! પણ આજકાલ આત્મબળને વધારી આત્મભોગ આપનારા બહુ ઓછા લોકે છે! કેવળ વાત કરનારા છે. કહ્યું છે કે – “આઓ મિયાંજ ખાના ખાઓ, કરે બિસમિલાં હાથ ધુલાએ ! આઓ મિયાંજી છપ્પર ઉઠાઓ, હમ બુદ્દે જવાન બુલાઓ છે”
આજના લકે કહેવતમાં કહ્યા પ્રમાણે મિયાંજ ખાવાને વખતે તે જુવાન થઈ જાય છે પણ કામ કરવાના સમયે ઘરડા થઈ જાય છે ! આવી અવસ્થામાં આજના લોકો પિતાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ કેવી રીતે કરી શકશે ! એક ભાઈ કહેતા હતા કે, આજકાલ તે ઘેર ઘેર તારે ઘર ઘાલ્યું છે. મેં તેને જવાબ આપ્યો કે,
જ્યારે તાવને આમંત્રણ આપવામાં આવે તો તે શા માટે ન આવે ? અમે કહીએ છીએ કે ખાવા પીવામાં વિવેક રાખો અને અઠવાડિએ-પખવાડિએ શરીરશુદ્ધિ માટે ઉપવાસ કરો પણ ખાવા-પીવામાં વિવેક રાખવામાં આવતા નથી જેથી તાવ ખસતો નથી. જે ખાવા-પીવામાં ધ્યાન રાખવામાં આવે અને ઉપવાસ કરવાની ટેવ પાડવામાં આવે તે તાવ કેમ આવે ?
કહેવાનો આશય એ છે કે, વિદ્યા એ નથી કે, જે ડરાવે, નિર્બલ બનાવે કે રોગી બનાવે. પણ વિદ્યા તે છે કે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બંધનોથી મુક્ત કરે ! દરેક પ્રકારનાં બંધનોથી મુક્ત કરનાર સંસ્કારનું નામ જ વિદ્યા છે.