________________
પપર] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો તેણે ખુદાને હુકમ માન્યું નહિ. ત્યારે ખુદાએ તેને ધમકાવ્યો અને તે શેતાન બની ગયે. આ કથનને સાર માત્ર એટલો જ છે કે, ધર્મનું મહત્વ જાણનાર દેવ પણ મનુષ્યને નમસ્કાર કરે છે. જે ધર્મનું મહત્ત્વ જાણે છે તે દેવો પણ મનુષ્યજન્મની પ્રશંસા કરે છે પરંતુ જે દે ધર્મનું મહત્ત્વ જાણતા નથી તેઓ મનુષ્યજન્મની નિંદા કરે છે. જે ધર્મને સમજીને ધર્મને કારણે મનુષ્યને માથું નમાવે છે તેને તે શાસ્ત્ર પણ દેવ કહે છે પણ જે ધર્મનું મહત્ત્વ જાણતા નથી પણ ધર્મને દ્રહ કરે છે. શાસ્ત્ર તેને પિશાચ કહે છે.
આ પ્રમાણે અભયાનું પતન થયું. તે વ્યક્તરી થઈ, પિશાચિની થઈ. તેણીએ સુદર્શન મુનિને ધ્યાનમાંથી વિચલિત કરવાનો નિશ્ચય કર્યો. અને એને માટે તેણીએ વિચાર્યું કે, પહેલાં મીઠા વિષ’ની જેવો અનુકૂલ પરિષહ આપો.
કટુ વિષથી બચવું તે સરલ છે પણ મીઠા વિષથી બચવું બહુ જ મુશ્કેલ છે. એટલા માટે વ્યસ્તરીએ અનુકૂલ પરિષહ આપવા માટે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને સુદર્શનની પાસે જઈ તે નમ્રતાપૂર્વક કહેવા લાગી કે, “તમારું તપ ફળ્યું છે. તમે જે સુખને માટે તપ સાધના કરે છે તે સુખ આપવા માટે હું તમારી સામે હાજર થઈ છું, માટે તમે મારો સ્વીકાર કરો.
આ પ્રમાણે કહીને વ્યન્તરી સ્ત્રીઓના હાવભાવ બતાવવા લાગી અને સુદર્શનને ડગા. વવા પ્રયત્ન કથા લાગી; પણ સુદર્શન તે પહેલાંની માફક જ ધ્યાનમાં અડોલ રહ્યા. સુદર્શન મુનિ ધ્યાનમાં વિચારતા હતા કે, આ માતા સત્ય કહી રહી છે. મારી તપસાધના ત્યારે જ સફળ થાય કે જ્યારે હું કામ-ક્રોધને જીતી લઉં. જ્યાં સુધી હું કામ-ક્રોધને જીતી ન શકું, ત્યાંસુધી મારી તપ-સાધના સફળ થઈ કહેવાય નહિ. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં સુદર્શન મુનિ ધ્યાનમાં વધારે મશગૂલ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે, “મેં ગ્રામ નગરને તે ત્યાગ કર્યો છે પણ આ જંગલમાં પણ મારી પરીક્ષા થવાની બાકી છે. મારી પરીક્ષાનો સારો સમય તે આ જ છે. આ માતા મારી કાંઈ હાનિ કરતી નથી તેમ કરી પણ ન શકે. હાનિ કે લાભ તે પિતાને આત્મા જ કરી શકે છે. જ્યારે હું મારા આત્માને જ પતિત થવા નહિ દઉં તે પછી આ માતા મારું શું કરી શકશે ? હું જંગલમાં રહેવા લાગ્યો છું પણ મારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કેવલ અરણ્યવાસથી કાંઈ થઈ શકતું નથી. જે કાંઈ થાય છે તે આત્મતત્ત્વને જાણવાથી જ થાય છે. જંગલમાં રહેવા છતાં પણ જે આત્મતત્વને ન જાણ્યું તે જંગલમાં રહેવું નકામું છે.”
અભયા વ્યન્તરી હાવભાવ બતાવતી હતી પણ જ્યારે તેણીએ જોયું કે, તે મુનિ તે અડેલ ધ્યાનમાં બેઠા હતા. આ જોઈ વ્યન્તરી કહેવા લાગી કે, “આ કેવો પત્થર જેવો છે! તે તે મારા સામું જેતે પણ નથી અને એ રીતે તે મારા રૂપિયૌવનનું પણ અપમાન કરે છે. આમ તે સીધી રીતે નહિ માને એને તે બીજી જ રીતે મનાવવો પડશે.”
આ પ્રમાણે વિચાર કરી વ્યન્તરીએ ભયંકર પિશાચિનીનું રૂપ ધારણ કર્યું. તે હાથમાં તલવાર લઈ અને જીભને બહાર કાઢી સુદર્શન મુનિને કહેવા લાગી કે, હે ! અપથ્યપ્રાથી ! તું આ ખેટ ઢગ કરી બેઠે છે અને મારી સામે જોતે પણ નથી. કાં તે તું મારા પગમાં પડ અને હું કહું તેમ કર નહિ તે આ મારી તાતી તલવાર જોઈ લે,