________________
શુદી ]
રાજકેટ-ચાતુર્માસ
[ પપ૧
ખાન-પાન તથા પહેરવેશમાં ઉત્તમાર્થને કેવી રીતે નષ્ટ કરી રહ્યા છીએ ! એક ભાઈએ મને કહ્યું હતું કે, અહીં શાહુકારને ત્યાં વિવાહમાં ચારસો-પાંચસો રૂપીયાના રેશમી કપડાં લાવવામાં આવે છે. હું એમ નથી કહેતા કે તમે લેકે ગરીબોને ભિખારી બનાવો પણ તમારી આ અદ્ધિને કારણે ગરીબને કેવી રીતે તણાવવું પડે છે એ જુઓ. જો તમે આ પ્રકારની રૂઢિઓને મટાડી દો તો શું ગરીબો ઉપર દયા ન થાય ? આ જ પ્રમાણે વરવિય વિષે પણ વિચારે. મને એમ કહેવામાં આવે છે કે, અહીં કોઈ એકાદ-બે માણસો વરના પૈસા લેતા હશે પરંતુ તેમને કારણે આખા રાજકોટને બદનામ કેમ કરવામાં આવે છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, અહીં જો એક-એ ઘરમાં જ આગ લાગી હોય તો શું એમ ન કહેવાય કે, રાજકોટમાં આગ લાગી છે ! શું એમ કહેવું એ અપમાનજનક છે! આને કઈ અપમાન માની શકે નહિ પણ હિત જ માને. આ જ પ્રમાણે ભલે એક જ માણસ વરવિય કરતા હોય પણ એને કરણે આખા શહેરને ઉપાલંભ મળતું હોય તે તેમાં અપમાન નથી.. જે કાઈ વરવિક્રયે જ કરતું ન હોય તે રાજકોટમાં કોઈ વરના પૈસા લેતું નથી એમ ન કહેવાત? બહિક રાજકોટનું ઉદાહરણ લઈ બીજે સ્થળે પણ એમ કહી શકાત કે, રાજકોટમાં કેઈ વેરવિક્રયે કરતું નથી. આ જ પ્રમાણે રેશમી કપડાં કેવી રીતે બને છે અને તે ઉત્તમાર્થને કેવી રીતે નષ્ટ કરે છે એને ઊંડે વિચાર કરી તેને પણ ત્યાગ કરે. સુદર્શન ચરિત્ર –૬૧
અભય વ્યંતરી દેવી થઈ પણ વાસ્તવમાં તેનું પતન થયું. જે કામ મનુષ્ય કરી શકે છે તે કામ દેવ પણ કરી શક્તા નથી; બલ્કિ દેવદેવી તે મનુષ્યના દાસ છે. દેવદેવી મનુષ્યનાં હાડકાં-ગામડાનાં દાસ નથી પણ મનુષ્યોનાં ગુણોના દાસ છે. અને આ જ કારણે આઠમાં દેવલોકનાં દેવે પણ એમ ચાહે છે કે, “અમે જ્યારે દેવલોકમાંથી ચવીએ ત્યારે શ્રાવકના ઘરમાં જન્મીએ. શ્રાવકના ઘરમાં જન્મવાથી અમને સહજ જ ધર્મની પ્રાપ્તિ થશે.”
શ્રાવકને ઘેર જન્મેલાને ધર્મની પ્રાપ્તિ સહજ જ કેમ થાય છે! એ વાત પ્રત્યક્ષ જ જણાય છે. આજે પણ કોઈ શ્રાવકને ત્યાં જન્મેલાને લાખો રૂપિયા આપી માંસ-મદિરા ખાવાનું કહેવામાં આવે તે પણ માંસ-મંદિરાને ખાશે નહિ. કેઈ કુસંગમાં પડી ગયો હોય અને તેને આચાર વિચાર બગડી ગયો હોય તે તે વાત જુદી છે બાકી જે શ્રાવક કુસંગમાં પડ્યો નથી તે તે એવા અભક્ષ્યને સ્પર્શ પણ નહિ કરે. તમારે રૂપિયાની અત્યાવશ્યક્તા પણ હોય એ અવસ્થામાં તમને કોઈ હજાર રૂપિયા આપીને કીડી મારવાનું કહે તે તમે એવું પાપ કરવા માટે તૈયાર ન થાઓ. આના કુલપરંપરાને જ પ્રતાપ છે. પણ આજે આ પ્રકારની કુલપરંપરાને કુરૂઢિઓનો રોગ લાગુ પડી ગયો છે. પરંતું આઠમા દેવલોકના દેવો પણું એમ ચાહે છે કે અમે શ્રાવકના ઘેર જન્મીએ પણ જેમના ઘરમાં ધર્મ નથી એવા ચક્રવતીને ત્યાં પણ અમારો જન્મ ન થાય. જે લેકે આ મનુષ્યજન્મની મહત્તા સમજે છે. તે લેકે તે મનુષ્યજન્મની પ્રશંસા કરે છે અને કોઈ એવા પણ લેકે હોય છે કે જેઓ મનુષ્યની નિંદા પણ કરે છે. આ વિષે કુરાનમાં કહ્યું છે કે, ખુદાએ ફરિસ્તાઓને મનુષ્યોની બંદગી કરવાનું કહ્યું પણ એક ફરિશ્તાએ ખુદાને આ હુકમ માન્યો નહિ. તેણે ખુદાને કહ્યું: કે, “અમે પાક છીએ. અને ઈન્સાન નાપાક છે. તે ખાકમાંથી બનેલું છે.” આ પ્રમાણે કહી