________________
વદી ૮]
રાજકેટ-ચાતુર્માસ
[૨૪૩
મેં એક પુસ્તકમાં ખાવું ક્યારે જોઈએ ? એના વિષે વાંચ્યું હતું કે, ગરીબ લોકોને જ્યારે ખાવાનું મળે ત્યારે ખાવું જોઈએ અને અમીર લોકોને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવું જોઈએ. ભૂખ લાગ્યા વિના ભોજન કરવું તે રોગને આમંત્રણ આપવા સમાન છે. આ હોવા છતાં લોકો વિવિધ પ્રકારનાં અથાણુઓ શા માટે બનાવે છે અને ખાય છે ? એટલા માટે કે, અથાણાંને લીધે ભૂખ લાગી ન હોવા છતાં વધારે ખાઈ શકાય ! જ્યારે સાચી કડકડતી ભૂખ લાગી હશે ત્યારે લૂખી-સૂકી રોટલી પણ સારી લાગશે. તમને લોકોને આ વાતને કદાચ અનુભવ નહિ પણ હેય પણ અમને સાધુઓને જ્યારે ભૂખ લાગે છે ત્યારે ભૂખી–સૂકી રોટલી પણ કેવી મીઠી લાગે છે તેને અનુભવ છે.
એક જગ્યાએ અમે ૨૨ માઈલને વિહાર કરીને ગયા હતા. ભૂખ પણ કડકડતી લાગી હતી; પણ ત્યાં અમને દોઢ રોટલે અને ખાટી છાશ જ મળ્યાં છતાં એ કડકડતી ભૂખને કારણે એ રોટલો અને એ છાશ એવાં મીઠાં લાગ્યાં કે ન પૂછો વાત ! આ પ્રમાણે
જ્યારે કડકડતી ભૂખ લાગે છે ત્યારે લૂખો-સૂકે રોટલો પણ મીઠો લાગે છે અને જ્યારે ભૂખ લાગેલી હતી નથી ત્યારે પરાણે ખાવા માટે ચટણી-અથાણું વગેરેને ઉપયોગ કરવો પડે છે. આ પ્રમાણે લોકો સાચી ભૂખ ન લાગવા છતાં પરાણે ખાય છે અને પછી અજીર્ણ થયાની ફરીયાદ કરે છે. ભલે પ્રકટરૂપે અજીર્ણતા હોય કે ન હોય પણ રોગનું ઘર તે અજીર્ણતા જ છે. અજીર્ણતાને કારણે રોગ પેદા થાય છે અને પછી ડેકટરને શરણે જવું પડે છે.
ભગવાન મહાવીર તો નિરોગ રહેવા માટે મહિનામાં ઓછામાં ઓછા છ ઉપવાસ કરવાની દવા બતાવે છે. જે કોઈ મહિનામાં ઓછામાં ઓછા છ ઉપવાસ કર્યા કરે તે પછી તેને અજીર્ણ થાય નહિ અને તેથી રોગ પણ પેદા થઈ શકે નહિ! શ્રી સ્થાનાંગ સત્રમાં રોગ પેદા થવાનાં નવ કારો બતાવવામાં આવ્યાં છે. લોકો રોગ પેદા થવામાં કેવળ વેદનીય કર્મને જ દોષ કાઢે છે પણ કેવળ વેદનીય કર્મને દોષ કાઢી બેસી રહેવું અને રોગ પેદા થવાના કારણનો વિચાર ન કરવો તે ઉચિત નથી. રોગ કયા કયા કારણે પેદા થાય છે એ વિષય ઘણો લાંબો છે એટલા માટે એ વિષે કાંઈ ન કહેતાં અત્યારે એટલું જ કહું છું કે, ડોકટરના શરણે જવું એ પિતાની નિર્બળતા છે.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! દરેક પ્રકારનાં ઉપચાર કરવા છતાં પણ મારે રોગ શાન્ત થયો નહિ એવી મારી અનાથતા હતી. જ્યારે મારે રોગ કોઈ પણ ઉપાયે શાન્ત ન થયો ત્યારે હું એ નિશ્ચય ઉપર આવ્યો કે, હું વાસ્તવમાં અત્યારે અનાથ છું. હે રાજન ! મારા ઉપર વીતેલી આ વાતને સાંભળી “ તું પણ અનાથ છે ' એ વાત ભાન અને તારી એ અનાથતાને દૂર કરવાનો પ્રયત્ન કર.”
અનાથી મુનિના સમજાવવાથી રાજા પિતાને અનાથ માનતે થયો હતો પરંતુ તમે પિતાને અનાથ માનો છો કે નહિ ! જ્યાંસુધી પિતાની અનાથતાનું ભાન થતું નથી અને તેને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવતું નથી ત્યાં સુધી આત્મ-કલ્યાણ પણ કરી શકાતું નથી. માટે પોતાને અનાથ માનો. પોતાની અનાથતાનું જ્યારે ભાન થશે ત્યારે જ આગળ ઉન્નતિ કરી શકશે. તમે લોકો મારા મિત્ર છે. આ બુદ્ધિવાદનો જમાનો છે. આ જમાનામાં