________________
ર૪૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
બીસ્કટ વગેરે રોગને પેદા કરનારી ચીજ ખાવાથી અને ખાન-પાનમાં ધ્યાન ન રાખવાથી રોગ પેદા થાય છે. જે ખાન-પાનમાં ધ્યાન રાખવામાં આવે તો રેગ પેદા થાય નહિ, પહેલાં તે ખાન-પાનમાં ધ્યાન રાખતા નથી અને જ્યારે રોગ પેદા થાય છે ત્યારે ડૉકટરને શરણે જાય છે. આ અનાથતા છે. ડૉકટરે દવા આપીને રોગને દબાવી દીધે, એ ઉપરથી તમે એવું અભિમાન કરો છે કે, હું ડકટરની કૃપાથી સાજે તાજો થઈ ગયો. આ પણ એક પ્રકારની ભ્રમણા છે.
જે સ્વતંત્ર હોય છે, પૂર્ણ બળવાન હોય છે તેમને રોગ જ પેદા થવા પામતો નથી. જેમકે તીર્થકર દેવને રોગ પેદા થવા પામતું નથી. પણ અસાવધાની કે પૂર્વ કમીને કારણે કદાચ રોગ પેદા થઈ જાય તો પિતાને રોગ પિત મટાડી લે છે પણ ડૉકટરની પરતંત્રતા સ્વીકારતા નથી.
અનાથી મુનિ કહે છે કે, હે રાજન ! તે વૈદ્વારા ભારે રોગ શાન્ત ન થયે એ સારું થયું. જે તેમને શરણે પડી રહ્યો હેત તે તે મારી અનાથતા દૂર પણ ન થાત ! હે રાજન ! એમ કહેવામાં આવે છે કે, એક વૈદ્ય સારે હેય, બીજું દવા સારી હોય, ત્રીજું રંગી દવા પીવાને માટે ઉત્સાહી હોય અને ચોથું બરાબર સેવાચાકરી થતી હોય. આ ચાર ઉપાયે બરાબર હોય તે જ રોગ દૂર થઈ શકે છે. મારા રોગને દૂર કરવા માટે ઉપરના ચારેય પ્રકારના ઉપાયો કામમાં લેવામાં આવતા હતા. વૈદ્ય પણ હોશિયાર હતા, દવા પણ સારી હતી, હું પણ દવા નિયમિત પીતો હતો અને મારી સેવાચાકરી પણ બરાબર કરવામાં આવતી હતી. આ પ્રમાણે મારા રોગને દૂર કરવા માટે ચારેય પ્રકારના ઉપાય કામમાં લેવામાં અવતા હતા તેમ છતાં પણ મારો રોગ શાંત થયો નહિ. ત્યારે મને લાગ્યું કે, આ બધા અનાથ છે અને હું પણ અનાથ છું. જે વૈદ્ય સનાથ હેત તે તે ભારે રોગ મટાડી દેત પણ મારે રોગ તેઓ મટાડી શક્યા નથી એટલે તે વૈદ્ય પણ અનાથ છે અને હું પણ અનાથ છું એમ મને લાગે છે.”
લોકે દવાથી રોગ મટી જાય છે એમ કહે છે પણ દવાથી રોગ મટતું નથી પણ દબાઈ જાય છે. આથી ઉલટું વૈજ્ઞાનિકોનું છે એવું કહેવું છે કે, જેટલા ડોકટરે વધ્યા છે, રગે પણ તેટલા જ વધ્યા છે, અને જેટલા વકીલે વધ્યા છે, ઝગડાઓ પણ તેટલાંજ વધ્યા છે. પ્રાચીન સમયમાં આજના જેટલા વેંકટરો ન હતા. આજકાલ ડોકટરો ઘણા વધી ગયા છે પણ તેથી રોગનો ઘટાડો થયો છે કે વધારો થયો છે? પચાસ વર્ષ પહેલાં ડોકટરે એાછા હતા તે રોગે પણ ઓછા હતા, અત્યારે ડૉકટરો વધ્યા છે તો રોગો પણ વધ્યા છે. ડૉકટરે અને વકીલો કાંઈ ઓછા થયા નથી પણ વધ્યા છે તેમ છતાં રોગો અને ઝગડાઓ ઘટવાને બદલે વધવા જ પામ્યા છે. આવી દશામાં ડોકટરની દવાથી રોગ નષ્ટ થઈ જાય છે એમ કેમ કહી શકાય! એ લોકો સાચી દવા તે ભૂલી ગયા છે અને વ્યાવહારિક ભયને કારણે બેટી દવાને ઉપયોગ કરતાં શીખ્યા છે. ખાન-પાન ઉપર અંકુશ રાખ એ વ્યાવહારિક સારી દવા છે. ક્યા સમયે કેવું ખાવું-પીવું જોઈએ તેને ખ્યાલ રાખવો જોઈએ.