________________
વદી ૮ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૪૧
લેકે આ શરીરને પિતાનું માને છે તેઓ પણ પિતાની શક્તિને અજમાવી લે અને જ્યારે તેઓ કાંઈ કરી ન શકે ત્યાર બાદ જ મારે કાંઈ કરવું તે ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી, આત્માની અનાથતા દૂર કરવાની ભાવના હોવા છતાં પણ હું ચૂપ રહ્યો. મારી વેદનાને દૂર કરવા માટે વૈદકશાસ્ત્રના પારંગત વિદ્યાચાર્યોએ અનેક ઉપચારો કર્યો પણ મારો રોગ શાન્ત થયે નહિ, એવી મારી અનાથતા હતી.”
આ સાંભળી રાજા કહેવા લાગ્યો કે, “આપને એ અસાધ્ય રોગ થયા હતા! આજે તે આપ સ્વસ્થ જણાઓ છો એ ઉપરથી તમારો રોગ એવો અસાધ્ય તે નહિ હોય એ સ્પષ્ટ જણાય છે. આમ હોવા છતાં તમારો રોગ શાન્ત કેમ ન થયો ! શું ખામી હતી કે રોગ શાન્ત ન થયો ?”
અનાથી મુનિએ જવાબ આપ્યો કે, “હે રાજન! તે વૈદ્યો તેિજ અનાથ હતા. જે પોતે જ અનાથ છે તે બીજાને સનાથ કેમ બનાવી શકે? હું અનાથ હતો અને તેઓ પણ અનાથ હતા. બન્નેની અનાથાવસ્થામાં રોગ કેમ મટી શકે !”
ઘણા લોકો કહે છે કે, પૅટરની દવા કરવાથી રોગ શાન્ત થઈ જાય છે. સારા ડોકટર મળે તે રોગ અવશ્ય શાન્ત થઈ જાય છે; પણ ડોકટર પિતે સનાથ છે કે અનાથ ? શું ફેંકટરને કોઈ રોગ થતો નથી ! જો તેઓ સનાથ હોય તે પછી તેમને રોગ જ કેમ થાય? તમે કહેશે કે, વેંકટરને પણ રેગ તો થાય છે એ વાત સાચી પણ ડોકટરની દવા લેવાથી રોગ દૂર થતું ન હોય તે લોકો ડોક્ટરની પાસે જાય જ શા માટે? જેમને રોગ ડોકટરની દવાથી શાંત થતું નથી તેમને માટે ડૉકટર ભલે નાથ ન હોય પણ જેમને રોગ ડેક્ટરની દવાથી શાન્ત થઈ જાય છે તેમને માટે તો કેંટર નાથ છે જ. - કેટલાક લોકો આ પ્રમાણે કહે છે પણ અનાથી મુનિ કહે છે કે, “હે રાજન !
ના ઉપચારથી મારે રાગ શાન્ત થયે નહિ એ પણ સારું જ થયું. જે તેમના ઉપચાર થી મારો રોગ શાન્ત થઈ ગયો હોત તો હું તેમને જ મારા નાથ માની બેસત ! વાસ્તવમાં તેઓ પોતે પણ સનાથ નથી પણ અનાથ છે, તેમ છતાં તેમને હું મારા નાથ માની બેસત ! એટલા માટે મારે રોગ એ વૈદ્યોના ઉપચારથી શાન્ત થયે નહિ એ સારું જ થયું !”
શાસ્ત્ર કહે છે કે, રાગ એકાતિક અને આત્યંતિક એમ બે પ્રકારે મટે છે. એક તે જે રોગ મટે તે રોગ ફરીવાર ન થાય તે એકાન્તિક રોગનું મટવું છે અને રોગ માત્ર સદાને માટે મટી જાય, ફરી રોગ પેદા જ થાય નહિ તે આત્યંતિક રોગનું મટવું છે. શું એ કોઈ ડૉકટર છે કે રોગને સદાને માટે મટાડી આપે ? જે નથી તે પછી તે ડૉકટરને સનાથ કેમ કહી શકાય ? તમે કહેશે કે, કટર જે રોગને મટાડતું નથી તો પછી લોકો ડૉકટરની પાસે શા માટે જાય છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, વર્ના માનમાં ર્ડોકટરે રોગને દબાવી દે છે અથવા શાતા–વેદનીય કર્મના ઉદયથી રોગ દબાઈ જાય છે. બસ, આ કારણથી લોક વેંકટરે રોગને મટાડી દીધે એમ માનવા લાગે છે, અને આ પ્રમાણે લકો ડૉકટરના ગુલામ બની ર્ડોકટરને પોતાને નાથ માનવા લાગે છે.
જે નિર્બળ હોય છે તેજ બીમાર થાય છે; સબળ માણસ બીમાર થતો નથી. ચા૩૧