________________
શુદી ૫]
રાજકાટ-ચાતુર્માસ
[ ૧૪૯
તેમને મેાટી પદવી આપી તેમનું સન્માન કરતા હતા. શાસ્ત્રમાં કહ્યું છે કે, પુત્રજન્મની વધાઇ આપનાર દાસીનું રાજાએ પેાતાના હાથે મસ્તક ધાયું અને તેને દાસીત્વથી મુક્ત કરી. જે રાજાએ હાય છે તેએ તે આ પ્રમાણે પુત્રને જન્મેાસવ ઊજવતા પણ જેએ ધનવાના હતાં તેએ ગરીબેને દાન આપી કે તેમની આિિવકાની પૂર્તિ કરી પુત્રને જન્માત્સવ ઊજવતા. આજની માફક પહેલાનાં લોકો વ્યર્થ ખર્ચ કરતા ન હતા.
પુત્રના જન્મ થવાથી જિનદાસ શેઠને ત્યાં અને આખા નગરમાં ઘેર ઘેર ઉત્સવ થવા લાગ્યા. જિનદાસ નગરશેઠ હતા એટલે નગરમાં તેનું બહુ માન હતું. રાજા પણ નગરશેઠની વાતને માનતા હતા. સાંભળ્યું છે કે, ઉદયપુરના રાણા જેવા પણ નગરશેઠની સ્વીકૃતિ વિના કાંઇ કરતા નહિ ! નગરશેઠ, રાજા અને પ્રજા વચ્ચેને પ્રતિનિધિ પુરુષ ગણાય છે. રાજા દ્વારા પ્રજાને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય અને પ્રજાદ્વારા રાજ્યના નિયમેાનું ઉલ્લંધન પણ ન થાય એ વાતની જવાબદારી નગરશેઠ ઉપર રહે છે. જિનદાસ પણ નગરશેઠ હતા. એટલા માટે તેમને ત્યાં પુત્રને જન્મ થવાથી નગરમાં ઘેર ઘેર ઉત્સવ મનાવવા લાગ્યા. જેમના જન્મથી ખીજાને પણ સુખ પહોંચે એ જ વ્યક્તિ પુણ્યવાન મનાય છે, પણ આજે તે જેમને ત્યાં વાડી-ઘેાડી–ગાડી અને લાડી હેાય છે તે જ પુણ્યવાન મનાય છે, પણ વાસ્તવમાં પુણ્યવાન તે તે જ છે કે જેમની દ્વારા વધારેમાં વધારે લેાકેાને આનંદ મળે અને બધા લેાકેા તેના તરફ પ્રેમની દૃષ્ટિએ જુએ. આખી ગાડી લાકડાંની ભરી હાય અને તેમાં કેવળ ચંદનની એક જ લાકડી હોય તોપણ ચંદનની એક જ લાકડીનું મહત્ત્વ ગણાય છે. આ જ પ્રમાણે ભલે કોઈ ધનવાનની પાસે ધણું ધન હોય પણ જો તે ધનવાન પોતાના સત્કાર્યની સુવાસદ્વારા લેાકેાના પ્રેમપાત્ર અને નહિ તે તે પુણ્યવાન મનાતા નથી. પણ જો પેાતાની પાસે થાડું જ ધન હાય પણ તે જનસેવા દ્વારા લેાકાના પ્રેમપાત્ર બન્યા છે તો તે પુણ્યવાન મનાય છે.
જિનદાસ શેઠને ત્યાં પુત્રનેા જન્મ થયા છે. એ શુભ ખબર શહેરમાં ફેલાતાં જ બધાં નગરજને પ્રસન્ન થયા અને ઉત્સવ મનાવવા લાગ્યા. રાજાએ પણ સાંભળ્યું કે, શેઠને ત્યાં પુત્રને જન્મ થયા છે એટલે રાજા પણ બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, શેઠની સહાયતા વિના મારું રાજ્ય ચાલી શકતું નથી. શેઠને ત્યાં પુત્રને જન્મ થવાથી મારા રાજ્યને અને મને પણ લાભ થયા છે. આ પ્રમાણે કહી રાજાએ પણ નગરશેઠના પુત્રના જન્માત્સવ ઊજવ્યા. તેમણે શેઠને વધાઈ માકલી અને નગરશેઠના પુત્રના જન્મના ઉપલક્ષ્યમાં કેદીએને મુક્ત કર્યાં, કેટલાંક કરેા માફ કર્યો અને રાજ્યના કાયદાઓમાં પણ સુધારા કર્યાં. કહેવત છે કે એક પુણ્યવાન વ્યક્તિના જન્મ થવાથી ન જાણે કેટલાય લેાકેાને સુખ પહેાંચે છે, અને એક પાપી વ્યક્તિના જન્મ થવાથી ન જાણે કેટલાય લોકોને દુ:ખ પહોંચે છે ! પુત્રના જન્મોત્સવ આખા નગરમાં ઊજવાયા, પુત્રના જન્મથી અને તેના દર્શનથી નગરમાં દરેક પ્રકારના આનંદ મ`ગલ વર્તાઇ રહ્યો હતા એટલે શેઠે તે બાળકનું નામ સુદર્શન પાડયું. જિનદાસ નગરશેŁ હતા એટલે તેને પુત્ર બધાને પ્રિય લાગતા હતા. તે જ પ્રમાણે તમે પણ પરમાત્માના પુત્ર છે. તો પરમિપતા પરમાત્માને શાલે નિહ એવાં કામે કરા હિ અને જે કામેાથી પરમાત્માને પ્રકાશ વધે તેવાં કામેા કરેા તા કલ્યાણુ જ છે,