________________
૧૪૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ દંડ આવે છે એમ જેઓ કહે છે એ વાત સત્યથી કેટલી વેગળી છે એ સમજી શકાય એમ છે ! શાસ્ત્ર તે એમ કહેતું નથી.
ધનવાને ધનને દુરુપયોગ કરી ગરીબને માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી દે છે. જેમકે ધનવાને વિવાહ-લગ્ન આદિમાં હજાર રૂપિયાનો ખર્ચ કરે છે એટલે ગરીબોને પણ દેખાદેખી કરી તેમની પાછળ ખર્ચમાં ઘસડાવું પડે છે અને પરિણામે પિતાનાં રહેવાનાં મકાનો પણ વેચી નાંખવા પડે છે! આ જ પ્રમાણે ધનવાને પોતાની સ્ત્રીઓને પ્રસવ માટે પ્રસૂતિગૃહમાં એકલે છે એટલે ગરીબ પણ દેખાદેખી કરી પોતાની સ્ત્રીઓને પ્રસૂતિગૃહમાં મોકલે છે. પરિણામે ગરીબ લોકો પ્રસવક્રિયાનું જ્ઞાન ભૂલી રહ્યા છે. એનું એક કારણ એ પણ છે કે, જેમ પ્રસૂતા સ્ત્રીને પાણી દેવામાં પણ પાપ મનાવવા લાગ્યું તેમ પ્રસૂતા સ્ત્રીની પાસે જવામાં પણ પાપ મનાવવા લાગ્યું; જ્યારે આ પ્રમાણે પાપના નામે પ્રસવક્રિયા તરફ ઉપેક્ષા થવા લાગી એટલે યુરોપ-અમેરિકાની નર્સોએ એ મહત્વનું કામ પિતાના હાથમાં ધર્યું. હવે તે તેઓને જેમ સારું લાગે તે જ રીતિએ પિતાનું કામ કરશે. તમે કહેશો કે તેઓ તે શરાબ પીવડાવે છે તે પણ તેઓ તે પિતાની ઢબે જ કામ કરશે. જ્યારે પરતંત્ર દશા આવે છે ત્યારે પરતંત્રમાં એમ જ ચાલે છે.
શાસ્ત્રમાં તે ગર્ભથી લઈ જન્મ સુધીની બધી ક્રિયા મેઘકુમારના અધ્યયનમાં બતાવવામાં આવી છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પ્રસવ સંબંધી ક્રિયા માતાપિતા બંનેએ જાણવી જોઈએ. જે કોઈ પુરુષ એ ક્રિયાને જાણતા નથી તે તેણે વિચારવું જોઈએ કે, જ્યાં સુધી હું એ ક્રિયાને જાણતા નથી ત્યાં સુધી મારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, મને વિવાહ કરવાનો અધિકાર નથી. જયારે એ ક્રિયા જાણું લઈશ ત્યારે વિવાહ કરીશ. શાસ્ત્રમાં બાળકના જન્મ વખતે એ પાઠ આવે છે કે –
“મારે આજે વાર ' અર્થાત–આનંદપૂર્વક બાળકને જન્મ આપ્યો. બાળકને જન્મ પણ આનંદપૂર્વક થયે અને માતા પણ કુશલ રહી. જ્યારે પ્રસવક્રિયા સંબંધી જ્ઞાન હોય અને ગર્ભાવસ્થામાં નિયમોપનિયમોનું બરાબર પાલન કરવામાં આવે ત્યારે જે માતા બાળકને સુખપૂર્વક જન્મ આપી શકે છે. - શેઠને ઘેર સુખપૂર્વક બાળકનો જન્મ થયો. શેઠે બાળકને જન્મસવ પણ ઊજવ્યો. આજે ઉત્સવ જુદી રીતે ઊજવવામાં આવે છે પણ પહેલાં જુદી રીતે ઊજવવામાં આવતા હતે ! પહેલાં ઉત્સવમાં આજની માફક ધનને દુરુપયોગ કરવામાં આવતો નહિ પણ ગરીબોની સહાયતા કરવા માટે પૈસાને સદુપયોગ કરી ઉત્સવને સાર્થક કરવામાં આવતા હતા ! સ્વધર્મી ગરીબ ભાઈ બહેનોને સહાયતા પહોંચાડવી એ સહધર્મીવાત્સલ્ય છે. આજે તે એક ટંક ભોજન જમાડી સહધર્મી વાત્સલ્ય કરવામાં આવે છે પણ એક ટંક ભોજન કરાવવું એમાં કાંઈ સહધર્મી-વાત્સલ્ય નથી. સહધર્મી વાત્સલ્ય તે પિતાના સહધર્મની ઉચિત સહાયતા કરવામાં છે. સહધર્મીની સહાયતા અનેક પ્રકારે કરી શકાય છે પણ એમાં પણ વિવેકની જરૂર રહે છે.
પહેલાંના લોકો પુત્રને જન્મોત્સવ આજની માફક ઊજવતા ન હતા, પણ તેઓ પુત્રના જન્મોત્સવ વખતે કેદીઓને મુક્ત કરાવતા હતા કે જેઓ નાની પાયરીએ હાય