________________
શુદી ૧૦ ]
રાજકાટ-ચાતુર્માસ
[૧૫૯
લોકો કહે છે કે, જૈનશાસ્ત્રોદ્વારા લેાકેાના ઉપકાર નહિ પણ અપકાર થયા છે, પણ આ શાસ્રને સમજનાર અને સમજાવનાર બન્નેની ભૂલ છે. જૈનશાસ્ત્ર લૌકિક અને લાકાત્તર દરેક પ્રકારના સુધાર બતાવે છે, પણ ઉપર જે કાંઈ કહેવામાં આવ્યું છે તે તે કેવળ સુધારની ભૂમિકા છે. સાચા સુધાર તેા આગળ થવાના છે.
સુદન આઠ વરસના થયા, તેનું સુંદર શરીર અને સરળ સ્વભાવ જોઈ બધા લેાકેા પ્રસન્ન થવા લાગ્યા અને આ આપણી આશાને સફળ કરશે એમ કહેવા લાગ્યા. બાળકનાં લક્ષણ પારણામાંથી પરખાય છે, એ નીતિ પ્રમાણે સુદર્શનનેા સરળ સ્વભાવ અને તેનાં સંકારા જોઈ આ ખાળક કેવા ભાગ્યવાન થશે ! એમ સા કાઇ કહેતું.
પુત્ર તેા તમે પણ ચાહતા હશે। ! પણ સંસ્કારી પુત્રની પ્રાપ્તિ માટે તમારે પણ સંસ્કારી બનવું પડશે ! પુત્ર એવા સંસ્કારી હોવા જોઈએ કે જેથી દેશ, સમાજ અને ધનું રક્ષણ થાય! જો તમે પોતે સંસ્કારી બની તમારા પુત્રમાં ધર્મનાં સંસ્કારે અત્યારથી પાડવાને પ્રયત્ન કરશો તો તેમાં તમારું પણ કલ્યાણ છે અને તમારા બાળકનું પશુ કલ્યાણ છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ શુદી ૧૦ મગળવાર
પ્રાથના
પ્રણમ્' ‘વાસુપૂજ્ય’ જિન નાયક, સદા સહાયક તૂ મેરે;
વિષમ વાટ ઘાટ ભય થાનક, પરમાશ્રય સરણા તેરા—પ્રસ્’૦ ।। ૧ ।
શ્રી વાસુપૂજ્ય ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાથનાના વિષય ધણેા વિશાળ છે. કાઇ કહે છે કે, “ અમે પ્રાર્થના કરવા તા ચાહિએ છીએ પણ પ્રાર્થનાના વિષય વિશાળ હાવાથી પ્રાર્થના અમારી સમજણમાં આવતી નથી ! આવી દશામાં અમે કેવી રીતે પ્રાર્થના કરીએ ? પણ જે, પ્રાર્થનાને પેાતાની માને છે, તેના હૃદયમાં એવા વિચાર જ આવતા નથી. જેમ કે, તમારા હાથમાં એક વીંટી છે અને તેમાં એક રત્ન જડેલું છે. એ રનની કીંમત કેટલી છે તે તમે જાણતા નથી, પણ તમને કાઇ ઝવેરી એમ કહે કે, તમને આ રત્ન ક્યાંથી મળ્યું ? એ તે બહુ અમૂલ્ય છે. ઝવેરીનું આ કથન સાંભળી તમને પ્રસન્નતા થશે કે દુઃખ ? તમને પ્રસન્નતા જ થશે અને એ પ્રસન્નતાનું કારણ તમે એ અમૂલ્ય રત્નને તમારું પેાતાનું માના છે! એ છે. જો રત્નને તમારું માનતા ન હેાત તેા, તમને પ્રસન્નતા કદાચ જ થાત. પણ રત્નને તમે તમારું માને છે એ કારણે જ તમને ઝવેરીનું કથન સાંભળી પ્રસન્નતા થશે.
તમે જો કે રત્નની કીંમત કેટલી છે તે જાણતા નથી પણ ઝવેરી એ રત્નની કીંમત આંકે છે. એટલું તે જાણા જ ! ! આ જ પ્રમાણે પ્રાથનામાં રહેલાં વિશાળ તત્ત્વાને