________________
૧૫૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
બાળકને ચાલતાં શીખડાવતી વખતે માતાએ પણ ધીમે ચાલવું પડે છે. બાળક જેમ ડગલીઓ ભરે છે તેમ માતા પણ ધીમે ધીમે તેની સાથે ચાલે છે. આ પ્રમાણે ચલનક્રિયા અને પિષણક્રિયા ઉપર ધ્યાન આપવામાં આવે તે બાળકના શરીરને અને તેની શક્તિને ઘણે વિકાસ થઈ શકે !
કહેવાનો આશય એ છે કે, સુદર્શન બાળકના શરીર વિકાસ માટે પાંચ ધાત્રીઓ રાખવામાં આવી હતી. તેઓ સુદર્શન બાળકની શક્તિને અને તેના શરીરને કેવી રીતે વિકાસ થાય તે માટે ખાસ ધ્યાન રાખતી હતી. આ જ પ્રમાણે જ્ઞાનીજને પણ બાળછે તત્ત્વજ્ઞાનને કેમ સમજી શકે, તેમને વિકાસ કેમ થાય એ માટે ખાસ ધ્યાન રાખે છે. જે પ્રમાણે બાળકો માતાની ચાલે ચાલી શકતા નથી, તેમ બાળજીવો પણ જ્ઞાનીઓને તવને બરાબર સમજી શકતા નથી. એટલા માટે જ્ઞાનીજનોએ બાળજી પણ તત્વજ્ઞાનને સમજી શકે એ પ્રયત્ન કર્યો છે. એ તેમની કરુણા છે.
ભગવાન તીર્થકરમાં મેરુ પર્વતને ડોલાવવાની શક્તિ હોય છે, અને તેઓ કેવળ અંગૂઠાથી મેરુ પર્વતને ડોલાવી પણ શકે છે. તે પણ જ્યારે તેઓ બાળક હોય છે ત્યારે તેમનું પાલન-પોષણ પાંચ ધાત્રીઓ દ્વારા થાય છે. તેઓ કહે છે કે, અમારે આ બાલ અવસ્થામાં બાળકને યોગ્ય કામ કરવાં છે અને એ પ્રમાણે જગતને શિક્ષા આપવી છે. તેઓ ઊતાવળા હોતા નથી. તેમનામાં શક્તિ હોવા છતાં, શકિતને ગોપવી રાખે છે, પણ ઊતાવળા થઈ અવસ્થાની વિરુદ્ધ જતા નથી. આ ઉપરથી તમે પણ અવસ્થાને વિચાર કરે અને ઊતાવળા ન બને. આજે તમારી ઊતાવળથી બાળક ઉપર ભણવાને બોજો કેટલો બધો વધી ગયો છે, જે બાળકોને માટે અસહ્ય છે; પણ તમે તો એમ ચાહે છે કે, કોઈ પણ હિસાબે અમારો છોકરો જલ્દી ભણી જાય તે અમને સહાયક નીવડે ! પણ તમારી એ ઊતાવળથી તમારા બાળકને વિકાસ કેટલો બધે અધૂરો રહે છે, તેની કેટલી બધી શરીરની હાનિ થાય છે અને તેનું ચારિત્ર કેટલું બધું શિથિલ થઈ જાય છે તેને તમે વિચાર કરતા નથી.
સુદર્શનના જીવનવિકાસ માટે પાંચ ધાત્રીઓ સિવાય અઢાર દેશની દાસીઓ પણ રાખવામાં આવી હતી. આ ઉપરથી પ્રશ્ન એ થાય છે કે, શું એક દેશની ૧૮ દાસીઓથી કામ ચાલી શકતું નહિ હોય કે અઢાર દેશની દાસીઓ રાખવામાં આવી હતી ? જુદા જુદા અઢાર દેશની દાસીઓ રાખવામાં પણ રહસ્ય રહેલું છે. પ્રત્યેક દેશની દાસી પિતપિતાના દેશના રીતરિવાજ અને પિતાના દેશની ભાષા બાળકને રમતગમ્મતમાં જ શીખડાવી દેતી, કે જેથી બાળક રમતાં રમતાં જુદા જુદા દેશની ભાષા શીખી લેતે પછી તેને જુદી જુદી ભાષા શીખવા માટે પુસ્તક ભણવા પડતાં નહિ ! આ પ્રમાણે આઠ વરસની ઉમર થતાં સુધીમાં તે બાળક અનેક વાતોથી પરિચિત થઈ જતું, અને પછી આઠ વરસથી વધારે ઉંમર થતાં તે આગળ ભણવા માટે પાઠશાળામાં જ.
સુદર્શન પાંચ ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીઓના સંરક્ષણ નીચે શરીરનો વિકાસ કરતે વૃદ્ધિ પામવા લાગ્યા. આ પ્રમાણે સુદર્શનના જીવનસુધારની ભૂમિકા તૈયાર થવા લાગી.