________________
શુદી ૭]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૫૭
કદાચ કોઈ કહે કે, દૂધ પણ પશુનું અંગ છે અને માંસ પણ પશુનું અંગ છે તે પછી માંસ ખાવામાં શું વાંધો છે ? તે આનો ઉત્તર એ છે કે દૂધ અને માંસ બને પશુઓનાં અંગ હોવા છતાં પણ બનેમાં બહુ અંતર રહેલું છે. દૂધ તે બાળક પણ પીએ છે અને માતા તેને પ્રેમથી દૂધ પીવડાવે છે. દૂધ પીવડાવવામાં માતાને કઈ પ્રકારનું કષ્ટ થતું નથી, પણ જે કઈ બાળક દૂધ પીતાં પીતાં માતાનું સ્તન કરડી ખાવા લાગે તો માતા તેને થપાટ પણ મારી દે છે. માતા આમ શા માટે કરે છે? એટલા માટે કે તે વખતે તેને કોધ આવી જાય છે, તેને કષ્ટ થાય છે અને કંધમાં બાળકને થપાટ પણ મારી દે છે; કારણ કે સ્તનને કરડી ખાવાથી બાળકને દૂધદ્વારા પિષણ પણ મળતું નથી અને માતાને કષ્ટ થાય છે. આ પ્રમાણે જે સ્તનમાંથી દૂધ પીવા મળે છે એ સ્તનને કરડી ખાનારને હરામખોર માનવામાં આવે છે. જે માતાના સ્તનને કરડી ખાય છે તે કે નીચ કહેવાય !
આ પ્રમાણે દૂધ પ્રેમથી આવે છે અને માંસ ક્રોધથી આવે છે. જ્યારે માતાના સ્તનને કરડી ખાવાથી માતાને પિતાના બાળક ઉપર ક્રોધ આવે છે ત્યારે જે પશુને માંસ માટે કાપવામાં આવે છે તે પશુઓને શું કોધ આવતો નહિ હોય ! તેને પણ ઘણો ક્રોધ આવે છે અને તેના ક્રોધના પરમાણું માંસમાં પણ આવી જાય છે. પરિણામે માંસ ખાવાથી મનુષ્યમાં શેતાનીયત આવી જાય છે !
પાંચેય ધાત્રીઓનું કામ જુદું જુદું હોવાથી બાળકને વિકાસ કરવામાં દરેક ધાત્રી બરાબર ધ્યાન આપી શકે છે. એક ધાત્રી દૂધ પીવડાવે છે, બીજી ધાત્રી બાળકને ખોળામાં રમાડે છે. જે પ્રમાણે વૃક્ષને છોડ જે ભૂમિમાં રોપવામાં આવે તેવું વૃક્ષ ઊગે છે, તે જ પ્રમાણે બાળક જેના ખોળામાં રમે છે તેનાં સંસ્કારો બાળકમાં પણ ઊતરે છે. ત્રીજી ધાત્રી બાળકને નવડાવે–દેવડાવે છે અને ચોથી ધાત્રી શરીરને શણગારે છે. બાળકનાં આંખ, કાન-નાક વગેરે અંગેને કેવી રીતે સાફ રાખવા અને તેને વિકાસ કેવી રીતે કરે એમાં પણ વિવેકની ખાસ જરૂર રહે છે. પાંચમી ધાત્રી બાળકને રમકડે રમાડે છે.
બાળક ઉપર રમકડાંઓનાં પણ સંસ્કાર પડે છે. એક જગ્યાએ જોયું છે કે, એક બાઈ એક રબરના છોકરાને ખોળામાં લઈ બાળકની માફક પ્યાર કરતી હતી. તે પુતળું ભૂરા રંગનું હતું. એ ઉપરથી એમ જણાય છે કે લોકોને ભૂરા રંગનું કે સફેદ બાળક પસંદ પડે છે! કાળું બાળક કોઈને પસંદ નથી. આ પ્રમાણે આજે વિદેશી રમકડાઓદ્વારા બાળકને રમાડવામાં આવે છે પણ વાસ્તવમાં રમકડાંઓમાં પણ બાળક ઉપર સંસ્કારો પડે છે! આ વિદેશી રમકડાંથી કેટલી હાનિ થાય છે એ કહી શકાય નહિ. રમકડાંઓદ્વારા બાળકના શરીરને વિકાસ પણ સાધી શકાય છે. માતા કે ધાત્રી બાળકને રમકડાંઓ વડે રમાડે છે. જ્યારે બાળક રમકડાને પકડવા જરા ચાલે છે, ત્યાં માતા રમકડાંને જરા આગળ ખસેડી લે છે. આ પ્રમાણે કરવાથી બાળક ચાલતાં પણ શીખે છે અને તેના શરીરને વિકાસ પણ થાય છે. બાળકની શક્તિને અને શરીરને વિકાસ થાય એ માટે રમકડાઓની સહાયતા લેવામાં આવે છે !