________________
૧૫૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
માનીને જ મુનિને ભરજુવાનીમાં ભોગોને ઉપભોગ કરવાને બદલે સંયમ શા માટે ધારણ કર્યો ? એ પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નનો ઉત્તર મુનિ શું આપે છે તેને વિચાર યથા વસરે હવે પછી કરવામાં આવશે.
સુદર્શન ચરિત્ર-૧૬
પંચ ધાય હુલાવે લાલ, પાલે વિવિધ પ્રકાર
ચકલા સમ બઠે કુંવરજી, સુંદર અતિ સુકમારો ધન ૧૫ આ એક પુણ્યવાનની કથા છે. લોકે પિતાને પુણ્યવાન કહેડાવવામાં પિતાનું મહત્વ માને છે, પણ વાસ્તવમાં પુણ્યવાન કોણ અને કેવી રીતે બને છે એ વાત આ ચરિત્ર ઉપરથી જુઓ. નવકાર મંત્રની થેડા મહિમાથી સુભગ સુદર્શન તરીકે શેઠને ત્યાં જન્મે. આજે તો અનેક લોકોને બાળક જન્મવાથી દુઃખ થાય છે, પોતાને એક કષ્ટ વધ્યું છે એમ માને છે, અને એ કષ્ટમાંથી બચવા માટે સંતતિનિગ્રહના કૃત્રિમ ઉપાયને ઉપમા કરે છે, પણ એ પુણ્યની ન્યૂનતાનું કારણ છે. જે બાળકોને પાળવા-પોષવાની શક્તિ ન હોય તે બ્રહ્મચર્યનું પાલન કરી દૈવી ગુણ પ્રાપ્ત કરવાં જોઈએ ! પણ જ્યારે બ્રહ્મચર્ય પાળી શકાતું નથી ત્યારે એવાં નિશ્વિત ઉપાય દ્વારા સંતતિને નિરોધ કરવામાં આવે છે, એ ઠીક નથી.
- જિનદાસ શેઠે સુદર્શનના પાલન-પોષણ-સંરક્ષણ માટે પાંચ ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીઓ રાખી. પાંચ ધાત્રીઓ ઘરમાં અને ૧૮ દેશની દાસીઓ બહાર સુદર્શનનું સંરક્ષણ કરતી હતી.
એક બાળકની રક્ષા માટે પાંચ ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીઓ રાખવાની શી જરૂર છે ? એ પ્રશ્ન થઈ શકે છે. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પાંચ ધાત્રીઓને હસ્તક પાંચ કામો સોંપવામાં આવતાં હતાં. એક ધાત્રી દૂધ પીવડાવતી, બીજી સ્નાનાદિ કરાવતી, ત્રીજી શરીરને શણગારતી, ચોથી ખળામાં રમાડતી અને પાંચમી રમકડે રમાડતી અને આંગળી ઝાલી ચલાવવાનું શીખડાવતી. આ બધાં કામો તે એક જ ધાત્રી કરી શકે, તે પછી પાંચ ધાત્રીઓને રાખવાની શી જરૂર છે એવો પ્રશ્ન થાય છે. આ પ્રશ્નને ઉત્તર એ છે કે, જુદી જુદી ધાત્રીઓને જુદું જુદું કામ સોંપવામાં આવે તો બાળકોને વિકાસ વધારે થઈ શકે છે. જે કોઈ ને એવી જોગવાઈ ન હોય તે તે વાત જુદી છે ! પણ જોગવાઈ હોય તે જુદી જુદી ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીઓ દ્વારા બાળકને વિકાસ શા માટે સાધવામાં ન આવે ! દૂધ પાનારી ધાત્રી કેવી હોય એ પણ વિચારણીય વાત છે. કદાચ કોઈ કહે કે માતા શું દૂધ ન પીવડાવે કે તે માટે જુદી ધાત્રી રાખવામાં આવે ! આને ઉત્તર એ છે કે, જે માતા બાળકને દૂધ પીવડાવે છે તે પણ ધાત્રી છે. સ્ત્રીના દૂધમાં પશુના દૂધ કરતાં વધારે વિશેષતા હોય છે. કહેવત છે કે, જેવો આહાર હોય છે તે જ ઉદ્દગાર હોય છે. એટલા માટે બાળકને કેવું દુધ પીવું જોઈએ એ પણ . વિચારવું જોઈએ.