________________
શુદી ૭]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૫૫
એમ કહી શકાય નહિ! ભોગ ભોગવવાથી પાશવક જીવન ઉન્નત બને છે પણ માનવી જીવન કે મનુષ્ય શરીરને સદુપયોગ થતો નથી. પશુઓની અપેક્ષાએ વિશેષ ભેગે ભોગવવાને કારણે જ કોઈને મનુષ્ય માનો એ ઠીક નથી. ભેગોને ઉપભેગ કરો એ કાંઈ કોઈ વિશેષતાનું કામ નથી. એ તે પશુ પણ કરે છે. કહ્યું છે કે –
आहारनिद्राभयमैथुनं च, सामान्यमेतत्पशुभिर्नराणाम् । ધ દિશામયિક , ધર્મળ દીના પશુમિઃ રમાનાઃ | –હિતોપદેશ
જ્ઞાનીજને કહે છે કે, તમે જે કામોદ્વાર મનુષ્યજીવનને સદુપયોગ થયો માને છે અને જે ભોગેને ઉપભોગ કરવાથી મનુષ્યજન્મને સાર્થક થએલું સમજે છો તે કામ અને તે ભેગે શું પશુઓ આચરી શકતા નથી ! તમે ભલે ઉત્તમ ખાન-પાન ખાતાપીતા હે પણ એ ઉત્તમ ખાન-પાન પશુઓની સામે મૂકે તે શું તેઓ ખાશે–પીશે નહિ? એ વાત જુદી છે કે, પશુઓને એવું મળતું નથી અને ન મળવાને કારણે તેવું ખાતાં પીતાં નથી, પણ જે મળે તે શું તેઓ નહિ ખાય? ખાવાનું ન મળવાથી કેટલાક મનુષ્ય એવું ખાય છે કે તેવું પશુઓ પણ ખાતા નથી. આ પ્રમાણે ન મળવાથી પશુઓ સારું ખાવાનું ખાઈ ન શકે એ વાત જુદી છે, પણ જે મળે તે મનુષ્ય જેને પિતાનું ઉત્તમ ભોજન માને છે અને જે ખાઈને પિતાનું મનુષ્ય જીવન સાર્થક માને છે તે ભજન શું પશુ ન ખાય ? તમે રેશમી કે જરીનાં કપડાં તથા આભૂષણો પહેરો છો તો પશુઓને એવાં વસ્ત્રાભૂષણો પહેરાવવામાં આવે તે શું તેઓ પહેરી ન શકે? તમે મહેલમાં રહે છે અને ગાડીડામાં ફરે છે તેમ પશુઓને મહેલમાં રહેવા અને ગાડી ઘોડામાં બેસવા દેવામાં આવે તે પશુઓ મહેલમાં રહી કે ગાડીડામાં બેસી ન શકે ? સાંભળ્યું છે કે, કોઈ લોર્ડ પોતાના કુતરા-કુતરીને વિવાહ કર્યો હતો અને તેમાં લાખો રૂપિયાનો ખોટો ખર્ચ કર્યો હતો; પણ શું એથી કાંઈ કુતરે મનુષ્ય કહી શકાશે ? જે નહિ તો પછી તમે ભેગોને ઉપભોગ કરવામાં જ મનુષ્ય જન્મને સાર્થક કેમ માની શકે છે ? તમે જેમ ખાઈ-પી શકે છે તેમ પશુ પણ ખાઈ-પી શકે છે, અને તમારી જ માફક તે પણ ભોગોને ઉપભોગ કરી શકે છે, તે પછી તમારામાં અને તેમાં અંતર શું રહ્યું ? આ પ્રમાણે ભેગ ભેગવવાને કારણે જ મનુષ્ય જન્મ સાર્થક છે એમ કહી શકાય નહિ, પણ મનુષ્યમાં જે ધર્મ હોય તો જ તેનામાં પશુ કરતાં વિશેષતા છે અને તેમાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. -
'धर्मो हि तेषामधिको विशेषो, धर्मेण हीनाः पशुभिः समानाः ।'
પશુઓને જે ધર્મ કરવાનું કહેવામાં આવે તે તે ધર્મ આચરી શકતા નથી. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે ગુણોનું પાલન મનુષ્ય જ કરી શકે છે, પશુ નહિ; એટલા માટે એ સદગુણોનું પાલન કરવાથી જ મનુષ્ય જન્મ સાર્થક થઈ શકે છે. માટે ભગોપભેગમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા માને નહિ પણ અહિંસા-સત્યાદિ સદગુણોનું પાલન કરવામાં જ સાર્થકતા માને. રાજા શ્રેણિકે મનુષ્ય જન્મ ભેગે ભેગવવા માટે જ છે એમ