________________
૧૫૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
થયો છું. જે આ૫ની માફક બધા લોકે યુવાવસ્થામાં સંયમ ધારણ કરે તે તે ગજબ જ થઈ જાય ને? હું બધાને આ પ્રશ્ન કરી શકું નહિ, પણ મારી સામે જેણે યુવાવસ્થામાં સંયમ ધારણ કર્યો હોય તેનું સંયમ લેવાનું કારણ જાણવું એ મારું કર્તવ્ય છે. હું બધી ચેરીઓને તાત્કાલિક રોકી શકતા નથી પણ જે ચોરી મારી સામે થતી હોય તેને રોકવી એ તે મારું કર્તવ્ય જ છે. જો હું મારા કર્તવ્યનું પાલન ન કરું તે પછી હું રાજા કેમ કહેવાઉં? અનુચિત અને અસ્થાનીય કામ રોકવું એ મારું કર્તવ્ય છે. આપે આ અવસ્થામાં સંયમ લીધો છે એ અસ્થાનીય કામ છે. તેમ છતાં આપના એ અસ્થાનીય કામને એકદમ ન રોકતાં, આપની પાસે પહેલાં આ યુવાવસ્થામાં સંયમ લેવાનું કારણ જાણવા ચાહું છું. આપ ભોગ ભોગવવાની અવસ્થામાં બુદ્ધિમાન હોવા છતાં પણ સંયમમાં શા માટે પ્રવૃત્ત થયા અને કામગોથી શા માટે નિવૃત્ત થયા, એનું કારણ હું જાણવા ચાહું છું. જે હું પ્રશ્ન કરવામાં કાંઈ ભૂલ કરતો હોઉં તે મને સમજાવો, નહિં તે મને સંયમ લેવાનું કારણ બતાવે; જે તમે કોઈ કષ્ટને કારણે, કે કોઈને ભમાવવાને કારણે સંયમ લીધે હોય તે તે પણ મને નિઃસંકોચ થઈ જણા, કે જેથી તમારું દુઃખ દૂર કરવામાં સહાયક નીવડી શકે !
રાજાની માફક આજને નવયુવક વર્ગ પણ એવી શંકા કરે છે. એ શંકાના સમાધાન માટે જ જાણે આ અધ્યયન કહેવાયું ન હોય ! એમ લાગે છે. પિતાના મનમાં કોઈ પ્રકારની શંકા હોય છે, જેમ રાજાએ નગ્ન થઈને પ્રશ્ન કર્યો તેમ પ્રશ્ન પૂછવામાં આવે તે શંકાનું સમાધાન પણ થઈ જાય; પણ જ્યારે તેઓ પોતે પંડિતમન્ય બની જાય અને પિતે બધું જાણે છે એમ માની બેસે તે પછી શંકાનું સમાધાન કેમ થઈ શકે ! આજે પિતાને પંડિત માનવાને કારણે તથા શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્ન ન પૂછવાને કારણે જ ખરાબી થવા પામી છે !
આજના યુવકોનું જે કથન છે તે જ કથન રાજા પણ મુનિની સમક્ષ રજુ કરી રહ્યા છે. શાસ્ત્ર ત્રિકાલદર્શી છે અને એટલા જ માટે આજના યુવકોની શંકાનું સમાધાન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે !
આજે પણ ઘણું લોકે સંસારમાં જે કંઈ છે તે બધું ભેગ ભેગવવા માટે જ છે, પણ ધર્મ ભોગ ભોગવવામાં બાધા ઊભી કરી છે એમ માને છે. આ કથનનું શાસ્ત્રમાં સમાધાન કરવામાં આવ્યું છે! શાસ્ત્ર કાંઈ મોઢેથી તે બોલતું નથી એટલે શાસ્ત્રના જાણકારોએ સતર્ક થઈ શાસ્ત્રનું પ્રતિપાદન કરવું જોઈએ ! મારામાં તે એવી શક્તિ નથી કે જ્ઞાનીઓએ કહેલી પ્રત્યેક વાત વિષે કહી શકું, પણ આ સંસાર કાંઈ ભોગપભોગ જ માટે નથી, એ વાત હું મારી બુદ્ધિ અનુસાર કાંઈક કહું છું:
સંસારમાં બે પ્રકારના લોકો છે, એક તે વસ્તુનો સદુપયોગ કરે છે અને બીજા દુરુપયોગ કરે છે. તમને આ મનુષ્ય શરીર મળ્યું છે. કેટલાક આ દુર્લભ મનુષ્ય શરીર મેળવીને એમ વિચારે છે કે, બીજી યોનિઓમાં જે સુખ સામગ્રી મળી શકી ન હતી તે સુખ સામગ્રી અહીં મળી છે, માટે આ શરીરનો ભેગોપભોગમાં ખૂબ ઉપયોગ કરવો જોઈએ! પણ જ્ઞાનીઓ કહે છે કે, ભોગો ભોગવવાથી મનુષ્ય શરીરને સદુપયોગ થયો છે