________________
શુદી ૭ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૫૩
કર્તવ્ય પુરુષોનું નથી શું? જે સદાચારિણી સ્ત્રી હશે તે તે પ્રદક્ષિણા કર્યા બાદ પિતાના પતિ સિવાય પુરુષોને ભાઈ કે પિતાની સમાન માને છે અને આ જ પ્રમાણે જે સદાચારી પુરુષ હોય છે તે પોતાની પત્નીની સિવાય બીજી બધી સ્ત્રીઓને પિતાની માતા કે બહેન સમાન માને છે !
આ લૌકિક વ્યવહારની વાત થઈ. અહીં તે શ્રેણિક રાજાએ મુનિની પ્રદક્ષિણ કરી તેને શો અર્થ છે તે વિચારવાનું છે. મુનિની પ્રદક્ષિણા કરવાને અર્થ મુનિના ગુણોને અપનાવવા એ છે. રાજાએ મુનિના ગુણોની પ્રશંસા તે પહેલાં જ કરી હતી પણ વ્યવહારમાં તેમની પ્રદક્ષિણા કરી તેમના ગુણોનો સ્વીકાર કર્યો અને તેમને પિતાના ગુરુ માન્યા. આ પ્રમાણે તેમના ગુણોને અપનાવી, તે હાથ જોડી બહુ નજદીક નહિ તેમ બહુ દૂર નહિ એ રીતે મુનિની સામે બેઠે. બહુ નજદીક બેસવાથી તે મુનિની આશાતના પણું થઈ જાય, અને બહુ દૂર બેસવાથી વાત પણ બરાબર સંભળાય નહિ, એટલા માટે તે બહુ દૂર નહિ તેમ બહુ નજદીક નહિ એ રીતે બેઠે, સુખાસને બેસી તેણે વિનયપૂર્વક મુનિને પ્રશ્ન કર્યો.
આજે મુનિને પ્રશ્ન કરતી વખતે શું થાય છે ? લાક પ્રશ્ન તે પૂછવા ચાહે છે પણ તેમને વિનય કરવા ચાહતા નથી. પણ વિનય કર્યા વિના પ્રશ્ન પૂછવો એ તે જેમ પપૈયે પિયૂ પિ કરી મેઘને બોલાવે છે, પણ જ્યારે મેઘ વરસે છે ત્યારે પિતાનું મોટું નીચું કરી લે છે, જેથી પાણી મોઢામાં ન પડતાં નીચે પડી જાય છે, તેમ વિનય વિના પૂછવામાં આવતા પ્રશ્ન આ પ્રમાણે વ્યર્થ જાય છે. એ પ્રશ્નનો ઉત્તર વિનયના અભાવે ધારણ પણ થઈ શકતો નથી. ગણધરોએ રાજદ્વારા કરવામાં આવેલ વિનયનું વર્ણન કરી પ્રશ્ન કરતી વખતે કે વિનય કર જોઈએ એ બતાવ્યું છે. વિનયપૂર્વક બેસી રાજાએ મુનિને પ્રશ્ન કર્યો કે –
तरुणो सि अज्जो पवईओ, भोगकालम्मि संजया ।
उवडिओ सि सामण्णे, एयमहं सुणेमिता ॥ ८ ॥ રાજા પોતે અનેક કલા-કૌશલ, વિજ્ઞાન-દર્શન આદિ તત્વોના જાણકાર હોવાથી એને લગતા પ્રશ્ન પૂછી શકતા હતા, પણ તેણે એ કોઈ પ્રશ્ન ન પૂછતાં એક સાદે પ્રશ્ન કર્યો. પ્રશ્ન પૂછતાં પહેલાં તેણે મુનિને કહ્યું કે, આપ સ્વીકૃતિ આપો તે હું આપને એક પ્રશ્ન પૂછવા ચાહું છું. જ્યારે મુનિએ કહ્યું કે તમે જે પૂછવા ચાહો તે પૂછી શકે છો ત્યારે તેણે મુનિને કહ્યું કે, હું એ જાણવા ચાહું છું કે, આપે આ ભર જુવાનીમાં દીક્ષા કેમ લીધી? આ જુવાનીમાં તે ભેગોને ઉપભેગ કરવો સારે લાગે છે, તે પછી આવી યુવાવસ્થામાં આપ વિરક્ત થઈ ચારિત્રનું પાલન કરવા કેમ નીકળ્યા છે ! આપની યુવાવસ્થા તે ભોગ ભોગવવાને લાયક છે, તે પછી આપ વિરક્ત થઈ વિચારો છે એ ઠીક નથી. જે આપ વૃદ્ધ હેત અને વૃદ્ધાવસ્થામાં દીક્ષા લઈ સંયમ ધારણ કર્યો હત તે તે ઠીક કહેવાત, અને તમે સંયમ શા માટે ધારણ કર્યો એમ પૂછત પણ નહિ; પણ આપે યુવાવસ્થામાં સંયમ ધારણ કર્યો છે એટલે આપને એવો પ્રશ્ન પૂછવા તૈયાર