________________
-
૧૦૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ ફેંકી દેત; પણ તેણે એમ ન કરતાં એમ જ વિચાર્યું કે, આ સસલું અગ્નિના ભયને લીધે અહીં આવ્યું છે માટે તેને આશ્રય આપવો જ જોઈએ, આમ વિચાર કરી તેણે પિતાને પગ ઊંચો જ રાખ્યો. આ મહા ઉદારતાને કારણે જ તે હાથી કળ ચડવાથી નીચે ઢળી પડતાં મરણ પામે અને તે શ્રેણિકના પુત્ર તરીકે જન્મ પામે. હવે તમે વિચાર કરે કે, જ્યારે હાથીમાં પણ આટલી ઉદારતા હતી તે તમારે કેટલા ઉદાર બનવું જોઈએ !
કહેવાને અભિપ્રાય એ છે કે, આ પ્રમાણે ગૃહસ્થ પણ સાધુતાને ધારણ કરી શકે છે. રાજા શ્રેણિકે જે સાધુને જોયા હતા. તે શું ગૃહસ્થ સાધુ હતા? આ વાતને નિષેધ કરવા માટે અને તેઓ ગૃહસ્થ સાધુ નહિ પણ આત્માનું જતન કરનારા સંયમી હતા એ બતાવવા માટે “સંયતિ” શબ્દ આપવામાં આવ્યો છે.
હવે સાધુ, સંયતિ એ બે શબ્દોને સાથે મહાત્માના વિશેષણ તરીકે સુરમાદિઅર્થાત સમાધિવાળા હતા એમ શા માટે કહેવામાં આવ્યું છે ! એ વિચારવાનું છે. સાધુ, સંયતિ શબ્દની સાથે “સમાધિવાળા” એ પદ આપવાને અભિપ્રાય એ છે કે, કેટલાક લોકે સંયતિ તો હોય છે અને બધી ક્રિયાઓ પણ સંયતિની જ પાળે છે, પણ તેની ઊલટી શ્રદ્ધા રાખે છે. જેમકે ગોશાલક અને જમાલી. જમાલીની બહારની કરણી દરેક રીતે ઊંચી હતી પણ તેની તત્ત્વ શ્રદ્ધા ઊલટી હતી; એટલે સાધુ–સંયતિ હોવા છતાં પણ તે સમાધિવાળા ન હતા. ક્યાંય આ સાધુ-સંયતિ ઊલટી તવશ્રદ્ધા રાખતા હતા નહિ ને ? તેમને કોઈ પ્રકારને ભ્રમ તે હતે નહિ ને ? એ વાતને સ્પષ્ટ કરવા માટે કે, તેઓને યથાથ તત્ત્વશ્રદ્ધા હતી એ બતાવવા માટે ત્રીજું સુસમાધિપદ આપવામાં આવ્યું છે.
રાજા શ્રેણિકે આવા સુસમાધિયુક્ત સંયતિ સાધુને જોયા હતા. તે સાધુ વળી “સુકુમાર' હતા એમ કહેવામાં આવ્યું છે. સુકુમારને અર્થ “જે કામદેવને બરાબર જીતી લે' એ થાય છે. જે કામદેવને પણ કુત્સિત કરે, તેને પણ જીતી લે એને સુકુમાર કહે છે. તેમનું શરીર કામદેવને પણ જીતી લે એવું હતું એટલા માટે તેમને સુકુમાર કહેવામાં આવ્યા છે. “સુકુમારની સાથે જ “સુહાઇયં પદ આપવામાં આવ્યું છે. “સુહાઈ ને અર્થ “સુખને યોગ્ય” એવો થાય છે. અર્થાત જેમનું શરીર સુખમાં ઉછર્યું હોય, કષ્ટ પામ્યું ન હોય તે શરીરે સુખી કહેવાય છે. કોઈ માણસે જે પહેલાં કષ્ટ ભેગવ્યાં હોય છે તે કષ્ટો ન હોવા છતાં પણ તેની છાયા તે શરીર ઉપર રહી જાય છે અને તે ઉપરથી તેણે પહેલાં કષ્ટો ભેગવ્યાં છે એમ જણાઈ આવે છે. પણ પહેલાં કષ્ટ ભોગવ્યાં હોવા છતાં તેમના શરીર ઉપર તે દુઃખનું કાંઈપણ ચિન્હ રહેવા પામ્યું ન હતું એ કારણે તે મુનિનું શરીર સુખી જણાતું હતું. આ સિવાય “સુહાઇયને બીજો અર્થ તેમનું શરીર સુખને યોગ્ય હતું અર્થાત તેઓ સુખને ભોગવવા યોગ્ય રૂપવાન હતા એવો પણ થાય છે.
• આજકાલ ગુણની અપેક્ષા રૂપને વધારે મહત્વ આપવામાં આવે છે, અને એટલા જ ભાટે ગુણવાન બનવાને પ્રયત્ન કરવા કરતા અંગે તેલ ફૂલેલ લગાવી વાળબાળ ઓળી રૂપવાન બનવાને વધારે પ્રયત્ન થતો જોવામાં આવે છે. સંસારમાં ગુણ કરતાં રૂપની કદર વધારે થાય છે એમ લોકો માને છે. રૂપવાન બનવાના પ્રયત્નને લીધે જ હિન્દુઓના માથે રાખવામાં આવતી. એટલી પણ વાળની શોભા વધારવાના રૂપમાં ફેરવી દેવામાં આવી