________________
શુદી ૧]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૦૯
છે ! સ્ત્રીઓમાં પણ લેડી–ફેશન ઘુસી ગઈ છે! અને તેથી ફેશનવાળી સ્ત્રીઓ પોતાના પતિને પણ “સાહેબ” બનાવવા પ્રયત્ન કરે છે. શૃંગારથી સ્ત્રીઓ પુરુષોને મુગ્ધ અને વશ કરવા ચાહે છે. એટલા માટે તેઓ રૂપ વધારવા પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે, પણ એ લોકો વાસ્તવિક રૂપ કેવું હોય છે ! અને તે રૂપ કેવી રીતે વધી શકે છે તે જાણત હોતા નથી ! સૌંદર્યને સંબંધ શરીર સાથે નહિ પણ હદય સાથે છે. રાજા શ્રેણિક એ મુનિને જોઈ આશ્ચર્યપૂર્વક બોલી ઉઠયા કે, “અહા ! કેવું રૂપ ! કેવું વર્ણ!” મુનિના શરીર ઉપર કોઈ પ્રકારની સંગાર સામગ્રી ન હોવા છતાં શ્રેણિક જેવા રાજાએ તે મુનિના વર્ણ રૂપની પ્રશંસા શા માટે કરી તેને વિચાર કરે ! આ વિષે વિશેષ ન કહેતાં એટલું જ કહું છું કે, લોકો વાસ્તવિક રૂપ ન જોતાં બહારનું જ રૂપ જુએ છે ! અને બહારનું રૂપ જોવા પાછળ બીજું કશુંય જોતા નથી. વાસ્તવિક રૂપ કોને કહેવાય એને વિશેષ ખુલાસો કદાચ આ જ ચરિત્રમાં આગળ સ્પષ્ટ કરવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૧૧
શિખા મંત્ર નવકાર બાલ, મન કરતા ધ્યાન;
ઊઠત બૈઠત સેવત જાગત, બસ્તી ઔર ઉદ્યાન. . ધન ૧૦ છે
શેઠે સુભગને નવકાર મંત્ર શીખડાવી તેનું મહત્ત્વ બતાવતાં કહ્યું કે, “ભલે કરોડની સંપત્તિ મળે પણ જે નવકારમંત્ર પાસે ન હોય તે તે કાંઈ વિસાતમાં નથી, એથી ઊલટું જે ગરીબાઈનું દુઃખ માથે આવી પડે તોપણ જે પોતાની પાસે નવકારમંત્ર હોય તે બધુય છે.”
આજે તમે કે, તમારા પુત્રોનાં સંસ્કારે સુધારવા તરફ બહુ ઓછું ધ્યાન આપો છે. તમે તેનામાં જેવાં ચાહે તેવાં સંસ્કારો ઉતારી શકે છે; છતાં તેમાં સારાં સંસ્કાર ન રેડતાં ખરાબ સંસ્કારો રે, તે એ એમનું અહિત કરવા બરાબર છે. આજે બાળકોમાં ભયનાં સંસ્કારો વધારે રેડવામાં આવે છે, એથી કેટલી હાનિ થાય છે એની મને ખબર છે ! મારી માતા અને બે વર્ષને છોડી કાળ પામી હતી અને મારા પિતા મને પાંચ વર્ષને છેડી કાળ પામ્યા હતા. મારું પાલન પોષણ મારા મામાને ત્યાં થયું હતું, ત્યાં થોડે દૂર એક મકાન હતું જે નીચું હોવાને કારણે તેમાં અંધારું રહેતું હતું. સ્ત્રીઓ એ મકાનમાં ભૂત રહે છે એમ કહ્યા કરતી. હું આ વાત સાંભળી ડરતો હતો અને એટલા માટે દુકાનેથી રાતે ઘેર જતો હતો ત્યારે એ મકાનની પાસેથી ન જતાં મોટું ચક્કર ખાઈને પણ બીજે રસ્તેથી ઘેર જ હતો. મારામાં ભૂતના ભયના જે સંસ્કાર પડયાં હતાં તે દીક્ષા લીધા બાદ પણ ગયા નહિ. મારી દીક્ષા થયા પછી જેમની નેશ્રામાં હું શિષ્ય થયા હતા તે ગુરુ પણ દેઢ જ મહિનામાં કાળ પામ્યા. તે વખતે હું પાંચ મહિના સુધી પાગલ જેવો રહ્યો. મારામાં ભૂતના ભયનાં જે સંસ્કાર પડ્યાં હતાં તેને કારણે મને તે વખતે એમ જ લાગતું હતું કે, કઈ પ્રત્યક્ષ જ મારી ઉપર જંતરમંતર કરે છે, પણ જ્યારે હું ઠીક થયો ત્યારે મને જણાયું કે, વાસ્તવમાં એ બધો મારો ભ્રમ હતો, બીજું કાંઈ ન હતું.