________________
૧૧૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
(શ્રાવણ
બાળકોમાં આ પ્રકારનાં ભયનાં સંસ્કારે રેડવાથી તેમની કેટલી હાનિ થાય છે તેને વિચાર બહુ ઓછા લોકો કરતા હશે ! બાળકોમાં નિર્ભયતાનાં સંસ્કાર રેડવા જોઈએ. પહેલાના સમયમાં જ્યારે ભૂતના ભયનું સામ્રાજ્ય હતું તે વખતના સાહિત્યમાં પણ આ ભ્રમની છાપ પડેલી જણાય છે. કદાચિત શાસ્ત્રમાં પણ ભૂતના વિષે વર્ણન છે એમ કહે તે શાસ્ત્રમાં જે વર્ણન છે તે બીજા પ્રકારનું છે. તેમાં આવો ભય પેદા કરનારું વર્ણન નથી.
શેઠે સુભગમાં સારાં સંસ્કારો રેડી, તેને નિર્ભય બનાવ્ય, શેઠે પિતાના પુત્રની માફક સુભગને સંસ્કારી બનાવ્યા. કોઈના હાથમાં હથેડી હોય પણ બુદ્ધિ ન હોય તે તે, એ હથોડી વડે પિતાનું માથું પણ ઊડી શકે છે અને બુદ્ધિ હોય તે તેની સહાયતાથી દાગીને પણ ઘડી શકે છે. આ દષ્ટિએ હથોડી મટી નહિ પણ બુદ્ધિ મેટી કરે છે. શેઠે પિતાની બુદ્ધિશક્તિરૂપી હથોડી વડે સુભગના સંસ્કારને ઘડી પિતાને જોઈતા હતા તે પુત્ર બનાવ્યો. શેઠે સુભગને આ પ્રમાણે સુધાર્યો એટલા જ માટે એમ કહેવામાં આવે છે કે –
' ધન શેઠ સુદર્શન શીલ પાલીને તારી આત્મા
જે શેઠે સુધાર કર્યો ન હેત તે તેમને માટે આમ કહેવામાં ન આવત ! કોઈ કામની સિદ્ધિ એક જ જન્મમાં સાધી શકાતી નથી પણ કાર્યસિદ્ધિ સાધવામાં અનેક જન્મો પણ લાગી જાય છે. ગીતામાં કહ્યું છે કે –
શાળામifસરિતતા યાતિ અતિ! –ગીતા. અનેક જન્મનાં સંસ્કાર હોય ત્યારે આત્મા ધીરે ધીરે સુધરે છે. જે પ્રમાણે કુંભારદ્વારા માટીને સુધાર થાય છે અને સોનીધારા સોનાને સુધાર થાય છે; તે જ પ્રમાણે અમારે અને તમારે સમાગમ થયો છે, તે તેથી કાંઈ સારે સુધાર થાય તે સારું છે; પણ બીજાને સુધાર કરતાં પહેલાં પિતાને સુધાર થવો આવશ્યક છે એ વાત ભૂલેચૂકે પણ ભૂલવી ન જોઈએ. જે શેઠ પિતે સુધરેલા ન હેત અને સુભગને સુધારવા લાગી જાત તો સુભગને સુધાર થાત કે નહિ એ એક પ્રશ્ન છે! બીજાને સુધારવા માટે સર્વ પ્રથમ પિતાએ સુધારવું પડે છે. તમે પોતે સુધરી બીજાને સુધારવાનો પ્રયત્ન કરે અને પ્રયત્ન કરવા છતાં પણ કોઈ ન સુધરે તે એમાં કાંઈ તમારી હાનિ થશે નહિ!
શેઠ પોતે પણ સુધરેલ હતા અને તેની શ્રદ્ધા પણ નવકારમંત્ર ઉપર દઢ હતી અને તે કારણે જ તેણે સુભગને એ સુધાર્યો કે જાણે પિતાનું કાળજું જ તેનામાં મૂકી દીધું ન હોય ! કોઈ કવિની કવિતા બહુ સારી હોય તે તે વિષે એમ કહેવાય છે કે, આ કવિએ તે જાણે કવિતામાં પોતાનું કાળજું જ કાઢી મૂકી દીધું છે ! જે આ વાત ઉપર કવિને પિતાને શ્રદ્ધા જ ન હોય તે તેનાથી એવી સુંદર કવિતા બની શકે ખરી !
આજકાલ લાંબા લાંબા વ્યાખ્યાન આપવામાં આવે છે પણ તદનુસાર પિતે કાંઈ કરતા નથી, તે શું આવા વ્યાખ્યાનની કાંઈ કોઈની ઉપર અસર થઈ શકે? એક વ્યા
ખાતા વિષે સાંભળ્યું છે કે, તેમણે વ્યાખ્યાન તે ઘણું સરસ આપ્યું, પણ વ્યાખ્યાન પૂરું કરી આવ્યા બાદ તેમણે “લાલાવો'ની ધૂન મચાવી દીધી અને “જલેબી આવી નથી, દૂધ આવ્યું નથી ” વગેરે કહેવા લાગ્યા. આ પ્રમાણે પોતે સુધર્યા વિના બીજાને જ ઉપદેશ આપ એ નાટકના ખેલ જેવું જ છે.