________________
શુદી ૧] રાજકોટ–ચાતુર્માસ
[ ૧૦૭ બીજાને ઉપકાર કરે છે, અને વૃક્ષની કોઈ પ્રશંસા કરે તે કુલાતું નથી તેમ નિંદા કરે તે દુઃખી થતું નથી, તેમ સાધુઓ પણ નિંદા કે પ્રશંસાથી દુઃખી થતા નથી તેમ ફુલાતા નથી. પણ વૃક્ષ પત્થર મારનારને ફળ-ફુલ કે છેવટે છાંયા આપે છે તેમ સાધુઓ પણ નિંદા કરનારને પણ હવે સંભળાવે છે અને પિતાના આત્માની સમાન તેને માની જ્ઞાન પણ આપે છે.
આ પ્રમાણે છે, તે મુક્તિ સાધે છે અને પાસે આવનારને મુક્તિનો માર્ગ બતાવે છે તે સાધુ છે. અહીં એક પ્રશ્ન ઉભું થાય છે કે, ગાથામાં જ્યારે “સાધુ' શબ્દ વપરાય છે તો પછી તેની સાથે જ સમાનાર્થક “સંત” શબદ શા માટે વાપરવામાં આવ્યો છે ! આ પ્રશ્નના ઉત્તરમાં ટીકાકાર જણાવે છે કે, સાધુતા ગૃહસ્થામાં પણ હોઈ શકે છે. આરંભસમારંભમાં રહેવા છતાં પણ ગૃહસ્થ સ્વપરનું કલ્યાણ સાધી શકે છે ! સાહિત્યમાં ગૃહસ્થને પણ સાધુ શબ્દથી સંબોધન કરવામાં આવેલ છે. જે પિતાને સ્વાર્થ સાધતાં પરમાર્થને ભૂલી જતું નથી તે ગૃહસ્થને પણ સાહિત્યમાં સાધુ કહેલ છે.
ગૃહસ્થની સાધુતા તમારે પણ શીખવી જોઈએ અને વૃક્ષો પાસેથી પણ શિક્ષા લેવી જોઈએ. વૃક્ષો પિતાને કાપનારને પણ ઠંડી છાયા આપે છે એ જ પ્રમાણે તમે પણ બીજાને ઉપકાર કરે. સ્ત્રી-પુત્ર વગેરે કુટુંબીજનોને તે તમે છાયા આપે જ છે-તેમની સાર-સંભાળ રાખે જ છે પણ કોઈ ગરીબ તમારે ત્યાં આવી તમારી છાયા માંગે તે એને ધુત્કારે નહિ! જે તમે આશ્રિતને ધુત્કારો તે તમને કેવા કહેવા?
શ્રી જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારનું વર્ણન આવે છે. તેમાં હાથીનું વર્ણન આવે છે કે, એ હાથીએ પિતાને રહેવા માટે જંગલમાં ચાર કેશનું મંડલ બનાવ્યું હતું, પરંતુ જ્યારે જંગલમાં દાવાનળ લાગે એટલે બીજા છ સ્વરક્ષા માટે તે મંડલમાં આવ્યા, ત્યારે હાથીએ તે જીવોને બહાર કાઢી મૂક્યા નહિ પણ તેમને પણ સ્થાન આપ્યું. જે છે તે મંડલમાં આવ્યા હતા તે તેના આત્મીય કે સજાતીય ન હોવા છતાં તેણે તે એમ જ વિચાર્યું કે, “ જે પ્રમાણે મને આશ્રયની આવશ્યકતા છે. તે જ પ્રમાણે આ જીવોને પણ આશ્રયની આવશ્યકતા છે. અને આશ્રય લેવા માટે જ આ છો અત્રે આવ્યા છે, માટે તેમને આશ્રય આપવો જ જોઈએ ! ” આ તેની કેટલી બધી ઉદારતા ! તેણે કેટલાં શાસ્ત્રો અને પુસ્તકો વાંચ્યા હતાં કે તેનામાં આટલી બધી ઉદારતા આવી ગઈ ? અને તમે શાસ્ત્ર તથા પુસ્તક વાંચ્યા છે છતાં તમારામાં એવી ઉદારતા કેમ નથી ? તમે ભણેલા છે, કેઈએ બી. એ; એમ, એ. કે એવી ઉંચી ડીગ્રી પણ પ્રાપ્ત કરી છે, અને કોઈકેઈએ “રાવબહાદુરને ખીતાબ પણ સરકાર પાસેથી મેળવ્યો છે, છતાં આવી ઉદારતાને વિચાર તમને કેમ નથી આવતો ? - હાથીએ તે જીવને પિતાના મંડલમાં સ્થાન આપ્યું, એટલું જ નહિ પણ કેટલાક છે તેના પગની વચ્ચે જે જગ્યા હતી ત્યાં પણ ઘુસીને બેસી ગયા હતા છતાં તેને ક્રોધ ન આવ્યો એટલું જ નહિ પણ તેને ખંજવાળ આવવાથી તેણે પિતાનો પગ ઊંચો કર્યો એટલામાં તે એક સસલું તેના પગ નીચે બેસી ગયું. હવે હાથીને ક્રોધ આવે કે નહિ ? જે તે ચાહત તે પોતાના પગ વડે તે સસલાને કચડી નાંખત કે પોતાની સુંઢ વડે બહાર