________________
૧૦૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
ભગવાન જ મન પ્રસન્નના કારણભૂત જણાયા; એટલા જ માટે તેણે ભગવાનને ૨ કહી વંદન કર્યું.
ચિત્ય શબ્દ રૂટ નથી પણ વ્યુત્પન્ન પ્રાતિપદિક છે. એટલે તેના અનેક અર્થ થાય છે. ચિત્યને અર્થ બાગ પણ થાય છે, જ્ઞાન પણ થાય છે અને મનને પ્રસન્ન કરવાનું કારણ એ પણ અર્થ થાય છે. ચૈત્ય શબ્દનો અર્થ વ્યુત્પત્તિથી મૂર્તિ એ થતું નથી પણ મૂર્તિને માટે “પડિમા” શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પડિમા અને ચૈત્યને અર્થ જુદ છે અને બન્ને શબ્દો પણ જુદા છે. ચિત્ય શબ્દ જ્યાં આવેલ છે ત્યાં બાગ, જ્ઞાન કે સાધુના અર્થમાં આવેલ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે, ચૈત્ય શબ્દનો અર્થ બાગ થાય છે એનું શું પ્રમાણ છે ! તે આને ઉત્તર એ છે કે, શાત્યાચાયૅકૃત પાઈ કીકામાં ચૈત્ય તિ કાન એમ સ્પષ્ટ કહેલ છે. અર્થાત શ્રેણિક રાજા બાગમાં ગયે અમે ઉલિખિત છે.
કાલે આ ચર્ચા બાકી રહી ગઈ હતી જે આજે કહી દીધી છે.
બાગનું વર્ણન કરી અને મુનિ મહાત્માને જોઇ આગળ શું થયું તેનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે –
तत्य सो पासई साहुं, संजयं सुसमाहियं । निसन्नं रुकखमूलम्मि, सुकुमालं सुहोइयं ॥४॥ तस्स रूवं तु पासित्ता, राइणो तंमि संजए। अचंतपरमो आसी, अउलो रूवविम्हिओ ॥५॥ अहो वण्णो कहो रूवं, अहो अजस्स सोमया।
अहो खंती अहो मुत्ती, अहो भोगे असंगया ॥ ६॥ આ ગાથાઓને પૂર્ણ વિચાર તે કોઈ યોગીશ્વર જ કરી શકે. હું તે યોગમાર્ગને પણ જાણતો નથી એટલા માટે આ ગાથાને પૂરે અર્થ હું કેવી રીતે કરી શકું? છતાં પૂર્વાચાર્યોએ જે વ્યાખ્યાન કરેલ છે તેના આધારે હું મારી બુદ્ધિ અનુસાર ચેડામાં કહું છું.
આ ગાથામાં પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે, રાજાએ સાધુને જોયા. એટલા માટે સાધુ કોને કહે છે એ જોવાનું છે. સાધુની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે –
“રાષતિ રા-જવાઘffજ ર સાધુ:” .. જે પિતાનું અને બીજાનું કાર્ય સાધે છે તે સાધુ કહેવાય છે. જેમ નદીઓ જાય છે તે સમુદ્ર તરફ પણ જ્યાંથી જાય છે ત્યાંના આસપાસના પ્રદેશને સીંચતી અને ફળદ્રુપ બનાવતી જાય છે. તેમ સાધુઓ પણ પિતાનું કાર્ય સાધતાં, બીજાઓનું પણ કાર્ય સાધે છે. પિતાનું કાર્ય છોડી બીજાનું કાર્ય સાધતા નથી; પણ પિતાનું કાર્ય સાધવાની સાથે જ બીજાનું કાર્ય સાધે છે. જેમ વૃક્ષો સ્વભાવતઃ પિતે ફુલેફાલે છે, બીજાના માટે ફુલતા-ફાલતા નથી છતાં બીજાને ઉપકારી નીવડે છે, તે જ પ્રમાણે સાધુઓ પણ પોતાનું કાર્ય સાધતાં