________________
શુદી ૧]
રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૦૫
યોગ્ય સચ્ચરિત્ર તે બનવું જ જોઈએ. તમે ગૃહસ્થ છે એટલા માટે ગૃહસ્થને યોગ્ય સચ્ચરિત્ર બનવું જોઈએ. ગૃહસ્થ કેવી રીતે સચ્ચરિત્ર બની શકે એનું વર્ણન ઉપાસકદશાંગસૂત્રમાં આપવામાં આવેલ છે. એ શિક્ષાના આધારે તમે પણ સચ્ચરિત્ર બની શકે છે. જે સાધુ થયા વિના સચ્ચરિત્ર બની શકાયું ન હોય અને ધર્મનું પાલન થઈ શકતું ન હોય તે ભગવાન એમ ન કહેત કે – તુષિ અને grળ સંગા-માજા ,
– શ્રી સ્થાનાંગસૂત્ર. અર્થાત-ધર્મ બે પ્રકારના છે. એક સાધુધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ. ગૃહસ્થ માટે જે ધર્મ બતાવવામાં આવ્યા છે તે ધર્મને ધ્યાનમાં રાખી, તમે સચ્ચરિત્ર બની શકે છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં જે ગૃહસ્થ ધર્મની મર્યાદા બતાવવામાં આવી છે તેને ધ્યાનમાં રાખી જીવનમાં ઉતારવાથી તમે તમારો ઘણે આત્મસુધાર કરી શકે છે. ગૃહસ્થામાં ધર્મ હોય તો સાધુઓથી પણ ધર્મ પાળી શકાય છે. જે તમારામાં ધર્મ ના હોય તો અમારે ધર્મ પણ ટકી શકે નહિ ! અર્થાત અનગારધર્મ આગારધર્મ સાથે સંબોમ્પત છે. અનગારધર્મ આગારધર્મની સહાયતા વિના ટકી શકે નહિ, માટે તમે તમારા પદને યોગ્ય ધર્મનું શુદ્ધ આચરણ કરે એ તમારું કર્તવ્ય છે. અનાથી મુનિને અધિકાર–૧૧
હવે હું શાસ્ત્રની વાત કહું છું. અનાથી મુનિની કથાના સંબંધની ગાથામાં એક ચર્ચા રહી ગઈ છે જેને સ્પષ્ટ કરવી ઉચિત સમજું છું. રાજા શ્રેણિકનો પરિચય આપતાં કહેવામાં આવ્યું છે કે –
पभूयरयणो राया, सेणिो मगहाहियो ।
विहारजत्तं निज्जाओ, मंडिकुच्छिसि चेइए ॥२॥ અહીં મંડિકુક્ષ બાગ ન કહેતાં મંફિક્ષ ચિત્ય કહેવામાં આવ્યું છે. ચૈત્ય શબ્દને શો અર્થ છે એ અત્રે જોવાનું છે. આ વિષે ટીકાકાર એમ લખે છે કે –
चैत्य इति उद्यान અર્થત–ચૈત્યને અર્થ બાગ છે. શ્રેણિક ચિત્યમાં જાય છે અર્થાત બાગમાં જાય છે. ચિત્ય શબ્દ વિર , ચિતિ સંજ્ઞને એ ધાતુ ઉપરથી બનેલ છે. જ્યાં પ્રકૃતિને બહુ ઉપચય હોય,
જ્યાં પ્રકૃતિની સુંદરતા હોય તેને ચૈત્ય કહે છે; અથવા આત્માના જ્ઞાનને પણ ચિત્ય કહે છે. મનને પ્રસન્ન કરવાનું છે કારણ હોય તે પણ ચૈત્ય કહેવાય છે. આ વાત કાંઈ હું મારા તરફથી જ કહેતે નથી પણ પૂર્વાચાર્યોએ પણ એમ જ કહેલ છે. રાયપાસેણી સૂત્રમાં વર્ણન છે કે, સૂર્યાભદેવ ભગવાનને વિશે કહી વંદના કરી. ભગવાનને ચેઇયં શા માટે કહ્યા એ વિષે મલયગિરિ ટીકામાં ટીકાકાર કહે છે કે, સુપરજામતાતિ જૈ૪ અર્થાત-મનને પ્રસન્ન કરવાનું છે કારણ હોય છે તેને ચિત્ય કહે છે. કોઈને સંસારનો વ્યવહાર મનને પ્રસન્ન કરવાનું કારણ હોય છે, તે કોઈને ભગવાન મનને પ્રસન્ન કરવાના કારણ જણાય છે. સૂર્યાભદેવને દેવલોકનાં સુખ મનપ્રસન્નનું કારણ જણાયું નહિ પણ ૧૪