________________
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ શુદી ૧ રવીવાર
પ્રાથના
સુમતિ જિનેશ્વર સાહિબાજી, મેઘરથ' નૃપના ન, સુમરેંગલા' માતા તણા, તનય સદા સુખ; પ્રભુ ત્રિભુવન તિલાજી. ॥ ૧ ॥
શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ ! એ વાત આ પ્રાર્થનામાં ઉદાહરણપૂર્ણાંક બતાવવામાં આવી છે. તે ઉદાહરણા તા સ્પષ્ટ છે છતાં થોડું વધારે સ્પષ્ટ કરું છું. જો આ ઉદાહરણાને દૃષ્ટિ સમક્ષ રાખી પ્રાર્થના કરવામાં આવે તે જરૂર તેમાં સફળતા મળી શકે.
ભ્રમર અને ફૂલ, સૂર્ય અને કમલ, પપૈયા અને મેધ; એ ત્રણેયના જેવા પરસ્પર પ્રેમસંબંધ છે તેવા પરમાત્માની સાથે પ્રેમસંબંધ જોડી, પ્રાર્થના કરવામાં આવે તે જ તે સાચી પ્રાથૅના કહેવાય.
ભ્રમરની પ્રીતિ ફૂલની સાથે છે અને તે ફૂલની સુગંધના રિસક છે, તે પુષ્પના રસ લે છે, તે પુષ્પની સુગંધ છેાડી દુર્ગંધ લેવા ક્યાંય જતા નથી. ભ્રસરને પ્રીતિસંબધ પુષ્પની સુગધ સાથે છે, ભ્રમરની આ પુષ્પપ્રીતિ જોઈ તમે પણ તમારા માટે વિચાર કરેા કે, હું ! આત્મા ! તું પરમાત્માની સાથે પ્રીતિ જોડી કઈ બાજી આથડે છે. જે પ્રમાણે ભ્રમર પુષ્પની સાથે અનન્ય પ્રીતિ રાખે છે તેવી જ રીતે પરમાત્માની સાથે તારે પણ અનન્ય ભક્તિ રાખવી જોઈએ. એમ થવું ન જોઈ એ કે, પરમાત્માની ભક્તિ કરી કરી પાછા કામેામાં લાગી જાઓ. એ વાત જુદી છે કે, લાંબા સમયથી પડેલાં સંસ્કારો એકદમ છૂટી શકતાં નથી તેમ છતાં પ્રયત્ન તો પરમાત્માની પ્રીતિ જોડવાના તથા તેમની ભક્તિ કરવાને જ હાવા જોઈએ અને એને જ પેાતાનું કર્ત્તવ્ય સમજવું જોઈ એ.
હમણાં યુવક પિરષદ્દના મંત્રીએ તમને યુવક પરિષદ્ માટે આમંત્રણ આપ્યું છે અને તે યુવક પરિષદ્ ભરવાનું કહે છે; તેમને પશુ મારું એ જ કહેવું છે કે, પહેલાં યુવકા પોતે સુધરે અને પછી પેાતાના વિચારા ખીજાએની સામે મૂકે એ ઉચિત છે. પેાતાના ચારિત્રના પ્રભાવ બીજા ઉપર પડે જ છે, એટલા માટે પહેલાં પેાતાનું આચરણુ સુધારવું અને પછી પેાતાના વિચારા ખીજાઓના સામે મૂકવાથી પેાતાના વિચારાની અસર ખીજાઓ ઉપર અવશ્ય પડશે.
કહેવાના ભાવાથ એ છે કે, સચ્ચરિત્ર બની પરમાત્માની પ્રાર્થના કરવી જોઈ એ ! પ્રાર્થના પણ કરા અને દુરાચાર પણ સેવા એ ઠીક કહેવાય નિહ. આ ઉપરથી તમે એમ પૂછી શકો કે, શું ત્યારે અમારે ‘સાધુ' બની જવું જોઈ એ ! હું બધાને સાધુ થવાનું કહેતા નથી. સાધુ થવું એ પાતાની શક્તિની વાત છે; પણ જે પદના અધિકારી હૈ। એ પદને