________________
વદ ૦)) ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૦૩
અમેરિકામાં ભૂતોની લીલાને ઢગ ચાલે હતા! બે મિત્રોએ વિચાર્યું કે, આ ભૂતની વાત સાચી છે કે બેટી ! જોઈએ તે ખરા ? તેઓએ ભૂતને બેલાવી લાવનારને કહ્યું કે, મારી બહેનનું ભૂત મંગાવી લાવ! જે મિત્રે આમ કહ્યું તેની બહેન જીવતી જ હતી ! ભૂત બોલાવી લાવનાર થોડીવાર અગડંબગડે બોલ્યો અને કહ્યું કે, તમારી બહેનનું ભૂત આવ્યું છે! તે મિત્ર આ સાંભળી આશ્ચર્યમાં પડી ગયો છે, આ તે મરેલાનું ભૂત બેલાવી લાવવાનું કહેતું હતું, પણ મારી બહેન તે જીવતી છે તો એનું ભૂત ક્યાંથી આવી ગયું? તે મિત્ર તે ચૂપ થઈને ત્યાં બેસી રહે. એટલે બીજા મિત્રે કહ્યું કે, નેપેલીયનનું ભૂત બેલાવી આપ ! તે નેપલીયનનું ભૂત લઈ આવ્યો. તે બીજો મિત્ર નેપલીયનના ભૂતની સામે તલવાર લઈને દેડયો. ત્યાં તે તે ભૂત ભાગ્યું. મિત્રો વિચારવા લાગ્યા છે, જે નેપોલીયને આખા યુરોપને પોતાની તલવારના બળે ધ્રુજાવ્યું હતું તે શું આમ ભાગી જાય ? મિ સમજી ગયા કે, આ બધે ઢગ છે. તેઓએ એ ઢંગને ખુલ્લો કર્યો અને લોકોને બતાવ્યું કે આ કેવળ ધૂર્તતા છે, વાસ્તવમાં ભૂત કે ભૂત કાંઈ નથી. આ ધૂર્ત મનની વાત જાણી લે છે અને પછી મનમાં જે હોય છે તે કહી દે છે એટલે લોકોને તેની ઉપર વિશ્વાસ આવે છે પણ વાસ્તવમાં એ બધો ઢોંગ છે.
કહેવાનો આશય એ છે કે, આ પ્રમાણે ભૂતને ઢંગ પણ બહુ ચાલે છે; અને તમે લોકે એ ઢગમાં સપડાઈ જાઓ છો ! જે તમે નવકારમંત્ર ઉપર વિશ્વાસ રાખો અને કોઈ પ્રકારને વહેમ ન રાખોતે પછી તમને ભય કઈ દિવસ ન થાય. પુરુષોની અપેક્ષા સ્ત્રીઓમાં વહેમ વિશેષ હોય છે ! સ્ત્રીઓ બાળકોને બચપણમાં જ ભૂતને ભય બતાવે છે અને કહે છે કે, “ત્યાં જ નહિ, ત્યાં ભૂત છે.” બાળકોના કોમલ મગજમાં તે કલ્પનાનું જ ભૂત સંસ્કારરૂપે ઘર ઘાલી જાય છે, જે કોઈક દિવસે સાચા ભૂતનું રૂપ ધારણ કરી ભય પેદા કરે છે. તમે કે તમારા મગજમાંથી આ વહેમ કાઢી નાંખે. જો ભૂતના ભયથી આમ કર્યો કરશો તો ધર્મની આબરૂ કેમ સાચવી શકશે !
શેઠે સુભગની રગેરગમાં નવકારમંત્રની શ્રદ્ધા ઉતારી દીધી અને તેથી તે નિર્ભય થઈ રહેવા લાગે. તમે પણ આ પ્રમાણે પરમાત્માના નામ ઉપર વિશ્વાસ રાખી નિર્ભય બને તે કલ્યાણું છે.