________________
૧૦૨].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
તરફ ઘણા કે ઉપેક્ષા કરવાથી કોઈ વસ્તુ સુધરી શકતી નથી પણ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે તે સુધરી શકે છે. જ્યારે પાણીને પણ સુધાર કરી શકાય છે તે શું મનુષ્યનો સુધાર કરી ન શકાય ?
રાજાએ સુબુદ્ધિને કહ્યું કે, તમે મને કેવલિપ્રરૂપિત ધર્મ સંભળા! જે સુબુદ્ધિ પિતે જ ધર્મ જાણ ન હેત તે રાજાને તે શું સંભળાવત? અને કેવી રીતે તેને સુધારી શકત?
પ્રધાને રાજાને કહ્યું કે, આપ પાણીને શું જુએ છે ! તમે તમારા આત્મા તરફ જુઓ અને તે આત્માને સુધારવાનો પ્રયત્ન કરો ! જ્યારે મૂળ જ ખરાબ હોય છે ત્યારે બધું ખરાબ હોય છે. આ પ્રમાણે જ્યારે મૂળ આત્મા જ ખરાબ હશે તે બધું ખરાબ થશે માટે આત્માને સૌથી પહેલાં સુધા! આ પ્રમાણે પ્રધાને રાજાને ધર્મબોધ આપી સુધાર્યો.
શેઠે પણ સુભગને નવકાર મંત્ર સંભળાવ્યો અને તેના ઉપર વિશ્વાસ પેદા કરાવ્યો. આ પ્રમાણે તમે પણ બીજાને સુધારો અને પરમાત્માને યાદ રાખો. જે પરમાત્માને યાદ રાખે છે તેના હાથે પાપ થતું નથી; એક ફારસી કવિએ કહ્યું છે કે, “તમે તમારા દિલમાં અસત્યને સ્થાન આપે નહિ પણ નેકીને-પ્રામાણિકતાને સ્થાન આપ.” આ પ્રમાણે તમે પણ તમારા દિલમાં ખરાબીને સ્થાન આપો નહિ પણ પ્રામાણિકતાને સ્થાન આપે.
સુભગને નવકાર મંત્ર ઉપર દઢ શ્રદ્ધા હતી. તે ઉઠતા-બેસતાં આખો દિવસ નવકાર મંત્રનો જ જાપ કરતે હો ! ભોળા લોકોમાં શ્રદ્ધા વધારે હોય છે એટલે સુભગ પણું શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રને આખો દિવસ જાપ કર્યા કરતે. -
શેઠ પણ નવકાર મંત્રને મહિમા બતાવતાં સુભગને કહેતા કે, આ મંત્રમાં બધા ધર્મને સાર આવી ગયું છે. સુભગ શેઠની આ વાત ધ્યાનપૂર્વક સાંભળતા અને પિતાને નિર્ભય માની પ્રસન્ન થતું હતું.
ગાંધીજીની બીજી વાતમાં ભલે કોઈને મતભેદ હોય પણ તેમના સત્યના વિષે કોઈને સંદેહ નથી! પોતાની આત્મકથામાં તેમણે લખ્યું છે કે, મારી મા મને કહ્યા કરતા કે, રામનું નામ લે તે તને કોઈ પ્રકારને ભય રહેશે નહિ ! મારા કોમલ મનમાં તેમની વાતને વિશ્વાસ જામી ગયો, અને તેથી મને એ ભય થયે નહિ.”
| નવકાર મંત્રનું મહત્ત્વ અને તેને પ્રભાવ તે તમે પણ જાણતા હશે, પણ તમારા હદયમાં ભૂત વગેરેને ભય તે નથી ને ? જે કઈ તમને સ્મશાનમાં રહેવાનું કહે તે તમને ભય તો નહિ થાય ને? તમે કહેશે કે, ભૂતની વાત તે શાસ્ત્રમાં પણ આવી છે. પણ શાસ્ત્રમાં જે દેવયોનિના ભૂત વિષે કહેવામાં આવ્યું છે, તે ભૂત અને તમારી કલ્પનાનું ભૂત જુદું જ છે. તમે કલ્પના કરો કે, તે ભૂત તે થપ્પડ મારવાથી ભાગી જાય છે ! હવે કહે કે તે ભૂત મોટું કે થપ્પડ મારી ભૂતને ભગાવી મૂકનાર મેટા ! એક શેરડીને બાંધી લેવાથી ભૂત ભાગી જાય છે તે એ ભૂત વળી કેવું ? શાસ્ત્રમાં જે ભૂત દેવનું વર્ણન છે. તેને માટે તે એમ કહેવામાં આવ્યું છે કે –ોઢ વદ સુર હો-આવી તે દેવની શક્તિ કહી છે પણ તમારી કલ્પનાનું ભૂત તે થપ્પડ મારવાથી જ ભાગી જાય છે!