________________
૬૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આજે તો “વેજીટેબલ ઘી ” ચાલુ થયું છે. ગાય રાખવામાં તો કેટલાક લોકો “પાપ” માને છે પણ વેજીટેબલ ઘી ખાવામાં “પાપ” માનતા નથી. આ પ્રમાણે આજના લોકો જાણે જીવનયાત્રાને ભૂલી જ ગયા છે અને જીવનને નષ્ટ કરનાર એવાં ખાન-પાનનું સેવન કરે છે !
રાજા શ્રેણિક ભલે બીજાં કામે ભૂલી ગયા હોય પણ વિહાયાત્રા કરવાનું કામ તે ભૂલ્યો ન હતો. ભલે રાજા શ્રેણિક, શરીર રક્ષા માટે નીકળ્યો હોય કે જંગલની હવા ખાવા માટે નીકળ્યો હોય પણ તે “વિહારયાત્રા માટે બહાર નીકળ્યું હતું એવું શાસ્ત્રમાં કહેલું છે !
આજના લેકે કહે છે કે, અમે શાસ્ત્રને શું સાંભળીએ! તેમાં તપસ્યા કરવાનું જ કહેવામાં આવે છે તે તે સાંભળી શું અમે ભૂખે મરીએ ! આમ કહેનાર શાસ્ત્રને અર્થે ન સમજવાને કારણે શાસ્ત્રની અવજ્ઞા કરે છે. વાસ્તવમાં શાસ્ત્રમાં કેવાં કેવાં ગંભીર તનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે તે શાસ્ત્રના અભ્યાસી પાસેથી સાંભળે ત્યારે ખબર પડે ! બાકી શાસ્ત્રને અભ્યાસ કર્યા વિના તેની અવજ્ઞા કરવી તે મહાપાપ છે. શાસ્ત્રનું મુખ્ય બેય તે મોક્ષ છે પણ મોક્ષને પ્રાપ્ત કરવાનાં જે સાધનોની આવશ્યક્તા હોય છે તે તને પણ શાસ્ત્રકારે ભૂલ્યાં નથી; પણ સંયમ ધર્મને વહન કરવાનું એક સાધન છે, એટલા માટે શરીરરક્ષા માટે શ્રેણિક વિહારયાત્રા કરવા બહાર નીકળ્યું હતું એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે.
ગમે તેવું ગામ કે નગર હેય પણ ગામ બહાર જવાથી જરૂર હવાનું પરિવર્તન થાય છે. શ્રેણિક આ વાતને જાણતા હતા. શાસ્ત્રમાં હવાના સાત લાખ ભેદ બતાવવામાં આવ્યાં છે. હવાના પ્રત્યેક ભેદની સાથે પ્રકૃતિને જુદા જુદે સંબંધ બતાવવામાં આવેલ છે. સમુદ્રની હવા જુદી હોય છે, દ્વીપની હવા જુદી હોય છે અને આ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વગેરે દરેક દિશાની હવા જુદા જુદા પ્રકારની હોય છે. આ હવાને લગતી વાતે જે જાણતા હશે તે વૈજ્ઞાનિક હવા જેઈને એમ પણ કહી શકે છે કે, “આવી હવા ચાલી છે એટલે આમ થશે.” આ પ્રમાણે શાસ્ત્રમાં હવાના ભેદનું પણ વર્ણન છે.
રાજા શ્રેણિક વિહારયાત્રા માટે બહાર નીકળી મંડિકુક્ષિ બાગમાં આવ્યો. તે બાગ શાસ્ત્રના કથનાનુસાર નન્દનવનની જેવો હતો. આ બાગનું વર્ણન શાસ્ત્રમાં કેવી રીતે કરવામાં આવ્યું છે એ વાત યથાવસરે ફરી કહેવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૬
દાસ સુભગ બાલક અતિ સુંદર, ગોવે ચરાવનાર શેઠ પ્રેમસે રખે નેમ, કરે સાલ સંભાર, ધન છે ૬ એક દિન જગલમેં મુનિ દેખે, તન મન ઉપજે પ્યાર;
ખડા સામને દયાન મુનિ મે, વિસર ગયા સંસા૨, ધન ૭ | શેઠ શેઠાણીને પુત્રની જરૂર હતી છતાં પણ તેઓ કેવા ધીર ગંભીર હતા કે, પિતાને