________________
વદ ૧૧]
રાજકેટ-ચાતુર્માસ
[ ૬૧
ધર્મ છોડી અને પિતાના ધર્મને કલંક લગાડી પુત્રને પ્રાપ્ત કરવાની ઇચ્છા પણ રાખતા નહિ એ વિષે કાલે કહેવામાં આવ્યું છે.
પહેલાંના લોકે, કોઈ ચીજની આવશ્યક્તા હોવા છતાં પણ પિતાના ધર્મના ભોગે તે ચીજને લેવા ચાહતા નહિ. અરણક શ્રાવકને ધનની આવશ્યક્તા હતી અને તે માટે વહાણ લઈને પણ નીકળ્યો હતોપણ જ્યારે દેવે તેને ધર્મ ત્યાગ કરવાનું કહ્યું અને નહિ તે વહાણ સમુદ્રમાં ડુબાડી દેવાની ધમકી આપી, તે તે વખતે અરણક શ્રાવકે વહાણની જરા પણ ચિન્તા ન કરી અને પિતાના ધર્મ ઉપર દઢ રહ્યો. ધર્મને ત્યાગ કરવાથી જ કલ્યાણ થતું હોય છે, જેમની સેવામાં સોળ હજાર દેવો રહેતા હતા તે મહાપુરુષે પરિસહ શા માટે સહેત ?
પહેલાંના પ્રાયઃ બધાય શ્રાવકોના વર્ણનમાં એ ઉલ્લેખ મળે છે કે, તેઓને ત્યાં ગાય પાળવામાં આવતી ! તેઓનું જીવન ગાયોની સહાયતા વિના ચાલી શકતું નહિ ! અને તે માટે વિવાહના સમયે પણ ગો દાન આપવામાં આવતું. વાસ્તવમાં ગાયોની સહાયતા વિના જીવન નભી પણ શકતું નહિ અને પવિત્ર રહી શકતું નહિ! આ વાત આજે અમેરિકાના લોકો સમજી શક્યા છે ! “ગે ' શબ્દનો અર્થ પૃથ્વી થાય છે અને પૃથ્વીના એ અર્થ ઉપરથી ગાય પશુનું નામ પણ “ગો ” રાખવામાં આવ્યું છે. પૃથ્વીની સહાયતા વિના શું કઈ જીવિત રહી શકે છે ? કોણ એવો છે કે, જે પૃથ્વીની સહાયતા વિના જીવિત રહી શકે ? આ જ પ્રમાણે જીવનને માટે “ગાય” પણ આધારભૂત છે એમ વિચારીને જ ગાયનું નામ
ગે' રાખવામાં આવ્યું છે. જે પ્રમાણે જીવનને માટે પૃથ્વીની સહાયતાની આવશ્યક્તા છે તે જ પ્રમાણે ગાયની સહાયતાની પણ આવશ્યક્તા છે. ઘી, દૂધ વગેરે ગાયમાંથી જ પેદા થાય છે અને તે દ્વારા જ જીવનનો વ્યવહાર ચાલે છે; પણ આજના લોકે જીવન સુધારવાની કળા ભૂલી રહ્યા છે ! જે ન ભૂલ્યા હોય તે જે તમારા માટે ઘી-દૂધ આપે છે તે અથવા તેનાં સંતાને કપાય, અને તમે તે ગાયનું દૂધ પીને પણ તેની રક્ષા ન કરો એ કેમ સહન થઈ શકે ?
જિનદાસ શેઠને ત્યાં ઘણી ગાયો હતી. તે એ ગાયને આમતુલ્ય માની તેમની રક્ષા કરતે હતે. ગાયને માટે ભારતના પ્રાચીન લોકેની કેવી ઊંચી દૃષ્ટિ હતી તે વિષે કહેવું જ શું? કૃણને ભલે કઈ ગમે તે દૃષ્ટિએ જોતા હોય પણ તેઓ મહાન પુરુષ હતા એમ તે બધા માને છે. તે કૃષ્ણ પણ હાથમાં લાકડી લઈ ગયે ચરાવતા હતા. આ વાત ગાયનું મહત્ત્વ સમજાવવા માટે શું ઓછી છે?
ગાયની બરાબર સારસંભાળ રાખવા માટે જિનદાસે સુભગ નામના એક વિશ્વાસપાત્ર ગોવાળના છોકરાને પિતાને ત્યાં રાખ્યો હતો. તે છોકરાને જિનદાસ શેઠ ઘરના માણસની જેમ રાખ. સુભગ જિનદાસની ગાયોને હંમેશાં સવારમાં ચરાવવા લઈ જતો અને સાંજે ચરાવીને પાછો લાવતો.
આજે ગાયો માટે ગોચરભૂમિનો બહુ જ મુશ્કેલી છે. પણ એની ફરિઆદ કોણ કરે અને કોણ સાંભળે ! બીજા કામોને માટે તે વકીલો તૈયાર થઈ જાય છે પરંતુ આ