________________
વદ ૩] રાજકેટ–ચાતુર્માસ
[૪૬૭ એક યુનીવર્સીટી છે. આ શાળામાં ભણનારાઓમાંથી કોઈ ભૂલે પણ છે અને નાપાસ પણ થાય છે પણ શાસ્ત્રો એ ભૂલેલા–નાપાસ થએલાઓને સારા સમજતા નથી, પરંતુ તેમની નિંદા કરે છે. આવી દશામાં એ નાપાસ થએલાઓને કારણે સાધુતાની શાળાની જ નિંદા કરવી કે એ શાળામાં ભણનાર બધા લોકોને ખરાબ કહેવા એ ઠીક કેમ કહી શકાય ? જો કે ભણનાર ભૂલે પણ છે છતાં સાધુઓએ એ તરફ વિશેષ સાવધાની રાખવી જોઈએ. એ તે વ્યવહારની વાત છે, એમાં શું પડયું છે એમ કહેનારાઓએ વિચારવું જોઈએ કે, આપણે હજી વ્યવહારમાં જ છીએ, વીતરાગ થયા નથી. ભગવાન પણ વ્યવહારધારા જ નિશ્ચયમાં ગયા હતા. એટલા માટે વ્યવહારની અવહેલના કરવી ન જોઈએ. વ્યવહારનું પાલન કરી નિશ્ચયમાં જવું એ જ અનાથમાંથી સનાથ બનવા જેવું છે.
અભ્યાસ કરનાર વિદ્યાથી ભૂલી જાય છે તે ઠીક છે પરંતુ જે શિક્ષક જ ભૂલી જાય તે તે ગજબ જ થઈ જાય ને ? રેગી તે ભીંત ભૂલે છે પણ ડૉકટરોએ તે ભીંત ભૂલવી ન જોઈએ. આ જ પ્રમાણે બીજાઓ ભૂલે તે ભૂલે પણ જેઓએ સાધુ થઈને મહાપુરુષોની નામાવલીમાં પિતાનું નામ નોંધાવ્યું છે તેમણે તે ભૂલવું ન જોઈએ. તેમણે તે ઘણી જ સાવધાની રાખવી જોઈએ. અને સાવધાની રાખવા છતાં કદાચ પિતાનાથી ભૂલ થઈ જાય તે એ ભૂલને ભૂલ માની તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! જે લેકે સાધુ થઈને પાછા અનાથતામાં પડી જાય છે તે લેકે વીરના માર્ગે ચાલનારા નથી.” અનાથી મુનિએ આમ શા માટે કહ્યું? કેટલાક લેકે તે કહે છે કે, સાધુનો આચાર ગૃહસ્થને ને કહે. ગૃહસ્થની સામે સાધુના આચારને કહેવાની શી જરૂર છે? પણ તમે સાધારણ ગૃહસ્થ નથી પણ શ્રમણોપાસક છે. એટલા માટે તમારે તમારા ઉપાસ્યનું લક્ષણ સમજવું જોઈએ. અનાથી મુનિ રાજાને સંબોધન કરી સમસ્ત સંસારને સમજાવી રહ્યા છે કે, સાધુઓએ ધીર-વીર પુરુષને માર્ગ દૃષ્ટિ સમક્ષ રાખવો જોઈએ. એમ થવું ન જોઈએ કે, નામ તે ત્યાગીઓમાં લખાવે અને કામ ત્યાગીઓનું ન કરે. જે આમ કરે છે તે ધીર-વીર પુરુષના માર્ગે ચાલનાર નથી પરંતુ કાયરને માર્ગે ચાલનાર છે.
કાયરના માર્ગે ચાલનાર કોણ છે ! એને માટે અનાથી મુનિ કહે છે કે, જે સાધુ થઈને ઈસમિતિનું ધ્યાન રાખતું નથી તે. ઈસમિતિપૂર્વક ચાલવાથી જ સાધુઓ ધીર-વીર પુરુષોના માર્ગે ચાલી શકે છે. ભગવાન તીર્થકર અને ગણધર મહારાજ જે માર્ગે ચાલ્યા છે તે રાજમાર્ગ છે. જેઓ તેમની માફક ચાલે છે તેઓ તે તેમના માર્ગે ચાલનાર છે, નહિં તે તેઓ તેમના માર્ગે ચાલનાર નથી પણ સંસારના માર્ગે ચાલનાર છે. તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે “અમારા ગુરુ ઈર્યાસમિતિનું ધ્યાન રાખનારા હોય છે અને જો ઈસમિતિનું ધ્યાન ન રાખવા છતાં અમે તેમને માનીએ તે તેમને ભ્રષ્ટ કરનારા અમે જ છીએ.”
સાધુઓએ દ્રવ્ય અને ભાવથી ઈસમિતિનું ધ્યાન રાખવું જોઈએ. દ્રવ્ય ઈર્યા જોઈને તે માર્ગ ઉપર ચાલવું અને ભાવ ઈર્યા જોઈને જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ગમન કરવું. આ વીર કે ધીરને માર્ગ છે. જે ઈસમિતિપૂર્વક ચાલતું નથી તે ધીર-વીરના માર્ગે ચાલનાર નથી.
બીજી ભાષાસમિતિ છે. ભાષા સમિતિની શિક્ષા પામી તેની પરીક્ષા આપવી જોઈએ. તમારી સમક્ષ બેલિવું એ ભાષાસમિતિની પરીક્ષા આપવા સમાન છે.