________________
૪૬૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા સંસારમાં કોઈ તે આધિદૈવિક શાન્તિ ચાહે છે, કોઈ આધિભૌતિક શાન્તિ ચાહે છે અને કોઈ આધ્યાત્મિક શાન્તિ ચાહે છે. પણ ભકતોના હૃદયમાં શાન્તિ વિષે કોઈ જુદા જ પ્રકારની ભાવના હોય છે. તેઓ તે એમ ચાહે છે કે, “હે ! પ્રભે ! અમને તે તારી ભક્તિરૂપી જ શાન્તિ મળે. અમે તારી ભક્તિમાં એવા તલ્લીન રહીએ કે જાણે અમે તારી ભક્તિરૂપી શાતિનું પાન કરતા હોઈએ. --
અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે, ભગવાનની પાસે શાન્તિની યાચના શા માટે કરવામાં આવે છે? શું પિતાનામાં શાન્તિ નથી કે ભગવાનની પાસે શાન્તિની યાચના કરવામાં આવે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે પ્રમાણે કઈ પુરુષના ઘરમાં ધન છે પણ તેને પોતાના ઘરમાં કયાં ધન પડવું છે તેની ખબર નથી એટલે તે બીજાની સહાયતા ચાહે છે. આ જ પ્રમાણે ભક્ત પણ કહે છે કે, “હે ! પ્રભો ! મારામાં શક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ તે છે. પણ તે શક્તિ એવી રીતે દબાઈ ગઈ છે કે મને તે શક્તિની પ્રાપ્તિ થવી તે દૂર રહી પરંતુ તે શક્તિને પત્તો પણ લાગતું નથી.”
કઈ માણસની આંખમાં જાળું જામી ગયું હોય, તે એ દશામાં પ્રકાશ પિતાની પાસે હોવા છતાં જાળું જામી જવાને કારણે આંખને પ્રકાશ આચ્છાદિત થઈ જાય છે. જ્યારે કઈ વૈદ્ય કે હકીમ મળીને એ જાળાંને કાપી નાંખે છે અને આંખ ઉપર આવેલા આવરણને દૂર કરી નાંખે છે ત્યારે તે આંખની પતિ પાછી ઝળકે છે. આવરણ દૂર થવાથી તેને ગએલી જયોતિ પાછી મળતી નથી, પરંતુ જે જોતિ પોતાની પાસે હતી તે જ પ્રગટ થઈ છે; છતાં તે રોગી તે એમ જ માને છે કે, એ વૈદ્ય કે હકીમે મને જોતિ આપી છે. આમ માનવું એ રોગીની નમ્રતા છે. આ જ પ્રમાણે ભક્તજનો પરમાત્માને કહે છે કે, “હે ! પ્રભો ! મારા ગુણ ઉપર આવરણ આવી રહ્યું છે. એ આવરણ આપ જેવા વૈદ્યની કૃપા વિના દૂર થઈ શકે એમ નથી. એટલા માટે આપ મારા ગુણ ઉપર આવેલા આવરણને દૂર કરે. વૈદ્યદ્વારા જેમની આંખનું આવરણ દૂર થયું છે, તે વ્યક્તિ તે આંખોનું આવરણ દૂર થવાથી વિકારી ચીજ પણ જોઈ શકે છે; પરંતુ હે! પ્રભો ! આપ મને એવી શક્તિ આપે કે જેથી હું વિકારી ચીજને ન જેઉં પણ અવિકારી ચીજને જ જોઉં. અનાથી મુનિને અધિકાર–પ૧
અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, મનુષ્ય પહેલાં તે અનાથતામાં રખડે છે પણ સુયોગથી જ્યારે તે અનાથતામાંથી નીકળવા માટે સાધુ બને છે ત્યારે કઈ કઈ એમાંથી એવા કાયર પણ હોય છે કે જેઓ પાછા અનાથતામાં પડી જાય છે. આત્મતત્વને આત્મામાં સ્થિર રાખવું બહુ જ મુશ્કેલ છે. જે કઈ આત્મા આત્મતત્વને સ્થિર રાખે છે તે ઘણે જ લાભ પ્રાપ્ત કરી શકે છે. - આજે વિકારી લેકેને જોઈ, બધાને વિકારી સમજવામાં આવે છે. થોડા સાધુઓને સાધુતાથી પતિત થએલા જોઈ બધા સાધુઓની નિંદા કરવામાં આવે છે, પણ આમ કરવું એ ભૂલ છે. યુનીવર્સીટીની પરીક્ષા દેનારાઓમાંથી શું કેઈ નાપાસ થતા નથી ? ઘણું વિદ્યાર્થીઓ નાપાસ પણ થાય છે પણ શું એ કારણે યુનીવર્સીટી બંધ કરી દેવામાં આવે છે? નહિ, કારણ કે, જે ભણે છે તે ભૂલે પણ છે. આ જ પ્રમાણે સાધુતા પણ ભગવાન અહંન્તની