________________
-
-
* બાપા અમાટે નવ
: : :
-
કામ ા
નામ
૪૬૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
આ જ પ્રમાણે ત્રીજી એષણસમિતિનું અને ચોથી ભંડેપકરણ સમિતિનું પણ સાધુઓએ ધ્યાન રાખવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. તેમ જ ભંડોપકરણને મૂક્વા તથા લેવામાં સાવધાની રાખવી જોઈએ. પહેલાં તે સાધુ ધર્મોપકરણની સિવાય બીજી વસ્તુઓને પિતાની પાસે રાખે જ નહિ પણ જે ધર્મોપકરણે છે તેને પણ મૂકવા તથા લેવામાં ધ્યાન રાખે.
પાંચમી ઉચ્ચારપ્રસવણસમિતિનું પાલન કરવામાં પણ સાધુઓએ સાવધાની રાખવી જોઈએ. મલ-મૂત્રાદિને એવી રીતે પરવું જોઈએ કે જેથી લેકે જુગુપ્સા ન કરે. જે આહાર કરે છે તેને નિહાર તે કરવો જ પડે છે પણ નિહાર કેવી રીતે કરે, ક્યાં કરે વગેરેને ખ્યાલ રાખવો જોઈએ.
જંગલ જતાં-આવતાં મ્યુનિસીપાલિટીની કચરાની ગાડીઓ જે સામે આવે છે તે જોઉં છું. એ ગાડીઓમાંથી દુર્ગધ નીકળે છે પણ જરા વિચાર કરે છે, એ દુર્ગધ એમાં ક્યાંથી આવી ? એ દુર્ગધ તમારે ત્યાંથી જ આવી છે ને ? તમે લોકોએ ઘેર જે ગંદકી કરી તે જ ગંદકી આ ગાડીમાં આવી. તમે લોકો ગંદકીને સાફ કરનાર લોકોની નિંદા કરે છે, તેમને ઘણાની દૃષ્ટિએ જુએ છે, તેમને હલકા માને છે અને પિતાને મોટા માને છે પણ અત્રે વિચારવા જેવી વાત એ છે કે, જે ગંદકીને ફેલાવે છે તે લેકો મેટા અને જે ગંદકીને સાફ કરે છે એ લેક હલકા એ કેમ બને ?
સાધુઓ માટે શાસ્ત્રમાં સાવધાની આપવામાં આવી છે કે, ‘તમે જંગલ જાઓ ત્યારે તમારે કેવી જયા જેવી જોઈએ ? જે ગામમાં તમારે ચોમાસું કરવું છે ત્યાં જંગલ જવાની. જગ્યા પહેલાં જોઈ લે અને જે તમને જગ્યા સારી જણાતી ન હોય તે ત્યાં સમિતિનું પાલન થઈ ન શકવાને કારણે ચાતુર્માસ કરવાને નકાર ભણી દો. આ પ્રમાણે સમિતિની રક્ષા માટે બીજા ગ્રામમાં ચાતુર્માસ કરનાર સાધુ આરાધક છે, પરંતુ શહેરમાં એવી જ ધમાલ ચાલે છે, આ પ્રમાણે અહી જંગલ જવાની ધમાલમાં પડી જાય અને સમિતિના પાલનમાં ઉપેક્ષા કરે તે તે વિરાધક છે. - સાધુઓએ આ પાંચમી સમિતિના પાલન માટે ઘણું ધ્યાન રાખવું જોઈએ. એમ થવું ન જોઈએ કે, સમિતિનું પાલન તે ગ્રામમાં સાધુ રહીને કરી શકે છે પણ શહેરમાં રહેનારા સાધુઓ સમિતિનું પાલન કેવી રીતે કરી શકે એ તે ગ્રામમાં રહેનારા સાધુઓનો આચાર છે. શહેરમાં રહેનારા સાધુઓને એ આચાર હોઈ શકે નહિ. જે આમ કહેવામાં આવે તે તેનો અર્થ એ થયો કે ગ્રામના સાધુઓ માટે જુદુ શાસ્ત્ર હોવું જોઈએ અને નગરના સાધુઓ માટે જુદુ શાસ્ત્ર હોવું જોઈએ. અથવા કોઈ એમ કહે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે જોવું જોઈએ, તે આનો અર્થ એ થયો કે, મહાવ્રતનું પાલન પણ કવ્ય, ક્ષેત્ર અને કાળને જોઈ કરવું જોઈએ. પણ જેઓ આ પ્રકારની છટકવાની બારી જુએ છે તેઓ શાસ્ત્રના માર્ગ ઉપર ચાલનાર નથી અને જે શાસ્ત્રાનુસાર ચાલતા નથી તે ધીર-વીર પુરુષના માર્ગે ચાલનાર નથી. વીર પુરુષના માર્ગે ચાલનાર છે તે છે કે, જે શાસ્ત્રાનુસાર ચાલે છે. કોઈ એમ કહે કે, શાસ્ત્રો તે હજાર વર્ષ પહેલાંના છે અને આ પ્રમાણે કહીને કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રય લઈ શાસ્ત્ર-વિરુદ્ધ વ્યવહાર કરે, તે તે વીરના માર્ગે ચાલનાર. નથી. શાસ્ત્રો તે ત્રિકાલજ્ઞદ્વારા કથિત છે. એટલા માટે તેમને આજકાલનું જ્ઞાન ન હતું એમ કહી