________________
૧૯૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ લગ્નપ્રથાના પ્રચલન વિના સમાજમાં શાંતિ રહેશે નહિ એટલા માટે તેમણે વિવાહપ્રથાનું પ્રચલન શરૂ કર્યું.
અત્રે એ જોવાનું છે કે, લગ્ન કરવાને અધિકાર કોને અને કોની સાથે છે ! આજકાલ પૈસાથી વિવાહ થાય છે અને તે કારણે રૂ૫, શીલ, ગુણ આદિમાં કજોડાવિવાહ થઈ જાય છે. કજોડાવિવાહ કરાવીને દંપતીમાં પ્રેમ પેદા થાય એવી આશા રાખવામાં આવે છે પણ પ્રેમ પેદા ક્યાંથી થાય ! પ્રેમના ઘરમાં તે પહેલેથી જ આગ લગાવવામાં આવે છે. પુરુષે પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે, સ્ત્રીઓ ઉપર અત્યાચાર ગુજારે અને ગમે તેટલી વાર પુરુષોને વિવાહ કરવાનો અધિકાર છે એમ પુરુષો માને એ બધાં લગ્નપ્રથા વિરુ હનાં કામે છે. આ પ્રમાણે પુરુષોએ લગ્નમર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે પણ શાસ્ત્રકારો કહે છે કે, પુરુષોત્તમ તે તે જ છે કે જે મર્યાદાનું પાલન કરે છે. જે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તે ભ્રષ્ટ છે. એટલા માટે સ્ત્રી પુરુષોએ મર્યાદાનું સમુચિત પાલન કરવું જોઈએ.
ભગવાન ઋષભદેવે વિવાહની જે મર્યાદા બાંધી છે તે મર્યાદાનું પાલન કરવામાં આવે તે એક પણ કજોડાવિવાહ ન થાય. આજે તે લાકડાને માંકડું વળગાડી દેવામાં આવે છે, પણ આમ કરવાથી મર્યાદાને ભંગ થાય છે અને તેથી સમાજનું અને વ્યક્તિનું–બન્નેનું પતન થાય છે.
આજે કન્યાને વિશેષતઃ મેટ્રીક પાસ થએલા મુરતીયાને આપવામાં આવે છે. પછી ભલે તેને માટે હજાર-બે હજાર રૂપિયા કેમ આપવા ન પડે! જેમને પુત્ર મેટ્રીક પાસ થએલો હોય છે તે પણ આટલા રૂપિયા આપે તે હું વિવાહ કરું એમ કહે છે. પણ આ શું વિવાહના આદર્શનું અનુકરણ છે? વિવાહ કરવા માટે અમુક રૂપિયા આપવા કે માંગવા એ વિવાહ છે કે વિક્રય છે? પરદેશ જવાના કે મોકલવાના બહાને કે ભણાવવાના બહાને રૂપિયા માંગીને લેવા એ શું વરવિક્રય નથીશું વરવિયને બંધ કરવા માટે જાતિ કાંઈ પ્રબંધ કરી શકતી નથી ? કન્યાવાળા સ્વેચ્છાએ આપે એ વાત જુદી છે, પણ “ અમુક રકમ આપે તે વિવાહ કરીએ' એમ કહીને રૂપિયા માંગવા એમાં સંતાન પ્રત્યેની કરુણાભાવને નાશ રહે છે. એટલા માટે વિચાર વિનિમય કરી, વરવિક્રયની પ્રથા બંધ કરવી જોઈએ. વિના માંગે કઈ લાખ રૂપિયા આપે છે તે આપનારની ઈચ્છા છે, પણ પ્રથા પાડી અમુક રૂપિયા માંગવા એ ઠીક નથી. અમુક રૂપિયા માંગવાની પ્રથા પાડવાથી તે ગરીબોની સ્થિતિ બહુ જ કઢંગી બની જાય છે અને કન્યાના વિકાસમાર્ગમાં આડખીલી ઉભી થાય છે.
ભગવાને સર્વ પ્રથમ રાષ્ટિ અર્થાત કન્યા સંબંધી અસત્ય બલવાને નિષેધ કરેલ છે. કન્યાઓને માટે અસત્ય નહિ બલવાને સર્વ પ્રથમ નિષેધ એટલા માટે કરવામાં આવ્યું છે કે કન્યા એ ભવિષ્યની માતા છે. એટલા માટે તેમને આદર કરવો જોઈએ. કવિઓએ કહ્યું છે કે-ચત્ર નાર્યસ્તુ પૂચને તન સેવતા જ્યાં સ્ત્રી જાતિનો આદર થાય છે ત્યાં દેવે રમે છે, લક્ષ્મીને વાસ ત્યાં છે અને આનંદ પણ ત્યાં જ છે. આ વૃદ્ધવાક્યને ધ્યાનમાં લઈ વરવિક્રયની પ્રથાને દૂર કરે !