________________
-
શુદી ૧૩]
રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૯૭
મનેરમા અને સુદર્શનને આનંદપૂર્વક વિવાહ થશે. વિવાહ કરવાને મુખ્ય ઉદ્દેશ પરસ્પર સહકાર આપવાનું છે. તમે કહેશો કે, એવું કર્યું કામ છે કે એક પુરુષ કે એકલી સ્ત્રી કરી ન શકે! આ વિષે બહુ દૂર ન જતાં તમારા પિતાના જન્મ વિષે વિચાર કરો. શું એકલી સ્ત્રી કોઈ બાળકની માતા બની શકશે? તેમ શું એક પુરુષ કોઈ બાળકનો પિતા બની શકશે? પરસ્પરના સહકારથી જ માતાપિતા બની શકે છે. આજે વિવાહને મુખ્ય ઉદ્દેશ ભુલાઈ ગયો છે અને તેથી જ હાનિ થઈ રહી છે. વિવાહમાં વર કન્યા રૂપગુણમાં સમાન હોવા જોઈએ. જે વર કન્યા સ્વભાવાદિમાં સમાન હશે તે તેમને જીવનવ્યવહાર સારી રીતે ચાલશે. જે પુરુષનો સ્વભાવ સારો હોય અને સ્ત્રીને સ્વભાવ કર્કશ હોય કે સ્ત્રીને સ્વભાવ સારો હોય અને પુરુષનો સ્વભાવ કર્કશ હોય તે પણ બન્નેને જીવનવ્યવહાર સારી રીતે ચાલી શકતા નથી. આ વિષે જન રામાયણમાં એક કથા આવી છે કે –
રામ, લક્ષ્મણ અને સીતા વનમાં જઈ રહ્યા હતા. રસ્તામાં સીતાને બહુતરસ લાગી. સીતાએ લક્ષ્મણને કહ્યું કે સામે ઘર દેખાય છે ત્યાંથી પાણી મળી આવશે માટે ત્યાં જઈએ. ત્રણે જણ ત્યાં ગયા. તે એક બ્રાહ્મણનું ઘર હતું. બ્રાહ્મણ બહાર ગયો હતો. ઘરમાં બ્રાહ્મણની પત્ની હતી. પિતાના ઘરના આંગણે અતિથિઓને આવેલા જોઈ તે બ્રાહ્મણ પત્ની ખૂબ જ પ્રસન્ન થઈ અને આદર-સત્કારપૂર્વક ત્રણેયને ઘરમાં આસન ઉપર બેસાડયા. પીવા માટે ઠંડુ પાણી આપ્યું. બધાએ ઠંડુ પાણી પીને તરસ છીપાવી. એટલામાં તે ગામમાંથી બ્રાહ્મણ આવ્યો, પિતાના ઘરમાં ત્રણ જણાને ધૂળથી ખરડાએલાં કપડાં પહેરેલાં જઇ તે મનમાં ધુંધવા; અને આ વળી કોણ અહીં આવ્યાં છે ! આમ ધુંધવાતે ધુંધવાતે તે ઘરમાં ગયો અને પોતાની સ્ત્રી ઉપર નારાજ થયે અને પોતાની સ્ત્રીને કહેવા લાગ્યું કે, હું તને હજારવાર કરી ચૂકયો છું કે, આવાં લંગોટિયા બાવાઓને ઘરમાં ઘાલ નહિ, પણ તું મારું કહ્યું માને શાની ? તને તે માર લાગશે ત્યારે જ પાંસરી થશે ! આ પ્રમાણે પિતાની સ્ત્રી ઉપર કોધી તે ઘરમાં ગયો, અને રસોડામાંથી સળગતું લાકડું લઇ ડામ દેવા માટે તે બહાર નીકળ્યો. તે બ્રાહ્મણ પત્ની સળગતું લાકડું જોઈ સીતાની પાસે દોડી ગઈ અને “મારી રક્ષા કરે”, મારી રક્ષા કરે, એમ કરગરવા લાગી. રામ તે બ્રાહ્મણને સમજાવવા લાગ્યા કે તું કારણ વિના તારી પત્નીને શા માટે હેરાન કરે છે ? પણ તે બ્રાહ્મણે રામનું કહ્યું ગણકાર્યું નહિ. એટલે લક્ષ્મણને બહુ ક્રોધ ચડયો અને તેણે તે બ્રાહ્મણને પગ પકડી આકાશમાં ફેંકી દીધો.
અતિથિ સત્કારમાં વિવેકને એક મેટ ગુણ રહેલો છે. જે વિવેક હોય તો રામ જેવાને પણ સત્કાર કરવાને શુભ અવસર મળે છે, અને વિવેક ન હોય તે રામ જેવાને પણ તિરસ્કાર થઈ જાય છે.
લક્ષ્મણે બ્રાહ્મણને આકાશમાં ફેંકી દીધો, પણ રામને એ ઠીક ન લાગ્યું. તેમણે લક્ષ્મણને કહ્યું કે, આપણે આ બ્રાહ્મણના ઘરને સત્કાર પામ્યા છીએ તે તે બ્રાહ્મણની આવી દુર્ગતિ કરવી એ ઠીક નથી.