________________
૧૯૮].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણું
લક્ષ્મણે કહ્યું કે, મેં તેને આકાશમાં ફેંકયો છે, પણ તેને નીચે પડવા નહિ દઉં. બ્રાહ્મણ જ્યારે આકાશમાંથી નીચે પડવા લાગ્યો ત્યારે લક્ષ્મણે તેને હાથમાં ઝીલી લીધે. લક્ષ્મણની આવી અભુત શક્તિ જોઈ તે બ્રાહ્મણ આશ્ચર્યચકિત જ થઈ ગયે.
કહેવાનો આશય એ છે કે, સ્ત્રી-પુરુષના સ્વભાવમાં સામ્ય ન હોય તો જીવનવ્યવહાર બરાબર ચાલી શકતા નથી. માતાપિતાનું કર્તવ્ય છે કે પુત્ર-પુત્રીને વિવાહ સ્વભાવાનુકૂલ યોગ્ય પુત્ર-પુત્રી સાથે કરે. લોભને વશ થઈ પુત્ર-પુત્રીને કજોડાવિવાહ કરવો ન જોઈએ.
પુરુષ કહે છે કે, “ધર્મ તે સ્ત્રીઓને કરવાનો છે, અમારું કામ તે મેજમજા માણવાનું છે.” આ ગંભીર ભૂલ છે. ધર્મ તે સ્ત્રી-પુરુષ બન્નેને માટે છે. બન્નેમાં જે સરખી ધર્મભાવના હોય તે જ બન્નેને જીવનવ્યવહાર સુખપૂર્વક ચાલી શકે. જ્યાં પતિપત્નીમાં ધાર્મિક ભાવના સમાનરૂપે હેતી નથી ત્યાં રાત્રિ દિવસ કલેશકંકાસ થાય છે.
આનંદ શ્રાવકે ભગવાન મહાવીરની પાસે જ્યારે તેને અંગીકાર કર્યો ત્યારે ઘેર આવી તેની પત્ની શિવાનંદાને કહ્યું કે, તું પણ વ્રતને અંગીકાર કર. શિવાનંદાને પિતાના પતિ ઉપર દ્રઢ વિશ્વાસ હતા. એટલે તે વિષે વિશેષ કાંઈ ન પૂછતાં ભગવાનની પાસે ગઈ અને તેને અંગીકાર કરી આવી.
આ પ્રમાણે જ્યાં પતિ-પત્નીમાં પરસ્પર વિશ્વાસ અને ધર્મનું સામ્ય હોય છે ત્યાં જ આનંદ મંગલ વર્તે છે. સુદર્શન અને મનોરમા બને યથાશક્તિ ધર્મારાધન, વ્રત–પ્રત્યાખ્યાન આદિ કરે છે અને આનંદપૂર્વક જીવન સુખમય વ્યતીત કરે છે. આગળ શું થાય છે તેને અધિકાર હવે પછી યથાવસરે કહેવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૨ મંગળવાર
પ્રાર્થના અહનાથ અવિનાશી, શિવમુખ લીધા વિમલ વિજ્ઞાન વિલાસી, સાહબ સીધો. – ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય
તાત “સુદશન” “દેવી માતા, તેહને નંદ કહાય. સાહબ તેરા 1 અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્મા પરમાત્માની પ્રાર્થના કેમ કરે એ જોવાનું છે. પ્રાર્થના નિવિકલ્પ અને સવિકલ્પ એમ બે પ્રકારે થાય છે. આ બે પ્રકારની પ્રાર્થનાઓમાંથી આત્માએ નિર્વિકલ્પ પ્રાર્થના જ કરવી જોઈએ; પણ એકદમ નિર્વિક૯૫ પ્રાર્થના કરવી મુશ્કેલ છે; એટલા માટે નિવિકલ્પ પ્રાર્થના કરવા અર્થે સવિકલ્પ પ્રાર્થનાનું અવલંબન લેવામાં આવે છે. અવલંબન લીધા વિના એકદમ ઉપર ચડી શકાતું નથી; એટલા માટે સવિકલ્પ પ્રાર્થના કરવામાં