________________
વદી ૨]
રાજકાટ-ચાતુર્માસ
[ ૧૯૯
આવે છે અને તે દ્વારા નિર્વિકલ્પ પ્રાર્થનામાં પહાંચી શકાય છે. આ પ્રાર્થનામાં પણ સવિકલ્પ અને નિર્વિકલ્પ એ બન્ને પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે; અર્થાત્ સગુણુ અને નિર્ગુણ એમ બે પ્રકારે પરમાત્માને બનાવી બન્નેય પ્રકારના પરમાત્માની પ્રાર્થના કરવામાં આવી છે.
તાત સુદર્શન દૈવી માતા તેના નન્દ કહાય ।
અર્થાત્—જેમના પિતા સુદર્શન અને માતા દેવી હતાં તે ભગવાનની પ્રાના કરી સવિકલ્પ પ્રાર્થના કરવામાં આવી છે; પણુ ત્યારબાદ પરમાત્માની નિર્વિકલ્પ પ્રાના આ પ્રમાણે કરવામાં આવી છેઃ—
અલખઅરૂપ અખ'ડિત અવિચલ, અગમ અગેાચર આપ ! નિરવિકલ્પ નિકલ`ક નિરંજન, અદ્ભુત જયેાતિ અમાપ ॥
આ પ્રમાણે પરમાત્માની સવિકલ્પ અને નિર્વિકલ્પ અને પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે. આપણું લક્ષ્ય તા નિર્વિકલ્પ પ્રાર્થના કરવાનું જ હાવું જોઈ એ પણ સવિકલ્પ પ્રાર્થનાની સહાયતા વિના એકદમ નિવિકલ્પ પ્રાર્થનામાં પહેાંચી શકાતું નથી એટલા માટે સવિકલ્પ પ્રાર્થનાની સહાયતા વડે નિર્વિકલ્પ પ્રાર્થનામાં પહોંચવું જોઈ એ !
આ ઉપરથી કાઈ એમ કહે કે, નિર્વિકલ્પ પ્રાર્થનામાં પહોંચવા માટે મૂર્તિ રાખવામાં આવે અને તેની સહાયતાદ્વારા આગળ વધવામાં આવે તે! શું વાંધા છે? પણ એમ કરવાથી તા વધારે ગડબડ ઉભી થશે. કારણ કે, નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા અને શરીર વચ્ચે કાંઇ સંબંધ નથી. શરીર જડ છે અને આત્મા ચૈતન્ય છે એટલે બન્નેને કાંઈ લાગતું વળગતું નથી. તેમ છતાં “ હું શરીર જ છું” એવા અધ્યાસ પડી જાય છે. હવે આ અભ્યાસને વધારવા ઠીક છે કે તેથી મુક્ત થવું ઠીક છે! જો અધ્યાસથી મુક્ત થવું હાય તા એવા વિચાર રાખવા જોઇએ કે, “હું નિર્વિકલ્પ છું અને શરીર સંબંધથી દૂર રહેવા ચાહું છું. '' આ પ્રમાણે વિચાર કરી એ અધ્યાસને દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવે છે; તે પછી મૂર્તિમાં પરમાત્માના અધ્યાસ માની તેમાં વધારે ફસાવવું એ કયાંસુધી યાગ્ય છે ? આ તા અધ્યાસથી મુકત થવાને બદલે વધારે અધ્યાસમાં ફસાઈ જવું પડશે અને એમ કરવું તે ન્યાયમાં કહેલા દ્રાવિડ પ્રાણાયમની માફક વિપરીત થશે. શરીરને માટે જ્યારે એવા અભ્યાસ પડી જાય છે ત્યારે હું શરીર જ છું એવું માનવા લાગે છે. અર્જુનને પણ એવા જ અભ્યાસ પડી ગયેા હતેા, ત્યારે કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કેઃ—
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥
नैनं छिन्दन्ति शास्त्राणि, नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે, હે! અર્જુન! શરીરમાં શું મુંઝાઇ ગયા છે. આત્માને પણ જો. શરીર તા નાશવાન છે પણ આત્મા અવિનાશી છે.