________________
૨૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
આ પ્રમાણે સવિકલ્પમાંથી નીકળી નિર્વિકલ્પમાં જવાનું છે, પણ સવિકલ્પમાં વધારે ફસાઈ જવું નથી. મૂર્તિ બનાવી તેમાં પરમાત્માને અધ્યાસ કરવો એ તે સવિકલ્પમાં, વધારે ફસાઈ જવા જેવું છે ! જે સવિકલ્પ પ્રાર્થના જ કરવી છે તો જેમ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ માતા-પિતાથી ઉત્પન્ન, અર્થાત તેરમા ગુણસ્થાને જે ભગવાન છે તેમની પ્રાર્થના કરવી જોઈએ. અને જે નિર્વિકલ્પ પ્રાર્થના કરવી હોય તે સિદ્ધ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન અરહનાથ જે કે શરીરમાં જ પેદા થયા હતા પરંતુ અંતે શરીરને અધ્યાત છેડી શરીરના વિકલ્પમાંથી નીકળી સિદ્ધ થયા હતા. તેમ પિતાને માટે પણ વિચાર કરવો જોઈએ કે, “હે ! આત્મા! તું પણ વિકલ્પમાંથી નીકળી નિર્વિકલ્પ પ્રાર્થનામાં જા, જ્યાં સુધી તું નિવિકલ્પ પહોંચ્યું નથી ત્યાંસુધી ભગવાન તીર્થંકરની પ્રાર્થના કરે અને પછી આ પ્રાર્થનાદ્વારા સિંદ્ધની પ્રાર્થનામાં પહોંચી જા.”
- સવિકલ્પ પ્રાર્થનામાંથી નિર્વિકલ્પ પ્રાર્થનામાં કેવી રીતે જવું એ વાત હવે હું શાસ્ત્રદ્વારા કહું છું – અનાથી મુનિને અધિકાર–૨૧
રાજા શ્રેણિક વિચારવા લાગ્યો કે, મને મુનિએ અનાથ શા કારણે કહ્યો? ગરીબ તે નથી કે જેથી મને અનાથ કા? રાજાએ મુનિને અનાથ કહેવાનું કારણ પૂછયું. મુનિએ જવાબ આપ્યો કે, હે ! રાજન ! તું સનાથ-અનાથને ભેદ જાણતો નથી એટલા જ માટે તું આમ કહે છે ! તારામાં ભ્રમ પેદા થયો છે અને એ ભ્રમને કારણે જ તું મનમાં મુંઝાઈ રહ્યા છે !
જ્યાંસુધી જ્ઞાન થતું નથી ત્યાં સુધી આત્મા ભ્રમમાં પડી મુંઝાઈ જાય છે. એ ભ્રમનું નિવારણ જ્યારે કઈ જ્ઞાની મળે છે ત્યારે જ થાય છે. અપૂર્ણ જ્ઞાનીને ભ્રમ પેદા થાય જ છે. જેમકે અંધારામાં છીપને ચાંદી અને હુંઠા ઝાડને માણસ માનવાને ભ્રમ પેદા થાય જ છે. જે તે છીપની પાસે જઈ જોવામાં આવે તે છીપ જ જણાશે. આ જ પ્રમાણે અજ્ઞાનને કારણે જે ભ્રમ પેદા થાય છે તે જ્ઞાન થતાં જ દૂર થઈ જાય છે. રાજાને પણ ભ્રમ થયો હતો અને તેથી જ તે એમ વિચારતા હતા કે, મને અનાથ શા કારણે કહ્યો ! મુનિએ કહ્યું કે, તે સનાથ-અનાથને ભેદ જાણ્યું નથી એટલે જ તને આ ભ્રમ પેદા થયે છે.
न तुमं जाणसि अणाहस्स, अत्थं पुत्थं च पत्थिवा। जहा अणाहो भवई, सणाहो वा नराहिव ॥ १६ ॥ सुणेह मे महाराय, अव्वक्खितेण चेयसा ।
जहा अणाहो भवई, जहा मेयं पवत्तियं ॥ १७ ॥
મુનિ કહે છે કે, “હે રાજન ! મેં તને અનાથ કહ્યો પણ તું શા માટે અનાથ છે તે બતાવ્યું નથી એટલે જ તું ભ્રમમાં પડી ગયો છે. હવે હું તને અનાથ અને સનાથ કોણ કહેવાય તે કહું છું તે અવિક્ષિત મને–શાંત ચિત્તે-સાંભળ. મનમાં કોઈ પ્રકારને સંદેહ રાખ નહિ.”