________________
વદી ૨] રાજકોટ–ચાતુર્માસ
| [ ૨૦૧ જ્યાં સુધી ચિત્તને એકાગ્ર કરી કોઈ વાતને સાંભળવામાં ન આવે, ત્યાં સુધી કાંઈ લાભ થતો નથી. જે મનમાં કોઈ પ્રકારને વિગ્રહ રહ્યો તે કાર્ય સિદ્ધ થતું નથી. આ વાત પ્રત્યેક કામમાં લાગુ પડે છે. જે કઈ કામ કરવા બેસીએ તે સિવાય બીજે ઠેકાણે મનને દેડાવવું, મનને એકાગ્ર ન કરવું તે વિગ્રહ છે. પછી ભલે તે કામ વ્યાવહારિક હોય કે આધ્યાત્મિક હોય. તમે લોકે અત્યારે સામાયિકમાં બેઠા છે, પણ તમારું ચિત્ત કયાં ભમે છે એ કોણ જાણે છે ! સામાયિક લઈને એક સ્થાને બેસવા છતાં ચિત્ત બીજે ઠેકાણે દોડાવવું એ તે એના જેવું થયું કે –
ન ખુદા હી મિલા, ન વિશાલે સનમ
ન ઈધર કે રહે, ન ઉધર કે સનમ' સામાયિકમાં બેસવા છતાં મન સ્થિર ન રહે, ચારે બાજુ ભમતું રહે છે તે સામાયિક કેવી કહેવાય એ વિષે એક વાત કહું છું –
એક શેઠની પુત્રવધૂને એવું જ્ઞાન થયું કે તે બીજાના મનની વાત જાણવા લાગી. એક દિવસ તેના સાસરા સામાયિકમાં બેઠા હતા ત્યાં એક માણસ આવ્યો અને પૂછવા લાગ્યો કે, શેઠ કયાં છે? શેઠે આ સાંભળ્યું તો ખરું પણ તે સામાયિકમાં બેઠેલ હોવાથી કાંઈ બે નહિ ! એટલે તેની પુત્રવધૂએ ઉત્તર આપ્યો કે, મારા સાસરા તે હમણાં મોચી બજારમાં ગયા છે. તે માણસને શેઠની સાથે જરૂરી કામ હોવાથી તે દેડતા દેડતા મચી બજારમાં ગયે અને શેઠને શેધવા લાગે પણ ત્યાં તેને પત્તો ન લાગ્યો એટલે તે પાછો ઘેર આવ્યો અને શેઠની પુત્રવધૂને કહ્યું કે, શેઠ મોચીબજારમાં તે ન મળ્યા, મારે તેમની સાથે જરૂરી કામ છે. આ સાંભળી પુત્રવધૂએ કહ્યું કે, હમણાં તેઓ ગાંધી–બજારમાં ગયા છે. એટલે પાછે તે માણસ ગાંધી-બજારમાં દેડતો ગયો. એટલામાં આ બાજુ શેઠની સામાયિક પણ પૂરી થઈ ગઈ અને સામાયિકમાંથી ઊઠી પિતાની પુત્રવધૂને કહેવા લાગ્યું કે, આટલા દિવસ સુધી તે હું તારા ઉપર બહુ વિશ્વાસ રાખતે હતો પણ તું આટલું બધું જુઠું બોલે છે તે તે આજે જ જાણ્યું. હું સામાયિકમાં બેઠો છું એ જાણવા છતાં પેલા માણસને પહેલાં મેચી-બજારમાં ગયા છે એમ કહ્યું અને પછી ગાંધી બજારમાં ગયા છે એમ જુઠું બોલવાનું શું કારણ ? પુત્રવધૂએ જવાબ આપ્યો કે, હું જુઠું બેલી નથી. તમે સામાયિકમાં બેઠા હતા એ સાચી વાત; પણ હું એમ માનું છું કે, જેમને ઉપગ જ્યાં હોય છે તે ત્યાં જે હોય છે. તમે સામાયિકમાં બેઠા હતા પણ તમારું મન પહેલાં મેચી બજારમાં અને પછી ગાંધી બજારમાં ભમતું હતું. આપની ચિત્તવૃત્તિ ત્યાં જ હતી. તમારું આ ખોખલું શરીર અહીં હોય તેથી શું? આપ વ્યવહારથી ભલે અહીં હું પણ નિશ્ચયથી તો તમે મોચી અને ગાંધીની દુકાને જ હતા. પુત્રવધૂની વાત સાંભળી શેઠને ઘણું આશ્ચર્ય થયું અને કહેવા લાગ્યો કે, મારા મનની વાત તે કેવી રીતે જાણી લીધી ! પુત્રવધૂએ જવાબ આપ્યો કે, એ બધું આપની કૃપાનું જ પરિણામ છે! આપની કૃપાથી જ બીજાના મનમાં શું છે તે હું જાણું લઉં છું. જે થયું તે થયું, હવેથી આ૫ સામાયિકમાં ચિત્તને એકાગ્ર રાખશો. . . .
રક