________________
૨૦૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
આ ઉપરથી તમે પણ તમારા વિષે વિચાર કરો કે, અમે સામાયિકમાં તા એસીએ છીએ પણ અમારું મન કયાં ભમે છે ! ' સામાયિકમાં ખેસવા છતાં મન ગમે ત્યાં ભટકતું રહે તા એ વ્યવહારની જ સામાયિક થશે. નિશ્ચયની સામાયિક તે! ત્યારે થઈ કહેવાય કે મન એકાગ્ર રહે અને સમભાવ જળવાય. તમે કદાચ એમ પૂછે કે, અમારાથી મન કાબુમાં રહેતું નથી તે। શું અમારે સામાયિક ન કરવી ! આના ઉત્તર એ છે કે, મન જો કાબુમાં રહેતું ન હોય અને બહાર દોડી જતું હેાય તે ખરાબ કામેા તરફ જવા ન દેવું. કદાચ ખરાબ કામેા તરફ મન ચાલ્યું જાય તે પશ્ચાત્તાપ કરી તેને ઠેકાણે લાવા અને ખરાબ કામ તરફ ક્રુરી જવા ન દો પણ સત્કાર્યોંમાં પરાવા. જેમકે બાળક ચાલતાં શીખે છે ત્યારે ચાલતાં ચાલતાં મન ફાવે તે તરફ દાડે છે પણ જે બાજુએ બાળકને પડી જવાના ભય હાય એ બાજુએ બાળકને માતાપિતા જવા દેતા નથી અથવા તેની સાથે ચાલે છે અને જ્યાં પડવાના ભય ન હેાય તે તરફ જતાં શીખડાવે છે. તે જ પ્રમાણે મન કાબુમાં રહેતું ન હેાય તેા તેને ખરાબ માર્ગે જવા ન દેવું પણ સન્માર્ગે લઇ જવાના પ્રયત્ન કરવા જોઈ એ પણુ મન કાબુમાં રહેતું નથી એટલે સામાયિક જ ન કરવી એ ઠીક નથી. જે ભણે છે તેને જ આ ભૂલ થાય છે એમ કહેવામાં આવે છે પણ જે ભણુતાં જ નથી તેને શું કહેવાય? એ જ પ્રમાણે સામાયિક કરનારાએથી ભૂલ પણ થાય છે; તે ભૂલને સુધારવી અને ફરી એવી ભૂલ ન થાય એની કાળજી રાખવી. પણ ભૂલ થાય છે એટલે સામાયિક છેાડી બેસી જવું એ ઠીક નથી.
"
કહેવાના આશય એ છે કે, પ્રત્યેક કામમાં મન લગાડવામાં આવે તેા કાર્યસિદ્ધિ થાય છે. એટલા માટે મુનિ રાજાને કહે છે કે, “ હે ! રાજન્! હું જે કહું તેને તું એકાગ્ર મને-મનાયેાગપૂક સાંભળ. અનાથ કેવા હાય છે અને સનાથ કેવા હેાય છે એ ખીજાના અનુભવની નહિ પણ મારા સ્વાનુભવની જ વાત કહું છું. બીજાની વાત તા કદાચ ખાટી પણ હોઈ શકે પણ હું પોતે પહેલાં કેવા અનાથ હતા અને હવે સનાથ કેમ થયા તે હું મારા સ્વાનુભવની વાતદ્વારા સમજાવું છું.”
તમે સનાથ છે કે અનાથ ? જ્યારે તમે તમારી અનાથતાને ઓળખી લેશે ત્યારે સનાચતાને પણ સમજી શકશેા પણ આત્મા પાતે અનાથ હોવા છતાં પેાતાને અનાથ માનતા નથી ત્યાં ભૂલ થાય છે. પરમાત્માની પાસે પેાતાની અનાથતાને સ્વીકાર કરતા નથી પણ જે ભક્ત લાકે હાય છે તેએ તા પેાતાની અનાથતાને સ્વીકાર કરી લે છે. તુલસીદાસજીની કવિતાદ્વારા હું એ વાત કહું છું, જો કે તેમાં થોડું અંતર જણાશે પણુ વિચાર કરવાથી કાંઇ અંતર નહિ જાય ! કવિ કહે છે કેઃ—
તૂ દયાલુ દીન હૈ। દાની હૈ। ભિખારી, હૈ। પ્રસિદ્ધ પાતકી તૂં પાપપુંજહારી; નાથ તુ અનાથકે અનાથ કૌન મોસેાં, મા સમાન આરત નાહિં આરતહાર તાસાં.
આમાં આત્મસમર્પણુના ભાવ છે. આત્માએ પરમાત્માને સમર્પણ કેમ કરવું એ વાત આ કવિતામાં બતાવવામાં આવી છે ! અનાથી મુનિ જે વાત કહે છે તે જ વાત પ્રતિો પેાતાની ભાષામાં થેાડા ફેરફારની સાથે કરી છે,