________________
વીર ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૨૦૩
પરમાત્માને આત્મસમર્પણ કરવા માટે શું કરવું જોઈ એ એ વાત વિના કથનદ્વારા સમજો. પરમાત્માને દીનદયાળુ કહેવામાં આવે છે. હવે તમે તમારા વિષે વિચારે કે તમે પોતે ‘દીન' બન્યા છેા ? જો તમે દીન બન્યા નથી તેા એ દીનદયાળુ સાથે તમારા સંબંધ શી રીતે જોડાય ? તમે કહેશેા કે અમે દીન કેવી રીતે બનીએ ? જ્યાંસુધી પેાતાનામાં અહંકાર છે ત્યાંસુધી દીન બની શકાતું નથી. દીન બનવા માટે અહંભાવના ત્યાગ કરવા જરૂરી છે. એટલા માટે અભિમાનને છેાડી દીન અનેા, વ્યવહારમાં તેા ન જાણે તમે કાની કાની સામે કેટલીવાર દીન અનેા છે પણ પરમાત્માની પાસે દીન બનતાં અચકાએ છે; પણ વિવાહ થતાં તમે ઘરમાં દીન બને છે કે નહિ, તેને વિચાર કરે ! જે પ્રમાણે કુતરા રેાટલી માટે પુંછડી હલાવે છે અને પેટ બતાવે છે તેમ તમે પણ સ્ત્રીની આગળ દીન બની જાઓ છે કે નહિ? વિષયવાસના હાવાને લીધે આત્મા એવા ગુલામ બની જ જાય છે. મોટા મોટા મહારાજાએ પણ વેશ્યાના વશમાં આવી જઇ તેમની આગળ દીન અની ગુલામ થઇ રહે છે !
કહેવાના ભાવાર્થ એ છે કે, આત્મામાં દીન થવાને સ્વભાવ તેા છે પણ પરમાત્માની આગળ દીન બનવામાં મુશ્કેલી જણાય છે. જ્યારે અભિમાન છેડી પરમાત્માની આગળ દીન થાઓ ત્યારે જ સિદ્ધિ થઇ શકે ! કવિ આનંદધનજીએ કહ્યું છે કેઃ—
· પ્રીતિ સગાઈ રે જગમાં સેા કરે, પ્રીતિ સગાઈ ન કોઈ । પ્રીતિ સગાઇ નિરુપાધિક કહી, સાપાધિક ધન ખાય ?
પ્રીતિ, સગાઈ–દીનતા બધા કરે છે અને એમ કરતાં આત્માને અનંતકાલ થઈ ગયા છે પણ તે જે દીનતા કરે છે તે સાપાધિક દીનતા જ કરે છે, નિરુપાધિક દીનતા કરતા નથી. સે।પાધિક દીનતાથી દીનતા વધે છે, ઘટતી નથી. આ પ્રકારની દીનતાથી તા આત્મા ભિખારી જ રહે છે. તમે કહેશેા કે, એવી અવસ્થામાં અમારે શું કરવું ? એ જ
તમારી બધી ભાવનાએ પરમાત્માને સમર્પણ કરી દેવી અને તેમની આગળ અભિમાનને ત્યાગ કરી દીન બની જવું. એવું તે। ગરીબમાં ગરીબ અને શાહુકાર પણ કરી શકે છે. આંધળા, બહેરા કે લૂલા કે ગમે તેવા અપંગ હેાય તે પણ પરમાત્માની આગળ ભાવાને સમર્પણ કરી દીન બની શકે છે, તેમ કરવામાં કાઈ પ્રકારની બાધા નડતી નથી. કદાચ કોઈ એમ કહે કે, રાજા આદિની પ્રાર્થના કરવાથી દીનતાને દૂર કરી શકાય છે. ‘ હું દીન હતા અને રાજાને પ્રાર્થના કરવાથી રાજાએ મારી દીનતા દૂર કરી ' એમ માનવું એ ભૂલ છે. રાજાએ દીનતા એછી નથી કરી પણ વધારી છે. દીનતા કેવી રીતે વધે છે એ ખતાવવા માટે શાસ્ત્રમાં કપિલનું ઉદાહરણ આવ્યું છે.
કપિલ શ્રાવસ્તિ નરેશના કાશ્યપ નામના પુરેાહિતના પુત્ર હતા અને ભણુવા માટે કૌશાંખીમાં રહેતા હતા ત્યાં તેની એક દાસી સાથે મિત્રતા થઈ ગઈ. દાસીની ઇચ્છા પૂરી કરવા માટે તે એક દિવસ ધન્ના શેઠદ્રારા આશીર્વાદના બદલામાં આપવામાં આવતું એ માસા સેાનાનું દાન લેવા માટે રાતના વખતે નીકળ્યો. મધ્ય રાત્રિએ નીકળ્યેા હેાવાના કારણે સીપાઇઓએ તેને ચાર ધારી પકડયા, અને ખીજે દિવસે રાજાની સમક્ષ ઊભા