________________
૨૦૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
કર્યો. તેને જોઈ રાજાને લાગ્યું કે, આ ચાર જણાતું નથી. આ બાજુ કપિલ મનમાં વિચારતો હતો કે, આ રાજાને શ્રાવર્તાિના રાજા સાથે વેર છે. એટલા માટે હું શ્રાવસ્તિને રહેવાશી છું એમ રાજા જાણશે તે મને વધારે દંડ આપશે. પણ ગમે તે થાય પણ જુઠું તે બેલવું જ નહિ.
રાજાએ કપિલને પૂછયું કે, તું ક્યાં રહે છે !-કપિલે ઉત્તર આપ્યો કે, હું શ્રાવસ્તિમાં રહું છું. શ્રાવસ્તિ નગરીનું નામ સાંભળતાં જ રાજાનું વૈર તાજું થયું. અને ક્રોધપૂર્વક ફરી પૂછયું કે, કોનો છોકરો છે? કપિલે ઉત્તર આપ્યો કે, રાજાના કાશ્યપ પુરોહિતને પુત્ર છું. રાજાએ કહ્યું કે, ત્યારે તે મારા શત્રુના મિત્રનો પુત્ર છે અને તેથી તું મારો શત્રુ છે. ઠીક, અહીં શા માટે આવે છે? કપિલે ઉત્તર આપ્યો કે, શ્રાવિસ્તમાં બધા મારી ઈર્ષો કરતા હતા, અને કોઈ મને ભણાવતું નહિ એટલા માટે ભણવા અત્રે આવ્યો છું. રાજાએ ફરી પૂછ્યું કે, રાતના સમયે શા માટે નીકળ્યો હતો? કપિલે ઉત્તર આપ્યો કે, એ ઘટના બહુ લાંબી છે પણ તમને સંભળાવું છું – કે હું જે ઉપાધ્યાયને ત્યાં ભણું છું તેમને તથા મને શાલિભદ્ર નામના શેઠે ભોજન આપવાની વ્યવસ્થા કરી હતી. મારે ત્યાં એક દાસી કામ કરવા આવતી હતી. તે દાસી સાથે હું ભ્રષ્ટ થયે. તે લોભીષ્ટ હતી એટલા માટે તેણીએ મને કહ્યું કે, તહેવાર આવે છે માટે મારે નવાં કપડાંની જરૂર છે તે લઈ આવો ! મેં જવાબ આપ્યો કે, હું કપડાં કયાંથી લાવું? તેણે કહ્યું કે, તમે મને કપડાં પણ પહેરવા આપી શકતા નથી તે પછી મારા નાથ શાના ? એ માટે તમને એક ઉપાય બતાવું. અહીં એક ધના શેઠ છે. સવારના પહોરમાં તેને જે કોઈ સૌથી પહેલાં આશીર્વાદ આપે છે તેને તે બે માસા સોનું દાનમાં આપે છે, તે તમે ત્યાં જાઓ અને બે માસ સેનું લઈ આવો ! મેં કહ્યું ઠીક, બીજે દિવસે કોઈ વહેલે જઈ આશીર્વાદ આપી બે માસા સેનાનું દાન લઈ ન જાય એટલા માટે, જલ્દી પહોંચવા માટે હું મધ્યરાત્રીએ નીકળ્યા, પણ કેટલો વખત થયે છે તેની ખબર રહી નહિ. રસ્તામાં સીપાઈઓએ મને ચોર ધારી પકડે, પણ હું ચોરી કરવા માટે નીકળ્યું ન હતું.
રાજા કપિલનું કથન સાંભળી પીગળે અને કપિલને કહેવા લાગ્યો કે, જો કે તું મારા શત્રુના મિત્રને પુત્ર છે, છતાં પણ તે દરબારમાં મારી આગળ બધી વાત સાચેસાચી કહી છે, એટલે હું તારી ઉપર પ્રસન્ન થયો છું અને તેને વરદાન આપું છું કે, તારે જે જોઈએ તે માંગ. માંગવામાં જરાપણ સંકોચ કરીશ નહિ. હું વણિક નથી કે
વણિક તુષ્ટ દેત હસ્ત તાલી' એ કથનાનુસાર વાહવાહના શબ્દો વડે જ તને ખુશ કરી દઉં, હું ક્ષત્રિય છું એટલા માટે તું જે માંગીશ તે અવશ્ય આપીશ. - રાજાનું આ કથન સાંભળી કપિલ વિચારવા લાગ્યો કે, મારે શું માગવું? પહેલાં વગર વિચાર્યું કામ કર્યું તે પકડાઈ જવું પડયું માટે હવે વગર વિચાર્યું કાંઈ ન કરવું પણ ખૂબ વિચારપૂર્વક માંગવું જેથી પછી પસ્તાવો જ કરવો ન પડે. તેણે રાજાને પ્રાર્થના કરી કે આપ મને બે ઘડીને સમય આપે તે આ અશોકવાડીમાં જઈ શું માંગવું તેનો વિચાર કરી શકું. રાજાએ પ્રાર્થનાને સ્વીકાર કર્યો અને મુદત આપી.