________________
--જન્મ માથે કાળો
.
a
r=
=
વદી ૨]
રાજકેટ-ચાતુર્માસ
[૨૦૫
કપિલ અશોકવાડીમાં ગયો અને રાજા પાસે શું માંગવું તેને વિચાર કરવા લાગ્યો. જે રાજાની પાસે બે માસા સેનું માંગુ તે એટલા સેનામાં તે સ્ત્રીનાં પૂરાં કપડાં પણ બની શકે નહિ. વળી તે નવાં કપડાં પહેરે અને હું શું ચિંથરેહાલ રહું! જે દશ માસા સેનું માંગુ તે એટલામાં તે સાધારણ પોષાક બની શકે, રાજા-રાણી જેવો પોશાક બની શકે નહિ, જે રાજા-રાણુ જેવો પોષાક બનાવવા ચાહું તે ઘણું સોનું જોઈએ. એક કરોડ સોના મહેરો માંગુ તે પણ રાજા-રાણું જે ભપકો ન થાય; એટલા માટે રાજા-રાણીના બધાં મૂલ્યવાન કપડાં જ શા માટે માંગી ન લઉં! કદાચ કપડાં તેઓ આપી દે પણ આવાં મૂલ્યવાન કપડાં ઘરેણાં વિના કાંઈ શોભે ! માટે તેમનું ઘરેણુંગાઠું પણ માંગી લઉં; પણ એમાં એક વાતની ખામી રહે છે તે એ કે આવાં મૂલ્યવાન-કપડાં અને હીરા માણેકનાં ઘરેણાં પહેર્યા હોય તે પછી કાંઈ ઝુંપડામાં આળોટવું સારું લાગે ? તે માટે તે મહેલમાં જ રહેવું જોઈએ. માટે રાજાનો મહેલ પણ માંગી લે. પરંતુ રાજમહેલમાં રહીને હાથે કામ કરવું એ તે ઠીક નથી. પછી તે કામ કરવા માટે નોકર પણ હેવા જોઈએ. પરંતુ નોકર-ચાકરેનું ખર્ચ કાઢવું કયાંથી? એટલા માટે રાજા પાસે બે ચાર ગામે પણ માંગી લેવા જેથી ખરચે નીકળી શકે. પણ બે ચાર ગામેથી શું વળે? દશ-બાર ગામે તે હોવા જ જોઈએ ને? પણ દશ-બાર ગામે માંગવા કરતાં રાજાનું આખું રાજ માંગી લેવું શું ખોટું છે ! માંગવું-માંગવું ને દશબાર ગામ માંગવાં! રાજા તે વચનથી બંધાએલ છે એટલે તે તે જે માંગીશ તે આપશે; પણ બધું રાજ્ય માંગી લેવાથી એક મુશ્કેલી નડશે, કે રાજા રાય ન રહેવાને કારણે મારી સાથે વૈરઝેર કરશે, અને કદાચ વિદ્રોહ પણ કરી બેસે. માટે રાજાએ જેલમાં બેસી જવું અને મને બધું રાજ્ય આપી દેવું. એવું જ વરદાન માંગુ તે શું ખોટું છે? પણ રાજાનું રાજ્ય પણ લઈ લઉં અને રાજાને જેલમાં બેસાડી હું સિંહાસન ઉપર બેસું તે લોકો મને શું કહેશે? એ જ કહેશે કે કપિલ કેવો બીચ છે કે રાજાને વચનબદ્ધ થએલે જોઈ તેનું રાજ્ય પણ લઈ લીધું અને રાજાને જેલમાં બેસાડી દીધો અને પિતે સિંહાસન ઉપર ચડી બેઠે. માટે આવા નીચ માણસને કોઈએ વચન આપી બંધાઈ જવું નહિ. વાસ્તવમાં હું નીચ છું કારણ કે પહેલાં મને કેવળ બે માસા સેનાની આવશ્યકતા હતી પણ આખું રાજ્ય મળવા છતાં પણ મારી લોભવૃત્તિ શાન્ત ન થઈ અને વરદાન આપનાર રાજાને પણ જેલમાં કેદી બનાવવા તૈયાર થયે. વાસ્તવમાં હું પોતે જ કેદી બનવા ચાહું છું.
આ પ્રમાણે વિચાર કરતાં કપિલને અવધિજ્ઞાન થઈ ગયું. તેને પિતાને પૂર્વજન્મ હાથની રેખાની જેમ સ્પષ્ટ દેખાવા લાગ્યો. એક કથામાં એમ પણ કહે છે કે એક દેવે તેને સાધુઓને પહેરવા યોગ્ય વસ્ત્રો પણ આપ્યાં અને એ વસ્ત્રો પહેરી કપિલ રાજાની પાસે ગયો. રાજાએ કહ્યું કે, તમે આ શું કર્યું ? કપિલે ઉત્તર આપ્યો કે, મારે જે ભાંગવું હતું તે મેં માંગી લીધું. રાજાએ પૂછયું કે, શા કારણે સાધુવેશને ધારણ કર્યો? કપિલે જવાબ આપ્યો કે, વરદાન શું માંગવું તે વિષે વિચાર કરતાં કરતાં એ વિચાર ઉપર આવ્યો કે, તમારું રાજ્ય લઈ તમને જેલમાં બેસાડી દેવા. પણ આટલું માંગવા છતાં મારા લોભને થોભ ન થયો અને તૃષ્ણ વધતી જ ગઈ. આખરે મેં તૃષ્ણાને ઓછી કરવાનું શરૂ કર્યું અને ઓછી કરતાં કરતાં આ સ્થિતિમાં આવ્યો. આ સ્થિતિને