________________
૧૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
અધિકાર નથી. આ પ્રમાણે દ્રવ્ય રૂપની અપેક્ષા ભાવ રૂ૫ જ ચડિયાતું છે પણ આજના લોકો ભાવ રૂપને ભૂલી રહ્યા છે અને દ્રવ્ય રૂપમાં ફસાઈ પડયા છે ! આ ભૂલને દૂર કરી સમજવું જોઈએ કે, પગલિક ચીજો નાશવાન છે. જેમ ગણુગારમાં પુદગલેજ છે, ભાવ નથી, એટલા માટે તેને નદીમાં ફેંકી દેવામાં આવે છે. તે જ પ્રમાણે બધી પગલિક ચીજો નાશવાન છે.
વર્ણ અને રૂપમાં શું તફાવત છે એ હવે જોઈએ. જેમ સારો કારીગર સેનાના દાગીનાને સારો ઘાટ બનાવે છે, અને ખરાબ કારીગર એ જ સેનાને ખરાબ દાગીને બનાવે છે તે જ પ્રમાણે દ્રવ્ય તે એક સરખું હોવા છતાં કારીગીરીને લીધે તેની આકૃતિમાં અંતર પડી જાય છે ! આ જ પ્રમાણે રંગ તે સારો હોય પણ આકૃતિ સારી ન હેય-નાક, કાન વગેરે અંગે બેડોળ હોય–તે રંગ શું સારો લાગશે ખરે? રંગ ત્યારે જ સારે લાગે છે જ્યારે તેની સાથે જ આકૃતિ પણ સારી હેય ! મુનિને રંગ પણ સાર હતા અને આકૃતિ પણ સારી હતી એ બતાવવા માટે જ વર્ણની સાથે રૂપને પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
કોઈ માણસની આંખ નાની હોય છે, તે કેઈની આંખે મેટી હોય છે. કોઈની આમાં લાલ રેખા હોય છે અને કેઈની આંખોમાં લાલ રેખા હોતી નથી. આ બન્ને પ્રકારની આંખમાં કોઈ પ્રકારનું અંતર મનાય છે કે નહિ ? જે એ બન્ને પ્રકારની આંખને માપવામાં આવે તે કોઈ પ્રકારનું ખાસ અંતર જણાશે નહિ, તેમ છતાં જેમની મોટી અને દિવ્ય આપ્યું હોય તેમનામાં તથા નાની આંખેવાળાઓમાં અંતર હોય છે કે નહિ!
સીતાના સ્વયંવરમાં મોટા મોટા રાજાઓ પણ આવ્યા હતાં અને ત્યાં રામ પણ આવ્યા હતા. માપની દૃષ્ટિએ જોવામાં આવે છે તે રામની આંખોમાં અને બીજા રાજાઓની આંખોમાં ખાસ અંતર જણાશે નહિ પણ તે વિષે ઊંડો વિચાર કરવાથી અવશ્ય તેમાં અંતર જણાશે. સીતાને રામ બીજી દષ્ટિએ જોતા હતા અને બીજા રાજાઓ પણ જુદી દષ્ટિએ જોતા હતા. બીજા રાજાએ સીતાને જોઈ તેના રૂપમાં અંજાઈ ગયા હતા પણ રામ જરા પણ લલચાયા ન હતા. પણ તેઓ તે આનંદપૂર્વક બેસી એમ જ વિચારતા હતા કે, સીતાને ગરજ હશે તે તે સ્વયં આવશે. જે અપૂર્ણ હોય છે તે જ લલચાય છે પણ જે પૂર્ણ હોય છે તે લલચાતો નથી. જો તમે પૂર્ણ બનવા ચાહે છે તે કઈ સ્ત્રીને જોઈ કેમ લલચાઈ જાઓ છે ! :
રામ લલચાયા નહિ પણ આનંદપૂર્વક સ્વસ્થાને બેઠા રહ્યા. બીજા રાજાઓની માફક ધનુષ્યદ્વારા લક્ષ્યવેધ કરવા દેયા નહિ. સીતાને બીજો કોઈ રાજા વરી જશે માટે હું પહેલાં બાણ છેડવા દે જાઉં એવી ઉત્સુકતા તેમને ન થઈ. તેઓ તે એમ જ વિચારતા હતા કે, જો કોઈ બીજો ધનુષ્યદ્વારા લક્ષ્યવેધ કરી સીતાને વરી જાય તે એમાં મને શો વધે છે ! કોઈની ઇચ્છા પુરી થાય એ તે સારું જ છે. આ પ્રમાણે તેઓ આનંદમાં બેઠા રહ્યા, પણ જ્યારે કોઈ રાજા ધનુષ્યને લક્ષ્યવેધ કરી તોડી ન શક્યા ત્યારે જનક રાજાએ કહ્યું કે –
વીરવિહીન મહી મેં જાની »