________________
શુદ ૪] રાજકેટ-ચાતુર્માસ
[૧૨૫ હતું. દેવનું રૂપ તો વહેલું કે મોડું બગડી જાય છે પણ મુનિનું રૂપ એવું હતું કે તે કઈ દિવસ બગડી શકે જ નહિ.
બીજા લેકે તે રૂપના ગુલામ બની જાય છે પણ તે મુનિ તે રૂપના નાથ હતા. લોકો તે રૂ૫ બગડી ન જાય એ માટે તેલ-પાવડર વગેરેને ઉપયોગ કરે છે. જે કોઈ સ્ત્રીને ફગારની સામગ્રી ન મળે તે તે મારું રૂપ બગડી જશે એમ કહી રડવા લાગે છે. જે રૂપના ગુલામ ન હોય તે આમ શા માટે રડવું પડે ? પણ તે મુનિ એવા રૂપના ગુલામ ન હતા પણ રૂપના નાથ હતા.
રાજા શ્રેણિક પણ વિચારતે હતું કે, “ અમે લોકો તે રૂપના ગુલામ છીએ પણ આ મુનિ તે રૂપના નાથ છે. તેમની આંખોમાં આંજણ આંજેલું નથી, શરીર ઉપર કઈ આભૂષણો નથી તેમ તેમણે સુંદર કપડાં પણ પહેરેલાં નથી છતાં તેમનું રૂપ કેવું સુંદર છે! એમના રૂપની આગળ મારું રૂપ તે તુચ્છ છે.”
- તમારા હાથમાં હીરાની વીંટી પહેરેલી હોય તે તમે બીજાના હાથમાં સોનાની વીંટી પહેરેલી જુઓ તે તેમાં તેમને કાંઈ આશ્ચર્ય થશે નહિ તેમ તમારી વટીને તુચ્છ માનશે. નહિ ! પરંતુ જે તમારા હાથમાં ચાંદીની વીંટી પહેરેલી હોય અને તમે બીજાના હાથમાં હીરાની પહેરેલી જુઓ તે તમારી વીંટી તમને તુચ્છ જણાશે. તમે એમ જ કહેશે કે, મારી પાસે તે કાંઈ નથી, જે કાંઈ છે તે તે તેની પાસે છે. આ પ્રમાણે રાજાના જે રૂપને જોઈ સાધ્વીઓ પણ લલચાઈ હતી, એ પિતાના રૂપને મુનિના રૂ૫ આગળ રાજા તુચ્છ માની વિચારવા લાગ્યું કે, મારામાં જે દ્રવ્ય રૂપ અને ભાવ રૂપ છે તે તે વિકારી છે પરંતુ આ મુનિમાં જે દ્રવ્ય રૂપ અને ભાવ રૂ૫ છે તે નિર્વિકારી છે.
આજના લોકો દ્રવ્ય રૂપની આગળ ભાવ રૂપને ભૂલી રહ્યા છે. આખરે તે ભાવરૂપને જ શરણે જવું પડે છે. પણ વાસ્તવમાં ભાવ રૂપની આગળ દ્રવ્ય રૂ૫ તુચ્છ છે. દ્રવ્ય રૂપ હેય પણ ભાવ રૂપ ન હોય તો તેની કદર થતી નથી.
અહીં નદીને કિનારે જંગલ જતાં મેં જોયું છે કે, એક બ્રાહ્મણ માટીના શંકરપાર્વતી, નાગ-ગણેશ વગેરેને કલાપૂર્વક બનાવે છે પણ બીજે જ દિવસે તે શંકર-પાર્વતી ગણેશ વગેરેને નદીમાં પધરાવતાં જોવામાં આવે છે. આ જ પ્રમાણે ગણગોરને ખૂબ કલાપૂર્વક સજાવવામાં આવે છે અને સુંદર વસ્ત્રાભૂષણ પણ પહેરાવવામાં આવે છે, પણ ખેલ સમાપ્ત થતાં જ ગણગોરને પાણીમાં ફેંકી દેવામાં આવે છે. ગણગોરને તો રાણી વગેરે પણ સન્માન આપે છે, પણ તેની પાસે ઊભેલી સ્ત્રીને એટલી આદરની દષ્ટિએ જોતી નથી, તે શું સ્ત્રી ગણગોરથી પણ ઊતરતી છે? ગણગેરને તે નદીમાં ફેંકી દેવામાં આવે છે કારણ કે તેનામાં કેવળ દ્રવ્ય રૂપ જ છે, ભાવ રૂ૫ નથી; પણ તે સ્ત્રીમાં કદાચ દ્રવ્ય રૂ૫ ન પણ હોય તો પણ તેનામાં ભાવ રૂ૫ તે હેય જ છે અને એટલા માટે તેને નદીમાં કોઈ ફેંકી દેતું નથી. એટલું જ નહિ પણ ફેંકી દેવાને કાઈને અધિકાર પણ નથી. જે કોઈ માણસ કોઈ સ્ત્રીને નદીમાં નાંખી દે તે તે તેને અપરાધ ગણવામાં આવે છે. કદાચ કોઈ કહે કે એ મારી સ્ત્રી છે એટલે મારે તેના ઉપર અધિકાર છે. તે પણ સરકાર તે તેને એ જ કહેશે કે એ સ્ત્રી તારી હોવા છતાં તેને નદીમાં ફેકવાને